Pages

Saturday 28 July 2012

અમે

એક તારી યાદમાં સઘળું ગુમાવ્યું છે અમે,
જિંદગીભર તોય ક્યાં તુજને બતાવ્યું છે અમે ?

પર્વતોના પર્વતો ઊંચકી લીધા પાંપણ ઉપર,
એક પાંપણ શું નમી, મસ્તક ઝુકાવ્યું છે અમે.

ગાલ ઉપર જે કદીયે પહોંચવા પામ્યું નથી,
આંખમાંથી એક આંસુ એમ સાર્યું છે અમે.

ખૂબ ઊંડે સાચવી છે, વાસ્તવિકતાની મહેક,
સાવ ઉપર સત્યનું અત્તર લગાવ્યું છે અમે.

સામસામે કાચ જેવું ગોઠવી દીધા પછી,
જાત એમાં શોધવા માટે વિચાર્યું છે અમે.

- સ્નેહલ જોશી ‘પ્રિય’

કદી કોઈને એટલું યાદ કર્યા છે તમે…?

કદી કોઈને એટલું યાદ કર્યા છે તમે કે
પેટમાં જાણે જાત ચૂંથાઈ જાય,
અમળાઈ જાય ,
શરીરમાં ડાબી બાજુ છાતીમાં કોઈ નામ
સતત જીવલેણ સબાકા મારે.
મગજ દિશાશુન્ય થઈ ક્યાંક કોઈક વિચાર-ખાઈની
ધાર પર અડધું બહાર લટકતું રહે ,
ક્યારે સંતુલન ખોરવાઈ જાય કહેવાય નહિ..??
રક્ત-પ્રવાહ શીરા-ધમની બધું ય ફાડીને
રૂંવે-રૂંવે ચૂઈ પડે..!!
આંખમાં રમતા રહેતા સપના એવા અંધ કરી જાય કે
એક કસુંબલ નામ સિવાય કઈ જ ના વંચાય,
વિરહમાં આખે-આખી જાતને સળગી જતી અનુભવી છે તમે…???

– સ્નેહા “અક્ષિતારક”

અમારા તડપવાનું કારણ

અમારા તડપવાનું કારણ સ્મરણ છે;
અને રોજ મરવાનું કારણ સ્મરણ છે.

નથી આગ જેવું કશું જિંદગીમાં,
અમારા સળગવાનું કારણ સ્મરણ છે.

નદી હું સરજવા ગયો તો બન્યું રણ,
હવે ત્યાં ભટકવાનું કારણ સ્મરણ છે.

બધું સર્વસામાન્ય છે એ ગલીમાં,
છતાં ત્યાં અટકવાનું કારણ સ્મરણ છે.

ઘણાં રોજ ગઝલો લખે છે સ્મરણમાં,
ઘણાંનું ન લખવાનું કારણ સ્મરણ છે.

-પ્રમોદ અહિરે

મારે તમને મળવું છે

ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને,
સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે !
સાંજ ઢળ્યા-ની ‘હાશ’ લઈને, ઝલમલતો અજવાસ લઈને,
કોરાં સપના સાત લઈને મારે તમને મળવું છે.

તમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર,
ચિતર્યું’તું જળ ખળખળ વહેતું, ને તરતી મૂકી’તી હોડી;
સ્થિર ઊભેલી તે હોડીને તરતી કરવા, સરસર સરવા,
ઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે.

ખોજ તમારી કરતાં કરતાં થાક્યો છું હું, પાક્યો છું હું,
પગમાંથી પગલું થઈ જઈને વિખરાયો કે વ્યાપ્યો છું હું;
જ્યાં અટવાયો જ્યાં રઘવાયો, તે સઘળા મારગ ને
મારગનો એ સઘળો થાક લઈને મારે તમને મળવું છે.

ક્યારેક તો ‘હું’ને છોડી દો, ભીતરની ભીંતો તોડી દો,
બંધ કમાડ જરા ખોલી દો, એકવાર તો ‘હા’ બોલી દો;
‘હા’ બોલો તો હાથમાં થોડા ચાંદલીયા ને તારલીયાની
ઝગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે.
-Unknown
I Don't known 

પહેલા પ્રેમ ની પહેલી સોગાદ

કેટલી સરસ મુલાકાત હતી,
તેને ૧૬ અને મારી ૧૭ ની શરૂઆત હતી.
મે અચાનક પૂછી લીધું તુ ને,
એના જવાબ ની રજુઆત હતી.
કોણ જાણે શુ હતુ આ પણ,
હરણ ની મૃગજળ સાથે મુલાકાત હતી.
વિચારો ના વૃન્દાવન મા જાણે,
ક્રિષ્ણ અને રાધા ની પહેલી વાત હતી,
હાસ્ય વિના નથી સર્જાતુ કોઈ ના ગાલ પર "ખંજન",
આતો પહેલા પ્રેમ ની પહેલી સોગાદ હતી.......
-ખંજન વિસાણી.

સુંદર જીવનની યોજના આવી છે ધ્યાનમાં,

સુંદર જીવનની યોજના આવી છે ધ્યાનમાં,
આવી જજો ન આપ ફરી દરમિયાનમાં.

એને જીવન-સમજ ન બુઢાપામાં દે ખુદા !
જેણે વિતાવી હોય જવાની ગુમાનમાં.

કોઈ સહાય દેશે એ શ્રદ્ધા નથી મને,
શંકાનું હો ભલું કે રહું છું સ્વમાનમાં.

એમાંથી જો ઉખડે આભાર ઓ હરીફ,
સંતોષ ખુદ મનેય નથી મારા સ્થાનમાં.

એનો હિસાબ થાશે કયામતના દિવસે,
ચાલે છે એવું ખાતું સુરાની દુકાનમાં.

હો ગુર્જરીની ઓથ કે ઉર્દુની ઓ મરીઝ,
ગઝલો ફક્ત લખાય છે દિલની જબાનમાં.

- મરીઝ

તારે કારણે,

તું નથી એથી લખ્યા મેં શેર તારે કારણે,
ખાનગી વાતો બની જાહેર તારે કારણે.
દ્વાર ખુલ્લાં છે હવે ચોમેર તારે કારણે,
ઘર હતું તે થઇ ગયું ખંડેર તારે કારણે.
તું મને મળશે હવે તો ઓળખી શકશે નહિ,
એટલો મુજમાં પડ્યો છે ફેર તારે કારણે.
હું નહિ તો બહુ વ્યવસ્થિત જિંદગી જીવતો હતો,
થઇ ગયું છે આ બધું અંધેર તારે કારણે.
મારી પોતાની જ હસ્તીને કરૂ છું નષ્ટ હું,
જાત સાથે થઇ ગયું છે વેર તારે કારણે.
તારું સરનામું મને આપ્યું નહિ, તો જો હવે,
વિશ્વમાં ભટકું છું ઘેરઘેર તારે કારણે.
તું જીવાડે છે ભલે, પણ જો દશા બેફામની,
કેટલા પીવા પડે છે ઝેર તારે કારણે?

-બેફામ

જે પ્રેમના દરિયા કદી તર્યા નથી

સપના મહી એ તો કદી સર્યા નથી
જે પ્રેમના દરિયા કદી તર્યા નથી

એ નીકળી શકતા નથી માણસ મહી
રબ કોઇમાં ભાળી કદી ડર્યા નથી

ચિંતન,મનન તો રોજ આદતવશ કરે
લોહી બની કાગળ મહી ફર્યા નથી

વાતો કરે આત્મા અને દિલની છતા
સજદા સુફી જેવા કદી કર્યા નથી

એકાંતમા એને રહેવાનું ગમે
જે કોઇની આંખે કદી સર્યા નથી

ભાલે કદીયે કોઇના ટકતા નથી
તકદીરમા એ કોઇની ઠર્યા નથી

(નરેશ કે.ડૉડીયા)

વર્ણન ન કરો

દિલમાં જો ડંખ હો એ ડંખનું વર્ણન ન કરો
છે બુરાઈનું જગત કિ ન્તુ સમર્થન ન કરો

સાંત્વન એવું મળે માગીએ પાછું પ્રભુ
એવા હમદર્દ દો દુશ્મનનું વિસર્જન ન હો

કોઈ આદર્શની વાતોને અહીં સ્થાન નથી
એવી નાદાનીથી દુશ્મનને યે દુશ્મન ન કરો

અંધના માટે નકામું છે સૂરજનું વર્ણન
મારા મૂલ્યોનું જગત સામે નિવેદન ન કરો

આશા રાખી ન વફાની શું પ્રણયમાં ઓ ‘નઝીર’
સ્વપ્ન સર્જી ન શકો તો રાતનું સર્જન ન કરો

- નઝીર ભારતી

Friday 27 July 2012

એક બેવફા મારા મનદર્પણમાં દર્શન દઇને ચાલી ગઇ

આલ્બમ: અમર સદા અવિનાશ

ભાંગ્યા મનની આદત એવી, કે ભૂલનારાને ભૂલે નહીં;
એક ડાળ ઝૂલ્યો મનપંખી, હવે બીજી ડાળે ઝૂલે નહીં.
એક બેવફા મારા મનદર્પણમાં દર્શન દઇને ચાલી ગઇ,
એક બેવફા કરી સ્નેહનું સર્જન, વિસર્જન થઇ ચાલી ગઇ.
એક બેવફા….
ઝંખી ઝંખી ઓ મનપંખી, ક્યાં સુધી રીબાવું?
તરસ્યા રહીને મૃગજળ માટે, ક્યાં સુધી વલખાવું?
એક બેવફા શબનમ બદલે, આંસુવન વરસાવી ચાલી ગઇ.
એક બેવફા….
ઓ બેરહમ તેં ફૂલ બિછાવી, કંટક નીચે રાખ્યા;
તું થઇ બેઠી ગૂલ કોઇનું, કાંટા મુજને વાગ્યા.
એક બેવફા બાગ બનાવી, આગ લગાવી ચાલી ગઇ.
એક બેવફા….
- અવિનાશ વ્યાસ

