Pages

Monday 2 July 2012

મારું મન :

મારું મન :
----------------------
ગભરાય છે મારું મન
વળીને મુંઝાય છે,
સત્ય જ્યાં સમજાય, ત્યાં
વ્યવહારમાં મુંઝાય છે, મારું મન

જીવીને જાણ્યું
‘ને વર્તન ને તાણ્યું
મન મનાવા જાઉં ત્યાં
સમાજમાં સપડાય છે, મારું મન

એક પગલું જ્યાં ભરું ત્યાં
એ બે ચુકી જાય છે,
હૈયે હામ ના પ્રયત્નો માં
ધોખા થી ગગડી જાય છે, મારું મન

પ્રેમ પંથે પગ માંડ્યા પછી
ગીતો ગાતું થાય છે,
હૈયુ ખખડી જાય છે ત્યારે
ગઝલો ગાતું થાય છે મારું મન

જવાબ ગોતવા જાઉં ત્યારે
સવાલો ઉભાં થાય છે
સવાલોના વંટોળમાં
ધૂળ ધૂળ થાય છે, મારું મન

ઠેશો ખાધી ‘ને થોથા ય ભણ્યો
એકડેએકથી અગ્યાર સુધી ગણ્યો
સરવૈયું મેળવવા જાઉં ત્યાં
શેષ માં ખોટ દેખાય છે

હા,
અભણ થતું જાય છે, મારું મન

..... જનક દેસાઈ
-----------------------------------------------
ધૂળ થઈ જવું - છેક બરબાદ-રફેદફે-થઈ જવું.

1 comment:

  1. એક તો તારો મને પર્યાય દેખાતો નથી,
    ને ઉપરથી તું સરળતાથી અહીં, મળતો નથી.

    તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
    રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.

    ફૂંક મારીને તું હવાને આટલી દોડાવ ના,
    ધૂળ છે કે મ્હેંક, એનો ભેદ પરખાતો નથી.

    એક માણસ ક્યારનો આંસુ લૂંછે છે બાંયથી,
    આપણાથી તો ય ત્યાં રૂમાલ દેવાતો નથી.

    ડાળથી છૂટું પડેલું પાંદડું પૂછ્યા કરે,
    વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભૂલાતો નથી ?

    ભીતરી આખી સફર પર ચાલવાની છે મજા,
    એકલા બસ આપણે એ ભીડનો રસ્તો નથી

    – ગૌરાંગ ઠાકર

    ReplyDelete