Pages

Tuesday 3 July 2012

જોયો છે

લખતાં-લખતાં કાગળને ફાટતો જોયો છે,
કલમ શું લખે, વિચાર, ખોવાતો જોયો છે,
એ જગ્યાએ બેઠાં બેઠાં,
દિવસ આથમતો જોયો છે,
આ માનવ મહેરામણમાં મેં,
મને જ ખોવાતો જોયો છે,
રીત, રિવાજ,
રસમમાં પ્રેમને પીસાતો જોયો છે,
હાલ જ કહી દો,
સમય ક્યારેક મારો ખોવાતો જોયો છે,
મંદિરમાં ભગવાનને મૌન જોયો છે,
તો જીતની શું વાત કરું,
એને જ મને હરાવતા જોયો છે,
પકડેલો એમણે હાથ,
ધીમે ધીમે છુટતો જોયો છે,
શબ્દ એમનોજ,
મેં તુટતો અંતે જોયો છે,
વિશ્વ્વાસે એમના,
શ્વ્વાસ મારો તુટતો જોયો છે.
ભગવત રથવી ‘ભવ’
(પાટડી)

No comments:

Post a Comment