કોરી-કોરી પાટી જેવો ભીનો ભીનો એક છોકરો

કોરી-કોરી પાટી જેવો ભીનો ભીનો એક છોકરો,
મારી સાથે રોજ ફરે છે.
સાચું કહું તો હજુ ઘણોય અણસમજુ છે.
વાત-વાતમાં ચોમાસાની વાત કરે છે.
અમે એકલા રમીએ એમાં
રમત-રમતમાં એ સાવ અચાનક થઇ જાતો ગુમ!
થઇ જાતો સન્નાટો ત્યારે છાતી ધબકે
છાતી ધબકે એમ પાડતાં બૂમ!
બૂમ સાંભળી ઝાંખો ઝાંખો સામે આવે,
ત્યારે એની ભોળી ભોળી આંખ ડરે છે.
દૂર આવતી જોઇ શ્વાસમાં સ્થિર થઇને
સાંભળતા એ પગરવનો ધબકાર
અંદર જાણે એક પછી આ, એક પછી આ,
એક પછી આ ખૂલતાં સઘળાં દ્વાર!
સાવ સમીપે જઇને એને સ્પર્શ કરું તો મૂળસોંતરો,
લીલો લીલો સાવ ખરે છે…
- વંચિત કુકમાવાલા

કોણ ચાહે છે તને ?

શું કરીશ જાણી ખરેખર કોણ ચાહે છે તને ?
તુંય જાણે છે નિરંતર કોણ ચાહે છે તને ?

તે છતાં કેવળ કરુણા-પ્રેમ વરસાવે સતત,
આ જગતમાં બોલ ઇશ્વર કોણ ચાહે છે તને ?

હા, ઘડી કે બે ઘડી જોવો કિનારા પર ગમે,
એ કહે હરપળ સમંદર કોણ ચાહે છે તને ?

ખૂબ માનીતો બધાનો તું શિખરથી ખીણ લગ,
પણ કદી જો ખાય ઠોકર કોણ ચાહે છે તને ?

નામ ઝળહળતું બધાના હોઠ પર રમતું છતાં,
જાય જો વીતી એ ઉંમર કોણ ચાહે છે તને ?

ને નથી જો કોઈ પણ હા ચાહતું જો ‘હર્ષ’ તો,
કૈંક જન્મોથી જીવનભર કોણ ચાહે છે તને ?

- હર્ષ બ્રહ્મભટ્ટ

શોધતો રહ્યો હું પ્રેમ એમના દિલમા

મિત્ર અંજાન દ્વારા સુચન મુજબ...

શોધતો રહ્યો હું પ્રેમ એમના દિલમા,
પણ પ્રેમ ક્યાથી હોય જ્યા હોય કપટ,
કપટ મા પણ એનુ માપ કાઢવા ગયો,
ત્યારે સમજ્યો યજુઅ હવે ઠોકર ખાઈ ને,
આટલુ કપટ પણ હોય છે કોઇ ના દિલ મા,
પણ છે મને ખબર એ જો બોલાવ્સે પ્રેમથી,
તો હું નફ્ફ્ટ પાછો જઈશ નીલામ થવા પ્રેમ બજારમા
મારે તો પાછા વાળી ન'તું જોવું,
પણ સાદ જ મને એકલો મુકેલા નો સંભળાયો.
છતાં રહું છું ભ્રમ માં કે એક દી' તો મારો ભ્રમ ભાંગશે,
એનાં હ્રુદિયે કો'ક દી તો મારાં માટે પ્રેમ જાગશે.

સંજય જોષી (અંજાન), .. અને ..યજુ

કોણ માનશે?

હતો ચિક્કાર મારો પણ ખજાનો કોણ માનશે?
નથી ટકતા કુબેરો નાં ગુમાનો કોણ માનશે?

બગીચો આજ સંતાડે ફુલો ની આડ માં નજર,
કદી મરતો હતો મુજ પર દિવાનો કોણ માનશે?

નથી એ ભેદ કરતો લૂંટવામાં રાય-રંક નો,
સમય ચોરી ગયો મારો જમાનો કોણ માનશે?

નફો નુકશાન ગણનારા તમારું કામ ના અહીં,
ચલાવી હાશકારા પર દુકાનો કોણ માનશે?

ગણી ને ચાર ટહુકાઓ રહે છે માલ મિલકત માં,
ધરાશાયી વડીલો નાં વિધાનો કોણ માનશે?

જરા ઊંચે ગયા કે બસ..પ્રહારો મૂળ પર થશે,
ખમી ને ઘા છુપાવું છું નિશાનો કોણ માનશે ?

---પારુલ.

વાતો તળ ની કરતો,

કાંઠે બેસી ને વાતો તળ ની કરતો,
ખાલી ખોટી પંચાતો જળ ની કરતો.

રાતો ની રાતો જાગી પડખાં બદલે,
ગણના પાછો ચાદર નાં સળ ની કરતો.

આળસ માં કાઢી નાંખ્યા સો સો જન્મો,
છેક હવે આજે ચિંતા પળ ની કરતો.

સંતાડે ખુદ ને ખુદ થી પરદાઓ માં,
ચર્ચા આંટી -ઘૂંટી ને છળ ની કરતો.

દમ-દાટી થી ના ત્રુઠે રૂઠ્યા સાજન,
કળ ને છોડી તૈયારી બળ ની કરતો.

---પારુલ.

આ હૈયું.

ગમ છુપાવી, છલકાવે ખુશી હૈયું
કંઈ કેટલા રાઝ છુપાવે આ હૈયું.

શ્રાવણ ની ઝરમર ને પિયુ પરદેશ
મિલન ની ઝંખના છુપાવે આ હૈયું.

ધન દોલત ને અમીરી ચારેકોર,
છુપાવે હાય ગરીબની આ હૈયું.

જીંદગાની ની સફરમા સુખ ને દુઃખ,
પહોંચવા મુકામે જગવતું હામ આ હૈયું.

દીઠો ન પ્રભુ પણ માનવતા ઠેર ઠેર
દીપ એ શ્રધ્ધા નો પ્રગટાવતું આ હૈયું.

- શૈલા મુન્શા.

કોણ…?

સાંજ જ્યારે સાંજ સ્થાપી જાય છે,
કોઇ ત્યારે યાદ આવી જાય છે.

રાત ઢળતા એક પડછાયો મળે,
એ પછી ચોમેર વ્યાપી જાય છે.

છુંદણાંમાં કોણ પીડા આપતું,
એ વિચારે દર્દ ભાગી જાય છે.

છાંટણાં વરસાદના સ્પર્શી જતાં,
રોમ સૌ ધરતીના જાગી જાય છે.

હું અહર્નિશ યાદનું છું તાપણું,
કોઇ આવી રોજ તાપી જાય છે.

રોજ હું વાવી રહી સંબંધને,
રોજ આવી કોણ કાપી જાય છે .

-પુષ્પા મહેતા.

વરસો જુની આદત છે

વરસી જવું વરસાદની વરસો જુની આદત છે
સામે ન આવો..આખને આજેય તારી લત છે

મારી ગઝલ હું એમની સામે જ્યારે પઢતો!?
દિલ એમનું પણ “વાહ” બોલી ને કહે મસ્ત છે

કોરી હતી એ કલ્પના..ગઝલો પહેલાની એ
એ નામથી ગઝલો ખુદાની કોઇ તો બરકત છે

એ કરકસર પણ બહુ કરે છે વ્હાલના વિષયોમાં
રૂઠે અચાનક તો ખબર ના હોય શું બાબત છે?

આવી ચડે છે માનવી..જીવન મહી રોનક થઇ
લાગ્યું મને કે એમના સૌંદર્યમાં પણ સત છે

એ નાક નકશી આંખમાં એવું બધું મેં જોયું
ઓછા હશે એ માનવીઓ જેમને સવલત છે

એ આમ છે સીધા અને સાદા વહેવારોમાં
મોઢે ચડાવાની તમારી વરસો જુની આદત છે

(નરેશ કે.ડૉડીયા)

પ્રેમ એ ચીજ શું? (અક્ષર અઢીમાં)

અક્ષર અઢીમાં શાયરોનું આયખુ પણ ખુટી જાય છે
આ લાગણીમા માણસોની જાત કેવી ખુપી જાય છે

એને ઘણા વર્ષો પછી સમજાય કે,પ્રેમ એ ચીજ શું?
… ને પ્રેમસાગરમા બધાની નાવડીઓ ડુબી જાય છે

એને અઢી અક્ષરી ગઝલમા પ્રેમની વાત બોલી હતી
અક્ષરો અઢી કાજે ત્રણે અક્ષરોનું જીવન ટુટી જાય છે

બેચાર પળ સહવાશ કેવો મજાનો હોય છે એમનો
ને આ મજાની સૃષ્ટીથી મન જાણે ઉઠી જાય છે

ગમતા નથી ચમકી જતા તારા સરીખા ચહેરા હવે
ને આ મહોતરમા થકી તો માનુંની કૈ રૂઠી જાય છે

મળશે નહી તકદીર પાસે માંગશો જો કદી ભૂલથી
તકદીર તો છે ટકોરા-બંધ,છતા યે ફુટી જાય છે

આ પ્રેમનો જે તાપ છે,એ તો સુરજથી વધું બાળશે
આવે ન પરવાના અને બુંઢી સમાંઓ બુઝી જાય છે

મલકે પછી ને, કોઇની આંખો મહીં આંસુઓ પણ પડે
માણસ મળે ને,છાપ જીવનમાં પછી તો મુકી જાય છે

પકડો સમયસર તક ફરીથી તો મળે ના મળે આપને
ગાડી સમયસર પ્રેમની આવે છતા યે ચુકી જાય છે!

જે ડાળ ગમતી હોય એનો આશરો તો સદા ના મળે
જો ડાળ ચાહીતી બને,તો સાથ એનો છુટી જાય છે

(નરેશ કે.ડૉડીયા)

નહિ મળવાની વેદના

નહિ મળવાની વેદના હઠીલું દર્દ બની ગયું છે,
દવા દારૂ કરું તોય વકરતું ગુમડું બની ગયું છે,

મુખડું તારું હવે ઝાઝવાનુજાળ બની ગયું છે,
સપનામાં મળવાનું હવે કાયમી બની ગયું છે,

હસ્તરેખા જોયને નદી, કેનાલ બની ગય છે,
દરિયા જેવા દિલમાં તડપતી માછલી બની ગય છે,

આપવા ચાહો તોય જોજાનદુરની વાટ બની ગય છે,
ખુશીથી આપવા હર્ષ ઘેલ્લા બની આવાની વાત થઇ ગય છે,

આવશે જેદી ગુલાબી ગજરો પહેરાવી વાત થઇ ગય છે,
'અઝીઝ'બનાવી ગળે લાગવાની વાત થઇ ગય છે,

ભાટી એન "અઝીઝ"

Thursday 26 July 2012

ચાંદની તો છે પણ

ચાંદની તો છે પણ મારી આંખો માં ઉજાસ નથી ..
કહે એ ચાહું છું પણ એની આંખો માં પ્યાસ નથી ..

હસી ને ટાળે છે કાયમ મારી વાતો ને કટાક્ષ માં ...
કદાચ હવે મારી પ્રીત નો એને અહેસાસ નથી ....

ક્યારેક વરસતો ઘટાટોપ વાદળ બની ને અહી ...
પણ કોણ જાણે એને સ્નેહ નો થતો આભાસ નથી ...

કહેતો મને હું પ્રેમ નું આકાશ છું તને ઢાકી દઉં...
પણ હવે ક્યાય જડતો મને એનો ક્યાસ નથી ....

ઓગળ્યો હતો એ મારા અંતર માં નખશીખ જે .....
એના વિના હવે અસ્તિત્વ માં મારા શ્વાસ નથી ...

લઇ ઉડતો મને એ રોજે રોજ ચાંદ સિતારા પર ...
લો હવે એને આ વાત પર રહ્યો વિશ્વાસ નથી ....

કલમ પણ મારી તરસે છે એના જ સ્પન્દનો ...
તારા પ્રેમ વગર જો ગઝલ માં કોઈ પ્રાસ નથી ...

જીવનભર ખુપી નસીબ ના દલ દલ માં "સિમી"..
કમળ ખીલશે જ એ વિના હૈયે કોઈ આશ નથી ...

સ્મિતા પાર્કર (૨૬.૭.૨૦૧૨)

Wednesday 25 July 2012

જીવન છે ઝરણા જેવું

જીવન છે ઝરણા જેવું ,
કદી કલકલ વેહતું,
કદી રૂમઝૂમ કરતુ વળી ,
કદી ધોધ બની ધસમસતું ,

જીવન છે વિહંગ જેવું ,
કદી વ્યોમ માં વિહરતું
કદી કલરવ કરતુ વળી
કદી ભય થી થરથરતું ,

જીવન છે વસંત જેવું
કદી ફૂલો થી મધમધતું
કદી કુણી કુંપળો થી લચકતું વળી
કદી પાનખર બની ઉઝડતું

રંગ છે જીવન ના હજાર
કદી મરકતું ,કદી વિરહતું
ફેલાવો ને ફોરમ જીવતર ની
ભલે ને જીવો થોડું અમસ્તું
!~રાજ~!

પ્રણયની પ્રથમ ઘડી

પ્રણયની પ્રથમ ઘડી ફરી માંગુ છું
ઉમંગમાં નિયમો ફરી ફરી ભાંગુ છું

જાણું છું, યાદોમાં ઝૂરવું સહેલું છે
પ્રણયની પીડા, તોયે ફરી માંગુ છું

જાણ્યો છે એટલો માણી માણીને કે
પ્રેમનો બંધાણી થવા ફરી માંગુ છું

માહોલથી ટેવાયો હતો એટલો કે
જીવન-કૈદ નું તાળું હું ફરી માંગુ છું

ભર બપોરે ટાઢા વાયરાની ચાહમાં
એ અગનમાં ઉકળવા ફરી માંગુ છું

પ્રણયને સ્પર્શતાં સંઘર્ષ થયો તોયે
હસતાં હસતાં ફરી ઘસાવા માંગુ છું ... જનક

મારી વેદના

મારી વેદના જ મને ઓગળવા લાગી,
ધીમે ધીમે મારાં શરીરમાંથી વરાળરૂપી
ઉષ્માઓ હવામાં બાષ્પીભવન થઇ જતી હતી.
એક અક્થ્ય તથ્યનું પ્રમાણભાન
મારૂં શરીર અનુભવી રહ્યું હતું.

વરસાદના નાના ટીપાઓ
મારાં શરીર ઉપર પડીને બાષ્પીભવન
થતાં હોય તેવું લાગતું હતું.

મારી ખામોશ આંખોમાં
સત્તર વર્ષની ઉમરમાં પહેલીવાર
મારું શરીર સ્ત્રીનું છે તેનું પ્રમાણપત્ર મને મળી રહ્યું હતું

વરસાદમાં અષાઢસ્ય પ્રથમનું પહેલું પ્રકરણ
મારા શરીર પર પ્રથમ પૌરુષિક સ્પર્શથી લખાઇ રહ્યું હતું

પ્રથમ વાર જિંદગીમાં સ્પર્શની ભાષા જાણવા મળી
વરસાદની અને પુરુષની

એક વરસાદી એ સાંજે અમે મળ્યા હતા તે પછી
હું મારાં અસ્તિત્વની પેલે પાર ફેંકાય ગઇ હતી..

જે તાજગી આજે મારા ૪૦માં વર્ષે પણ સાચવી રાખી છે
દિલથી લઇને શરીરને આંટો લઇને આત્માને અડી અને
ચહેરા સુધી..

પૌરુષિક મિજાજ ભાદરવાના હાથિયા જેવો હોવો જોઇએ
હે ને.....

(નરેશ કે.ડૉડીયા)

Tuesday 24 July 2012

દિલમાં રાખું છું

એટલો બધો તો છું દિલદાર કે
સંઘરી તને દિલમાં રાખું છું
કેટકેટલું વજન છે તારું છતાં,
પ્રેમથી તને દિલમાં રાખું છું.
સુંદરતા તારી એવી કે સરી પડે નજર મારી,
છતાં કેટલી બધી સાચવીને તને દિલમાં રાખું છું.
ચંચળતા છેતારી મનથીયે અધિક.
છતાં પાછળ પાછળ ફરી તને દિલમાં રાખું છું.
મહેકે છે તારા સદ્‌ગુણોની સુવાસ ચો તરફ.
એ કસ્તુરીની સુવાસ સંઘરી દિલમાં રાખું છું.
એક સમી સાંજે આંખ બંધ કરતાં જ
હું ઉતરી ગયો મારા દિલ મહીં, તને મળવા
આશ્ચર્યથી અચરજ બન્યો! આ શું દિલખાલી?
અંતે સમજાયું સત્ય કે તુંજ સખી તારા દિલ મહી,
આ જીવને કેટલા બધા પ્રેમથી દિલમાં રાખું છું તને.
દેસાઈ પ્રિતેશ રમેશભાઈ ‘રોબર્ટ’ (સુરત-૬)


દરિયાના કિનારા

કેમ રોજ સ્વપ્નમાં સતાવે છે તું
હવે કાંઈક તો મારી બેચૈની પર રહેમ કર,
ભાન ભૂલી બેઠો છું હું તારા પ્રેમમાં
હવે તો મારા પ્રેમની કદર કર,
કેમ કરી છે જિદંગી મારી બરબાદ તે
મારું હેયું દુખાવતા કાંઈક તો શરમ કર,
જો પ્રેમ છે જ નહીં તારા હૃદયમાં
તો નજરોથી ઇશારા તો ના કર,
જાણે છે તું કે લુટાયો છું તારા પ્રેમમાં
હવે પ્રેમ મારો નીલામ તો ના કર ના હોય તારા મનમાં પ્રેમની ભાવના તો મારી લાગણીથી રમત ના કર,
ખબર છે નથી મળતા દરિયાના બે કિનારા ખુશનસીબ
તો લહેરો બની મારી જંિદગીમાં
અવર-જવર ન કર.
સુનીલ એલ. પારવાણી ‘ખુશનસીબ’
ગાંધીધામ (કચ્છ)

આંખોની નંિદર હણાઈ

જોઉં હું મારા આંખોથી તે દિવસોની મીઠી યાદ કરતો જાઉં
એક પળ પણ મારા આંખોથી ઓજલ નથી દેવા માંગતો
તારી મીઠીભરી સ્વપ્ન ને યાદોમાં સમાવી લઈ યાદ કરતો જાઉં
આંખોથી આંખોમાં પરોવાઈને જે પ્રેમની મહેસૂસ કરાવી
દિલમાં પ્રેમરૂપી પ્રેમની ઝલક નોદિવડો પ્રગટાવી ગઈ તું
સમયનો બાધ ના રાખતા તે અમુલ્ય સમયને કરું યાદ
ફરી તે પ્રેમનેવઘુ પ્રેમની નૈયામાં વારંવાર ડુબકી લગાતો જાઉં
બેચેની ને કોઈક ખોવાઈ ગયેલ હોય તેમ મહેસુસ થયા કરે છે
સતત તારા ખયાલોમાં રહેતી આંખોની નંિદર હણાઈ ગયેલ છે
બસ, ફક્ત આંખો બંધ કરી વિજય તને મહેસૂસ કરતો જાય છે.
રાણા વિજય ‘ગુમનામ’ (ગાંધીનગર)

ક્યારેક

દિલની વાત તને
કહીશ ક્યારેક,
મારી સામે જો તું
મલકાઈશ ક્યારેક.
સુરાલયમાં જવાનું તો
રોજનું થયું,
તારી ગલીમાં પણ
નીકળીશ ક્યારેક.
મહેંદી લાગી હોય ભલેને બીજાના નામની,
સપનામાં તને હું દેખાઈશ ક્યારેક.
કોઇક દિ’ દિલથી યાદ કરીને તો જોજે,
તારી આંખથી આંસુ થઈ વહીશ ક્યારેક.
આજ મન ભરીને જોઈ લેવા દે તને,
નહીંતર કબરમાં સળવળીશ ક્યારેક!
પ્રવિણકુમાર લવજીભાઈ પારધી ‘અજનબી’ (વિરમગામ)

સ્નેહ

શોધે છે, નજર તુજને, મળીજા એકવાર
કે દિલ તો મળશે ઘણા, પણ સાચો ‘પ્રેમ’ નહીં મળે
આજ સુધી રાહ જોઉં છું, આ રાહ પર તારી
કે કાલે જુએ તું એ રાહ પર રાહ મારી,
પણ ત્યારે તને દૂર સુધી મારો કોઈ ‘સાદ’ના મળે
મળાવી દે તુજ મનને મુજ મનથી
કે પછી જ્યારે તુ શોધે ને પણ, ક્યાંય તને‘હૈયાનો હાર’ના મળે
નમી છું તુજને ખાતર પૂછીજો હાલ મારો,
કે કાલે આંસુ વહી જાય જોતાજ તુજને,
પણ દિલમાંથી કોઈ ‘ફરિયાદ’ના મળે.
ભૂલી છું દુનિયા તારી ચાહમાં,
કે પછી તુ છોડે દુનિયા પણ, તને ‘મારી સંગાથ’ના મળે.
ઇચ્છુ છું. તારી સાથે જીવવા આ જંિદગી,
કે પછી તું સ્વીકારે મને પણ ત્યારે તને -
મારો ‘આભાસ’ પણ ના મળે
જીવુ છું. તારી એક આશા લઈને,
કે પછી તું ચાહે મને પણ ત્યારે તને-
મારો ‘વિશ્વ્વાસ’ પણ ન મળે.
બસ એકવાર વસાવી દે, ‘પ્રેમ’ તું આ દિલમાં
કે કાલે ફંફોળી થાકે તું આખી ‘આત્મકથા મારી’
પણ ક્યાંય તને ‘તારી યાદ’ પણ ના મળે.
જયશ્રી દત્ત
પારસનગર, સોલા રોડ (અમદાવાદ)

સુમન સમક્ષ

વહેતી નદી મંદ મંદ પવન, કર મુજ તુ પ્રિત જતન,
નડે દુનિયા તું થાજે કઠણ,નિભશે પ્રિત ત્યારે સજન,
રસ્તે-રસ્તે મંદ વાતો પવન, ગમતું તારી સાથે ગમન,
ખિલ્યા સુમન સુગંધ સભર,લઈએ વચન ચાલ એની સમક્ષ.
દશુ રાવત (અમદાવાદ)
મિલનની રાત
એ રાત પણ હજુ યાદ આવે છે,
મોંઘેરુ એ મિલન યાદ આવે છે.
સ્વપ્ન હકીકત બનશે ખબર ન’તી,
તારા બદનની હજી સુવાસ આવે છે.
જોરથી પકડી હતી બાંહોમાં તને,
હજી ધડકનનો અવાજ આવે છે.
એ રાત જ્યારે યાદ આવે છે.
બાંહોમાં પણ ગરમાહટ આવે છે
એ ચુંબન પણ બહુમુલ્ય હતું
હજુ પણ તેનો અણસાર આવે છે.
ગોહેલ નરેશકુમાર એમ.
(પાલીતાણા)

આદત છે

ઠોકરો ખાવાની અમને તો આદત છે,
અપમાન હડહડતું સહેવાની અમને તો આદત છે,
તો પણ નામ એનું જ લેવાની અમને તો આદત છે.
રૂઝાઈ જશે જો ઘા તો શાયદ ભૂલાશે એ,
અન્યથી આઘા એની સાથે એકાંતમાં,
જખ્મો હર્યાભર્યા રાખવાની અમને તો આદત છે.
સમયની સમજણ હોતી હશે કદી પ્રેમમાં?
અડધી રાતે આભમાં જોતા જોતા,
એની રાહ જોવાની અમને તો આદત છે.
સમય સાથે ઉતરે છે ઊંડા મૂળ ‘પાગલ’ પ્રેમના,
વ્હાલની વડવાઈથી વિસ્તરીને વરસોવરસ,
ઘેધૂર વડલો થવાની અમને તો આદત છે.
ડૉ. પ્રણવ ઠાકર ‘પાગલ’ (વઢવાણ)

તું

મારા અંતરની ઇચ્છા છે તું,
શમણાને હકીકત બનાવ તું,
સમય સાથે સરકતી જંિદગીને,
તારા પ્રેમની સોગાતથી શોભાવ તું,
મન મંદિરમાં પ્રેમની મૂરત છે તું,
તારી પૂજામાં તલ્લીન છું હું,
ભલે દુનિયા કહે પગલી કે દીવાની,
મારી જંિદગીની મંજિલ છે તું,
હૃદયમાં પ્રેમની કૂંપળ ખિલાવ તું,
કલ્પનાના દિલને ઉપવન બનાવ તું.
કલ્પના દરજી ‘મન’ (ભુજ)

સ્વપ્ન સફર

કોક’દી આંખોમાં એમની, સફર અમે કરતાં’તા
કાજળ લગાવીને ક્યારેક, એ અમને ભાન ભુલવતા’તા.
કદીક અમે પ્રેમ ભરેલું એક બુંદ શોધતા’તા
ત્યાં તો સામે પ્રેમસાગર આવીને ઉછળતા’તા.
કરતા કરતા પરિભ્રમણ, આંખોના લંબગોળ રસ્તે ફરતા’તા. આ પૃથ્વી અને ચંદ્ર ત્યારે અમને જોઈ શરમાતા’તા.
પ્રેમના ઇશારે એ, કદીક આંખ એક ઝપકતા’તા.
એ મૃગનયનીના નયનોમાં અમે અંદર અંદર ડુબતા’તા.
અક્ષિસાગરમાં કદીક, ભરતી-ઓટ પણ આવતા’તા
અઢળક ત્સુનામી આવે તોયે, અમને એ સંઘરતા’તા.
પણ એકદી હૃદયે થયો’તો ખળભળાટ,
ને આંખેથી મોતી સરતા’તા.
લાગ્યું ચક્ષું એ તજ્યું છે ‘‘સ્વપ્ન’’
ત્યાં તો એના અધરોએ અમે તરફડતા’તા.
ગૌરાંગ કે. પટેલ ‘સ્વપ્ન’
(મુ. લીમપુર, જિ.ઃ પંચમહાલ)

અઘૂરી

સૂરજ ઊગે ને આવે તારી યાદ
તુજ વિના મારી પ્રભાત અઘૂરી છે.
આંખોમાં આંખ પરોવી
હું ડૂબી ગયો તુજમાં
પણ, હોઠો પર આવેલી એ વાત અઘૂરી છે.
તારા વગર ફિક્કાં પડ્યાં છે
ચમનમાં ફૂલ
ને મધપૂડામાં પલ મીઠાશ
અઘૂરી છે.
દુનિયાથી બેફિકર- રહેતાં આ પલ તરબતર
આવી પલ જા, એ મુલાકાત અઘૂરી છે.
અસંખ્ય તારાઓ મહીં રડી પડી આજ ચાંદની
કે, સપનાની કોઈ રાત અઘૂરી છે.
આમ જ ગમગીન રહેશે અંત ‘જીનુ’ની ગઝલનો
તારી દાદ વિના જેની શરૂઆત અઘૂરી છે.
જીતેન્દ્રકુમાર ‘જીનું’ (માંડોત્રી-પાટણ)

Monday 23 July 2012

દુર્ગમ દશા

નીર સુકાયા ને થઇ ખેંચ વરસાદથી
હવે સવાર સાંજ થઇ પાણી વગરની
થશે કેવી દુર્ગમ દશા માણસજાતની
પરખ તારી હંમેશા પાડીશું પાર હામથી

===પારસ હેમાણી====તા. ૨૩/૦૭/૨૦૧૨

મનોવ્યથા

------------------------------------------------------------------------
વિરહરસ જેટલો સતાવે મને, પ્રેમરસ એટલો જ દજાડે
તારા વિના જીંદગી હવે તો, હરપળ મને ખુબ સતાવે

તું વતનમાં હું પરદેસમાં, અંતર હવે તો ખુબ લંબાવે
તારી મીઠી યાદો, હવે ગહેરી ઊંઘમાં પણ મને ઝબકાવે

દિવસ રાત બસ તારું રટણ મનને હવે તો ખુબ હંફાવે
દિલ પ્રેમના અમીકુંભ હવે અવિરતપણે ખુબ છલકાવે

નામ તારું સ્મરું અને મારા રોમેરોમ મને જ સળગાવે
આહ ભરું છું ભારોભાર, અહી કોણ છે જે એને સંભાળે

ટીપેલ રોટલા, મને તારી નકશીની ભ્રાંતિમાં ભરમાવે
ભાત તારા હાથનું, હવે એ મીઠપ ખુબ દાઢે સળવળે

ઘૂંઘટમાં દેખું કોઈને, તારા એ નયનો મને નજર આવે
મંગલફેરમાં મેં આપેલા વચનો આજ મને યાદ કરાવે

આજ ની આ રિયાસત હવે મને ખંડેર થી બદતર લાગે
તારા ખોળે સુવાના ઓરતામાં ક્ષણ વરસો જેવી લાગે
-કુશ

સાથ માંગું છું...

"તમારી યાદ નું પુસ્તક નહી પણ,
એ પુસ્તક માં રહેલું પીછું માંગુ છું,

તમારી મિત્રતા નાં ફૂલો નહી પણ,
એ ફૂલ ની એક પાંદડી માગું છું,

તમારા ગાઢ વિશ્વાસ નો વરસાદ નહિ પણ,
એ વરસાદ નું ફક્ત એક બુંદ માગું છું,

મારે નથી જોઈતી કોઈ અવનવી સૌગતો, બસ,
હું તો સો ડગલાં નો તમારો સાથ માંગું છું..."
-પ્રિયંકા ગજ્જર (પંછી)

Saturday 21 July 2012

ખબર નથી આ તે કેવો અહેસાસ થાય મને

ખબર નથી આ તે કેવો અહેસાસ થાય મને ...
લાગે હૈયા નો કોઈક તાર તોડતો જાય મને ....

ખુદ થી પણ વધુ વિશ્વાસ હતો જેના પર મને ..
હવે છતરાયા નો આછો આભાસ થાય મને ...

સાથ મળતા જ મળી હતી હૈયે ટાઢક મને ...
પણ હવે અંતર માં લાગી કાળી લાહ્ય મને ...

યુગો બાદ એનો મળ્યો હતો અખૂટ પ્રેમ મને ...
લાગે હવે એ હાથ થી સરકતો દેખાય મને ...

જરૂર કિસ્મત રીસાણી છે મારી આ જન્મે ...
મન મારું રૂંધાય એના વર્તન થી વર્તાય મને ...

કાંક લાગ્યો એને નશો નવી આંખો નો "સિમી"
રહી રહી ને એ વિચારતા બધું સમજાય મને ...

સ્મિતા પાર્કર (૨૦.૭.૨૦૧૨)

ત્યાં એક ક્ષણ એવી આવી...

તારી લાગણી ભીના હાથનો સ્પર્શ થયો,
મારા દિલમા થવા લાગી મીઠી વેદના જોને.

ત્યાં એક ક્ષણ એવી આવી....
તારી લાગણીનો ધોધમાર વરસાદ થયો,
મારા શરીરમાં કઈક અવો અનુભવ થયો,
મારા રોમ રોમને પ્રણયનો અહેસાસ થયો.

મનમાં એવો તે કેવો આભાસ થયો !
મારા દિલના દરવાજે ઉઠીને જોઉં તો,
તારા મીઠા મધુરા સપનાનો અહેસાસ થયો.

આંખો ખુલતા જ 'અશોક' હવે મને લાગે,
તારા વીનાનો આ એક દસકો કેમ પાર થયો..

-અશોક વાવડીયા,
૨૧/૦૭/૨૦૧૨,

મેં તો વાવ્યાં હતા પ્રીત ના અંકુર

મેં તો વાવ્યાં હતા પ્રીત ના અંકુર પણ કાંટા નીકળ્યા ...
વહેતી જ્યાં સ્નેહ ની નદી પણ દુખ ના ફાંટા નીકળ્યા ...

સેર કરાવતા મને રોજ પ્રેમ ની જન્નત ની દુનિયા માં ...
પણ એતો રોજ નવા ફૂલો ના રસિક ભ્રમર નીકળ્યા ...

બનાવ્યા જેને મેં પ્રેમ થી હૈયા ના સિંહાસને સરતાજ ..
એના કરેલા કાળા કામ થી અહી નત મસ્તક નીકળ્યા ...

વિહરતી રોજ હું એમના મીઠા શમણા ના સ્વર્ગ માં ...
તૂટ્યા આજે એ શમણા મારા સઘળા ભ્રમ નીકળ્યા ...

લઈ હાથ માં હાથ દીધા કોલ જેણે સાત જનમ ના ...
સાત દિન માં જ લઈ કાંધે પ્રીત નો જનાજો નીકળ્યા ...

પારસમણી છું કહી બનાવી દીધી સોનું મને"સિમી"
પરખ્યા મેં તો એ જ પોતે કટાયેલું કથીર નીકળ્યા ....

સ્મિતા પાર્કર (૨૧.૭.૨૦૧૨)

Tuesday 17 July 2012

"કસમ છે તમને"

તમે દજાડ્જો મને,ક્યારેક ઠારજો પણ મને,
કસમ છે તમને હજી વધુ પરખજો મને...

હૂં ખાક બની પથરાયો તમારી રાહો માં,
સમજી રાહનો પત્થર ન હટાવજો મને..
......કસમ છે તમને હજી વધુ પરખજો મને...
......તમે દજાડ્જો મને,ક્યારેક ઠારજો પણ મને...

હું દિપક એવો, કે આંધીઓ એ ઉછેરીયો છે,
બુજાવી નહિ શકે આ સમય ની હવાઓ મને..
......કસમ છે તમને હજી વધુ પરખજો મને...
......તમે દજાડ્જો મને,ક્યારેક ઠારજો પણ મને...

હું પોતેજ મારી જાતથી થઇ ગયો અજાણીયો,
જો શક્ય બને તો મુજને મુજથીજ મળાવજો મને...
......કસમ છે તમને હજી વધુ પરખજો મને...
......તમે દજાડ્જો મને,ક્યારેક ઠારજો પણ મને...
હબીબઅલી...
૦૭/૧૬/૧૨-સોમવાર.

નથી હવે કરવો ક્યાય મુકામ

નથી હવે કરવો ક્યાય મુકામ આ દુનિયા માં ...
મને તમારી પાંપણ ના પડદા માં જ રાખો ...

અરે !હૈયા ના દાન તો કરી દીધા તને કયારના .....
હવે સજાવું છું શમણા તારા રાત ભર લાખો ...

કૈક હલચલ માં થાય આંગણે તું જ હશે આવ્યો ...
એમ જ સફાળી જાગી ઉઠું ને ચોળું હું આંખો ...

લાગે એવું હું જાણું છું તને જન્મો જનમ થી ....
થયા કરે એવો રોજ મને અણસાર તારો ઝાંખો ...

જીવન ભર પીધા સમય ના કડવા ઘુંટડા"સિમી"
હવે કહો પ્રીત ના અમૃત તમે લગાર તો ચાખો ....

સ્મિતા પાર્કર (૧૬.૭.૨૦૧૨)

સફરની મુલાકાત

‘‘યાદ બની વસી ગઈ
સફરની મુલાકાત
કોણ જાણે કોણ હતી
એ રચી ગઈ પૂનમની રાત.
તેજ હતું એમનું એવું
જાણે અવનીએ ઉતરી કોઈ પરી
છલકતા હોઠ સૂર ખેરવતાં
કેવી પ્રેમની રજુઆત
ઢળતા રવિની પ્રતિજ્ઞા
મિલન બનતું અમારું
સાક્ષી બની ઊભો રવિ
જાણે પ્રેમની કરતો કબુલાત
હવે દૂર થયો તુજથી
કેમ કરી મળું તુજને
ગઝલ થકી કહું ઘણું
સમજજો અસરની ભાત
સારસ બનીને બેઠો વિચારે
શ્રાવણે મળશે જળ ‘‘બંિદુ’’
ભરોસે કોઈ વાદળ નથી
આ કેવી અમારી પ્રભાત?
હતી એક પરી એવી
જે ખુશીઓની હતી ભરથાર
બસ, યાદ બની વસી ગઈ
‘‘રાધે’’ સફરની મુલાકાત....!’’
પ્રણાલી અનિલ ‘‘રાધે’’
(બામણવાડ, મોડાસા, સાબરકાંઠા)

ભાગ્ય પણ બદલાઈ જાય છે

ખીલે છે જે ફૂલો તે સાંજનાં કરમાઈ જાય છે,
કદી માળીના હાથે પણ, ફૂલો ચૂંટાઈ જાય છે.
કરે છે દૂર અંધારૂ ને ઓજસ પાથરે સૂરજ,
છતાં વાદળની ઓથે, એ રવિ ઢંકાઈ જાય છે.
નથી રહેતાં દિવસો એક સરખાં કોઈનાં અહંિયાં,
ઘડીભરમાં કોઈનું ભાગ્ય પણ બદલાઈ જાય છે.
વસે છે દૂર સ્નેહીઓ પણ એની યાદ પાસે છે,
મળે છે કોક દિ પણ મન કેવું હરખાઈ જાય છે.
નસીબ કરતાં વધારે કોઈને કાંઈ નથી મળતું,
કદીક હોઠે આવેલો જામ પણ ઢોળાઈ જાય છે.
શીખીને કોઈ આવે ના બધાં અહીંયા જ શીખે છે,
મળે જેને અનુભવ ખૂબ, તે ઘડાઈ જાય છે.
યોગેશ આર.જોષી (હાલોલ)

બે-દિલ

મને પ્રેમમાં ઝૂરતો જોઈ
કદાચ પથ્થર પણ પીગળી જાય,
પણ પથ્થર કરતા પણ બદતર
એ દિલ પર કંઈ અસર ન થઈ.
એમના પ્રતાપે મને ઘણું મળ્યું છે
આ ઝખ્મોના રત્નો,
આ આંસુઓના મોતી
પણ, આભાર માનુ ખૂદાનો,
કે તોય આંખો તો
તેમની જ રાહ જોતી.
શબ્દો જ્યારે ‘મૌન’ ધારણ કરે છે,
ત્યારે સમજણથી કામ લેવું પડે છે
પણ, જ્યારે ‘બે-દિલ’ની વાત આવે,
ત્યારે તો કોઈ અંગતનું જ નામ આવી ચડે છે.
હવે, નથી વિશ્વાસ મને
ખુદાની-ખુદાઈ પર
જો તુજ સત્ય હોય તો
‘બે-દિલને’
મેળાવી સાબિત કર કે,
તૂજ ભગવાન છે.
વાઘેલા પ્રદિપસંિહ એસ. (મુ-ગતરાડ)

જીવી રહ્યો છું

યાદોનો એક સહારો લઈને
જીવી રહ્યો છું
જીગરમાં તસ્વીર તમારી લઈને
જીવી રહ્યો છું
નયનમાં દરિયો આંસુઓનો લઈને
જીવી રહ્યો છું
છેલ્લા શ્વાસ સુધી ઈન્તજારની
એક ટેક લઈને
જીવી રહ્યો છું
આવે ભલે મોત પરવા નથી છતાં
એક કફનની ઈચ્છા લઈને
જીવી રહ્યો છું
‘‘મુકેશ’’ તો હંમેશા હસતો જ રહે છે
પણ ‘‘મન’’ આખરે તારી મુલાકાતની
એક છેલ્લી આશ લઈને
જીવી રહ્યો છું.
મુકેશ કે.રાવત (નાગવાસણ)

જીગર જાન-દોસ્ત

આંસુ હોય મારી આંખમાં તો એ રડી પડે છે
મારી એક ખુશી માટે એ બધાં સાથે લડી પડે છે
મંઝિલનાં એક-એક મુકામે જ્યારે પણ એની જરૂર પડે છે
સાથ આપવા મારો એ હંમેશા તૈયાર રહે છે
ઘણી વાતો આ મન બધાંથી છુપાવે છે.
એ એક છે જે મારી આંખોથી બઘું વાંચી લે છે.
મારી પસંદ-નાપસંદ બઘું એ જાણે છે
અવનવા ઉપાયોથી એ હંમેશા મને ખુશ રાખે છે.
હું હોઉં ખુશમિજાજમાં તો એ પણ મહેંકી ઉઠે છે
મારી એક હસીમાં પોતાનાં સેંકડો ગમ છુપાવી દે છે.
કેવી છે આ ગાંઠ પ્રીતની જે હંમેશા અમને બાંધી રાખે છે.
હા એજ દોસ્તની દોસ્તી જે બધાંથી ખારી લાગે છે.
જયોતિ એ.ગાંધી (મોરબી)

અહેસાસ

બંધ આંખોમાં ભાસ થયો તમારો,
હળવેથી એક મુસ્કાન આવી,
સમીરની સાથે મીઠી લહેર લાવીને,
કાનમાં કંઈક ગણગણાટ થયો તમારો,
ત્યારે જ થવા લાગી દિલમાં મીઠી વેદના,
ત્યાં જ એક ઘડી આવી
ગર્જનાની સાથે વર્ષા લાવીને,
તનમાં કંઈક સ્પર્શ થયો તમારો,
મન મુકીને વર્ષો તમો,
મનમાં કંઈક આભાસ થયો તમારો
આંખો ખોલીને જોયું તો
એક મીઠા શમણાંમાં અહેસાસ થયો તમારો.
શર્મિષ્ઠા જી. પટેલ (મહેસાણા)

યાદ

જ્યારે આંબાવાડીમાં કૂક સંભળાઈ કોયલની,
ત્યારે યાદ આવી મને તારા મંજૂલ સ્વરની,
જ્યારે ઉપવનમાં જોઈ અર્ધખીલી ફૂલોની પાંખડી,
ત્યારે યાદ આવી મને તારા કંપતા અધરોની મૂક વાણી,
ઉષાની લાલિમા હતી તારા ચહેરામાં,
વિજળીની ચમક હતી તારા નયનોમાં,
ઘરઘોર વાદળોનો અંધકાર છુપાયો હતો તારા શ્યામ કેશ-કલાપમાં,
પવન કરતા પણ અધિક વેગ હતો તારી ચાલની રફતારમાં,
જીંદગીની વીણામાં મને સંભળાતી હતી મસ્ત મજાની સરગમ,
ઝાંઝરની ઝણકાર સાથે તાલ દેતી હતી તારા દિલની ધડકન,
પ્રિયે, શોઘુ છું હું તને હર ગાંવ અને શહેરમાં,
પળભર માટે પણ ઝલક બતાવી જા મારા સ્વપનમાં.
શ્રીમતી ફિઝ્‌ઝા એમ. આરસીવાલા (મુંબઈ)

થાવું છે

છેક સૂની બંસરીનો સૂર થાવું છે,
રાહ જોતી આંખડીનું નૂર થાવું છે.
રોકવા ચાહું તમારી છેડતી, પ્રિયે!
એટલે સેંથી તણું સંિદૂર થાવું છે.
કેફ તો ચડતો નથી એકેય આસવનો,
પી તમારા હોઠને ચકચૂર થાવું છે.
એટલી દોલત નથી કે તાજ બંધાવું
એટલે મજનૂ બની મશહૂર થાવું છે.
પાથરું ફૂલો તમારી રાહમાં નિશદિન
સ્વર્ગ દેખાડી કદી ના દૂર થાવું છે.
લાગણીના આજ બારે મેઘ વરસાવી
પ્રેમની સૂકી નદીમાં પૂર થાવું છે.
જગદીશ સાઘુ ‘પ્રજ્ઞેય’ (સૂરત)

તો શું કરું?

યાદ તારી આવે તો શું કરૂ?
શમણા નિત સતાવે તો શું કરૂ?
પ્રેમ તારો મુજને પહોંચાડે પરાકાષ્ઠાએ,
પ્રેમ એવો તું જતાવે તો શું કરૂ?
નયન ભીના થયાં, તારા સ્મરણ થતાં,
લાગણી એવી બતાવે તો શું કરૂ?
એકલતા કોરી ખાતી મુજને હવે,
તારા વિના જીવન સુનુ લાગે તો શું કરૂ?
પ્રણયમાં થઈ ગયો છું સાવ પાગલ,
તું હોય ત્યાં ‘વેદ’ આવે તો શું કરૂ?
‘વેદ’ કિરણ દરજી
(પલ્લાચર, તા-પ્રાંતિજ)

સફરના સંવાદો

નૌકા ના આ શાંત સફરમાં, સાંજ અને એકાંત છે,
દૂર કિનારા પર સંભળાતી, લહેરોની શહેનાઈ છે,
આ તારી શરમાતી નજરો, થોડો ઈશારો કરે તો કહું,
ખુદ મારી અધીરી ઉમંગો, થોડી ફુરસદ દે તો કહું,
જે કાંઈ તમારે કહેવું છે, એ મારા પણ દિલની વાત હશે,
જે છે મારા સ્વપ્નોની દુનિયા, એ દુનિયાની એ વાત હશે,
કહેતા મને ડર લાગે છે, એ વાત કહી ન તને ખોઈ બેસુ,
આ તારો જે સાથ મળ્યો છે, એ સાથના તારો ખોઈ બેસુ,
સાચેજ તમારી રાહમાં, ફૂલની સેજ સજાવી બેઠી છું,
આજે કહેવું હોય તે કહી દેજો, હું આશ લગાવી બેઠી છું,
આપણા દિલો નો મેળ થયો છે, હવે વાતોથી શું કહેવું છે,
આજ નહી તો કાલે કહીશું, હવે તો સાથે રહેવું છે,
સૌને અધીરા કરે, એ સંવાદો તો રાધાકૃષ્ણના છે,
કળિયુગમાં સંસારનો સાર સમજાવતી, ઈશ્વરની અદભુત પ્રેરણા છે.
રૂષિ કાગળવાળા (અંધેરી-મુંબઈ)

રહી નથી શકતો

આ મહોબ્બત છે શું? સમજી નથી શકતો,
લાગણીના આ ભાર ખમી નથી શકતો.
વિશ્વાસ રાખ તારી જીત થશે એવું મિત્રો કહે છે,
ખોટા દિલાસા હવે સહી નથી શકતો.
હું ક્યાં કહું છું આ દુનિયા સતાવે છે,
હું ખુદ જિમ્મેદાર છું કે જીવી નથી શકતો.
બહારો આવી છે વસંતો ગુલશનમાં પણ શું?
મહોબ્બતની ગલીમાં એના વીના રહી નથી શકતો.
ઓ ખુદા જોઈ છે તારી ખુદાઈ હવે બસ કર,
એના વિના હવે રહી નથી શકતો.
મૌન છે અધર આજ સુધી, ને રહેશે,
‘‘પરી’’ તુજ પોકાર વિના હવે રહી નથી શકતો.
રજનીકાન્ત ‘‘રાજન’’
(બ્રામણવાડ-મોડાસા)

Monday 16 July 2012

કોણ જાણે મારા હાથમાં....

કોણ જાણે મારા હાથમાં કેવો આંકો છે,
નસીબે લખ્યાં બસ વળાંકોજ વળાંકો છે.

નસીબનો ફૂટેલો છે જણ આ પ્રેમ બાબતે,
કહેછે હસીનાઓ કે બાકી છોકરો બાંકો છે.

સફળતાની યાદીમાં નહિતો હું પહેલોજ છું,
પણ અવળા અહીં કુદરતના બધા ક્રમાંકો છે.

રઘુવંશી છું પગે પડીને નહિ કરગરૂં કદિ,
પરાક્રમે કરીશ સીધા ગ્રહોને હજુય ફાંકો છે.

લાગે છે ગમ્યું નથી એટલેજ છોડી જાવ છો,
જિંદગીના નાટકના બાકી હજુ જે અંકો છે.

વિનોદ નગદિયા (આનંદ)

તારી યાદ નો દિલ શિકાર છે.

તારી યાદ નો દિલ શિકાર છે.
ધડકનો પર તુ સવાર છે.

એક નઝર નઝર ને મળી અને
તીર દિલ ની આરપાર છે.

સુરા મા ક્યાં હવે કેફ છે ?
અધરો માં સુરાલય હજાર છે.

ઘુંઘટ તે ખોલ્યો સહેજ ત્યાં
ચર્ચા રૂપ ની ભર બઝાર છે.

મળે જો મને મને બસ એક તુ
પછી ખુદા મને ના ગવાર છે.

તારી યાદ નો દિલ શિકાર છે
ધડકનો પર તુ સવાર છે. ......... સુકેશ પરીખ

પાનખર

શૂન્યતામાં પાનખર ફરતી રહી,
પાંદડીઓ આભથી ખરતી રહી.

શ્વાસો હવામાં ભળતા રહ્યાં ને,
મુખમાંથી આહો ઝરતી રહી.

સમય કમળની સુકેલી પાંદડી,
ગગનમાં આમતેમ સરતી રહી.

રિકતતાનું ભાન મને મોડું થયું,
આશા ઠગારી કામ કરતી રહી.

કિકિની ભીનાશ ઝાંખપને ખેંચે,
એનાથી આંખ મારી ઠરતી રહી.

શંકાને શમણે બેસીને શૂન્યતા,
સુતેલી પલકોથી ડરતી રહી.

પર્ણોની સુકી લાશોના સથવારે,
શૂન્યતામાં પાનખર ફરતી રહી.

વિનોદ નગદિયા (આનંદ)

સરી ગયા

નઝરમાંથી ચહેરાઓ તો કૈંક નમણાં સરી ગયા,
ઘાયલ બસ એજ કરી ગયા જે હમણાં સરી ગયા.

ચાંદ સુરજ ની જેમ નિશ્ચિત હતા એના રસ્તાઓ,
ઊગમણેથી એ આવ્યા અને આથમણા સરી ગયા.

હજુય ઊંઘમાથી જાગ્યો નથી બસ એજ સાબિતિ છે,
કોણ કહે છે કે મારી આંખમાંથી શમણાં સરી ગયાં.

આયનામાં જ્યારે ખુદને બદલે બીજા કોઇને જોયાં,
હોઠો પર થી "આનંદ" ના સ્મિત બમણા સરી ગયા.

વિનોદ નગદિયા (આનંદ)

દંભ નામે

દંભ નામે દેશમાં પેદા થતી તલવારનો
આપણે હાથો છીએ બસ એમના હથિયારનો,

બદનજર નાખે જ શેનો ભૂલથીયે આ પવન,
રેડ એની આંખમાં તેજાબ પેલ્લી ધારનો

હું તને ભૂલી ગઈ છું તું મને ભૂલી જ જા….
એટલો ઉત્તર મળ્યો માએ લખેલા તારનો,

મેં જરા અમથી હલાવી પાંખ પિંજરમાં જ ત્યાં
એમણે ચીંધી બતાવ્યો ચોપડો ઉપકારનો

બસ અમે તો રોટલાથી રોટલા વચ્ચે જીવ્યા
ખ્યાલ અમને હોય ક્યાંથી વાર કે તહેવારનો

એક તરણું ભૂલથી અડકી ગયું શું આભને….
ટોચને મુદ્દો મળી ગ્યો ખીણથી તકરારનો
ચંદ્રેશ મકવાણા
 

ઇચ્છા

હવે ઇચ્છા મારે નવા પગરખા પહેરાવી દોડાવી છે
તમે ઇચ્છા રોકી શકાય એવી બધે આડસ બંધાવી છે

બધા સંવાદોને જુવો..કદી ઝંખના અટકી તારા માટે?
તનેમારી દેવી કહી..સદાયે ગઝલમા મે બોલાવી છે

અજાણ્યા જાણીને નશીબ લઇ જાય છે જાણીતા લોકોને
અને બાજી તકદીરની ફરી એટલે મારે ખોલાવી છે

સુણાવ્યા દુખડા કાગજી ડણક મારતા શેરોની સામે મે
અને લોહીની ધાર નીકળે ત્યાં પ્રથા સારી રોવાની છે

તમારી મારી વાતનો કદી અંત ના આવે હું ઇચ્છું છું
પ્રથા બે જીવો ના મળી શકે એ હવે મારે તોડાવી છે

બિમારી પણ જો જાન લઇ શકે તો..બધા માણસ મરતા જાશે?
અને દવા જે રોગની નથી..એ દવા મારે શોધાવી છે

ભલે કિસ્મતની ચોટ આપણા આયખાને લાગી ગઇતો શું?
હવે મારે તકદીરથી છુપાવી નવી રેખા દોરાવી છે

(નરેશ કે.ડૉડીયા)

દીકરી

વહાલો શબ્દ ને ઘર ની લાજ ,ઉંબરો તું દીકરી ,
પામી ને ખુશ છતાં ચિંતાતુંર માં-બાપ તું દીકરી .

જગ ના ઉજ્જડ બાગ માં લાગણી કેરું ફૂલ તું દીકરી ,

છતાં સ્થાન તારું આજ પણ પગ ની તળે તું દીકરી .

દેવી થઇ પૂજાય જગત ભર માં જનની થઇ તું દીકરી,
માતપિતાની પોતાની છતાં સાવ પારકી તું દીકરી .

પરિસ્થિતિ બદલાણી દશા તારી સરખી જ રહી તું દીકરી ,
ઘણી ઠોકરો ૨૧ મી સદી એ પણ આપી કે તું દીકરી .

વહાલી છતાં કેહવાણી સાપ નો ભારો તું દીકરી ,
તારે દુખે દુખી આ જગત આખા ની જોગણી તું દીકરી .

પણ છતાઈ બહોળા વહાલ નો દરિયો તું દીકરી,
જીંદગી તારા વગર અધુરી માતપિતા ની તું દીકરી .

માતપિતા ના ખોળિયા કેરો પ્રાણ તું દીકરી ,
એના જીવન નો સાચો આધાર તું દીકરી .

કૃતિ ૧૬/૭/૧૨

Thursday 12 July 2012

જીવનભરના તોફાન ખાળી રહ્યો છું

જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઈશારે ઈશારે.
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતિક્ષા કિનારે કિનારે.
અહીં દુખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.
સુજનની કબર કે ગુનેગારની હો, છે સરખી ઉદાસી મઝારે મઝારે.
હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર, કલા મારી મોહક વિચારે વિચારે.
નથી આભને પણ કશી જાણ એની, કે મેં ચાંદ જોયા સિતારે સિતારે.
અમારા બધાં સુખ અને દુખની વચ્ચે, સમયના વિના કંઈ તફાવત ન જોયો.
બધીયે મજા હતી રાતે રાતે, ને સંતાપ એનો સવારે સવારે.
નથી ઝંખના મારી ગમતી જો તમને, તો એનું નિવારણ તમારું મિલન છે.
તમે આમ અવગણના કરતા જશો તો, થતી રહેશે ઈચ્છા વધારે વધારે.
અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો, હકીકતમાં કોની છે સાચી બુલંદી.
જવાબ એનો દેવા ઊઠી આંગળીઓ, તમારી દિશામાં મિનારે મિનારે.
જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર, ફક્ત એક શરત છે ગતિમાન રહેવું.
નવા છે મુસાફર વિસામે વિસામે, નવી સગવડો છે ઉતારે ઉતારે.
મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
– ‘મરીઝ’

હ્રદય છલકાઇને મારું તમારો પ્યાર માંગે છે

હ્રદય છલકાઇને મારું તમારો પ્યાર માંગે છે
ભરેલા જામ જાણે ખુદ હવે પીનાર માંગે છે
ન વર્તન જો ગમે મારું તો તું વ્યવહાર રહેવા દે
જમાના કેમ તું હાથે કરી તકરાર માંગે છે
ખરે છે રોજ તારાઓ ભલા શાને ગગનમાંથી
મુલાયમ કોણ એવો નિત્યનો શણગાર માંગે છે
સહારો આંસુઓનો પણ હવે ક્યાં બાકી
રુદનના કારણો દુનિયા ખુલાસા વાર માંગે છે
-કૈલાસ પંડિત

Tuesday 10 July 2012

જોઈએ

પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ,
બે દિલ વચ્ચે બસ કટારી જોઈએ,
આપણા જ ઘરમાં હો ચાલે નહિ,
સામેનાં દિલમાં ય બારી જોઈએ,
ઈશ્વર અને સ્ત્રીમાં છે સામ્યતા,
બેઉને માટે પૂજારી જોઈએ,
જો એ સૂતા હોય અગાસી પર,
તો ચાંદ પર મારે પથારી જોઈએ.
પ્રિયંક કે. લંિબાચીયા
(પાટણ)

બેવફા

દોસ્તો, ‘‘સખી’’ની એક વાત તમે યાદ રાખજો,
દિલથી દરેકને દસ ફુટ દુર રાખજો.
પ્રેમ કરતા કરી લેશો, પછી દર્દનું શું?
ઝખમો વેઠવા દિલને તૈયાર રાખજો.
બેવફા છે બધા, વફાની આશા જ નકામી,
ખંજરથી બચવા કાતિલ નજર રાખજો.
ફના થઈ જવાના અરમાન ભલે હોય તમારા,
પ્રેમના પારખા કરવા એક અવસર રાખજો.
મોત પછી કોઈ નહીં આવે કબર પર,
દિલ કેટલું રડશે એનો અણસાર રાખજો.
પંિકલકુમાર જે.પરમાર ‘‘સખી’’
(મેનપુરા-બાલાશિનોર)

યાદોનાં કિનારે

એક સ્મૃતિ પાર નું વર્ષ
વહે છે મ્હારા મગજે
હું હતો ત્યારે લોકો સાથે
સ્નેહ સંગાથે
કોણ જાણે કેમ
હું એકલો છું આજે
પેલી વસંત મને યાદ છે
એ યાદોનાં કિનારે ભટકું છું
લાગે છે યાદ અહંકારી
નદીનાં નીર જેવી યાદો
ને... વહેતી જોઈને થાય છે
આખર ગમે એને ખારો સમુદ્ર જ તે...!
મુકેશ મહેતા ‘નિસર્ગ’
બામણિયા (મહુવા)

ખૂબ ગમે છે...

એનો ચહેરો મને ખુબ ગમે છે,
એની સાથેની દરેક પળ મને ખુબ ગમે છે.
બની છે એ ફક્ત મારા જ માટે,
એના દરેક સ્વપ્નાઓ મને ખુબ ગમે છે.
એના દરેક શબ્દો મને ગમે છે,
એ બોલે તો ગમે જ છે પણ,
એનું મૌન પણ મને ખુબ ગમે છે.
એની આંખોની તો શું વાત કરુ,
એવી દરેક નઝર મને ગમે છે,
મીઠી તો મીઠી ગુસ્સાભર પણ ખૂબ ગમે છે.
હવે, વઘુ તો શું કહું ‘શાયર’
એનું દુનિયામાં આવવાથી જ,
હવે દુનિયામાં રહેવું ખુબ ગમે છે.
વિનય બી. પ્રજાપતિ
(બિલીમોરા-નવસારી)

ક્યાં ચાલ્યા તમે?

મને એકલા છોડીને ક્યાં ચાલ્યા તમે?
દરેકનું દિલ તોડીને ક્યાં ચાલ્યા તમે?
શબ્દની મજાક બની ગઈ છે આ ‘‘જીદંગી’’
‘‘જીંદગી’ને પાણીમાં બોળીને ક્યાં ચાલ્યા તમે?
આંસુઓ પડતા રાખીને ક્યાં ચાલ્યા તમે?
નસીબ ને નડતા રાખીને ક્યાં ચાલ્યા તમે?
તમારા વગર મૃત્યુ આવવાનું તે આવી ગયું,
પણ ‘‘જીવન’’ ને મૃત્યુસાથે
મળતા રાખીને ક્યાં ચાલ્યા તમે?
રાઠવા રાહુલ એન. ‘‘રાજ’’
(વડોદરા)

જીવનનો કાફલો

આ હસતો જીવનનો એ કાફલો,
ના પૂછો જઈ રહ્યો, કઈ તરફ,
આતુરતા એવી કે, સાથે ચાલીએ અમે,
ના પતે કદી આ સફર,
ઘરતીથી તારા મંડળમાં ખોવાઈએ,
ત્યાં આ પ્રણયના, ગીતો ગવડાવીયે,
પ્રેમની આ દુનિયા છે, દુઃખથી પરાઈ,
રહે ના ત્યાં કોઈ નો પણ ડર,
આનંદના
દિવસો, મસ્ત સ્નેહના વિચારો,
મલકતી ચાંદનીમાં, જાણે નદીનો કિનારો,
રહો આ જગતમાં રાખી પ્રેમની બોલી,
વિચારી, પ્રભુ જ વસે જઈ સૌને ઘર.
આ હસતો જીવનનો એ કાફલો,
ના પૂછો જઈ રહ્યો કઈ તરફ,
આતુરતા એવી કે સાથે ચાલીએ અમે,
ના પતે કદી આ સફર.
ૠષિકાગળવાળા
(અંધેરી-મુંબઈ)

તમે કંઈક ખાસ છો...!

તારલાની વચ્ચે ચમકતા તમે ચાંદ છો,
તમે મારા માટે એવા ખાસ છો.
સ્પંદન તમારું પામુ છંુ નિત હું અહીં,
મને લાગતું તમે મારી આસ-પાસ છો.
પ્રેમની પુરવાઈ આપની, હૃદયને વ્યાકુળ કરે,
પ્રેમનો તમે એક મીઠો અહેસાસ છો.
આપની યાદ તો મુજ રૂદિયામાં સમાયેલી,
જાણે તમે જ મારા દિલનો નિવાસ છો.
જીવન હવે શક્ય નથી આપના વિના, એટલે,
તમે મારા માટે કંઈક ખાસ છો.
‘વેદ’ કિરણ દરજી
(પલ્લાચર, તા.પ્રાંતિજ)

છોડી ગયાં...

‘‘હાથ ઝાલી અમારા
મધદરીયે છોડી ગયાં
યાદનો શણગારેલ મહેલ
પલમા તોડી ગયાં.
એ વસંત હજી યાદ છે
જ્યાં પ્રતીજ્ઞા હતી અમારી
મીઠો ટહુકો કરી
નયને શ્રાવણ છોડી ગયાં.
ઝલક જોવા તમારી અમે
દિશાઓ ખોદતા રહ્યા
મળીશું નસીબે એવું
કંઈક કારણ છોડી ગયાં.
ખીલેલ પુષ્પો માં હવે
પાનખર વરસી ગયું
કહેવા હાલ ન રહ્યા ને,
તમે ‘મોં’ મોડી ગયાં
હવે શું કહું ‘‘સહિયર’’ તમને
કેવા હાલ કરી બેઠા
મૌસમ હતી વસંત ની ‘‘રાધે’’
મેઘ ‘‘બંિદુ’’ છોડી ગયાં...!’’
પ્રણામી અનિલ ‘‘રાધે’’
(બામણવાડ, મોડાસા)

ક્યાંથી લાવું...?

ધન દોલત બઘું જ છે, પણ કાંઈક કમી છે.
એને ક્યાંથી લાવું?
સાંજ પડે, યાદ આવે તે બેનામ થઈ જાય,
એમની ખબર, ક્યાંથી લાવું?
રાત છે, વાત છે પણ જીંદગીમાં હાર છે,
એ જીત ક્યાંથી લાવું?
તુ નહીં બીજી, બીજી નહી ત્રીજી પણ
તારા જેવી ક્યાંથી લાવું?
એ મળે, પળ ખીલે, વાત ચાલે હું શરમાવું.
એવી શરત ક્યાંથી લાવું?
ભગવત રથવી ‘ભવ’
(પાટડી)

સંબંધ આપણા

રસ્તાઓ જ્યાં મળતા હશે આપણા
ત્યાં મેળાપ થયા હશે આપણા.
રસ્તાને કહું જતા હો કોઈ આપણા,
યાદ અપાવજો સંબંધ આપણા.
પ્રેમીની વાતો નીકળતી હશે ને,
વખણાતા હશે સૌ મિલન આપણા.
હિમાળે ચઢી જ્યાં જયાં નજર, ઠારૂ છું,
ત્યાં નજરે ચઢે છે સંબંધ આપણા
‘‘પરી’’ હું તમને દરરોજ યાદ કરૂ છું,
તમને યાદ છે કે નહીં, સંબંધ આપણા.
રજનીકાન્ત ‘‘રાજન’’
(બામણવાડ-મોડાસા)

Saturday 7 July 2012

"પ્યારનું બંધન"

"પ્યારનું બંધન"
-અશોકસિંહ વાળા

એક ચાંદ આભમાં અને ધરતી પર તમે
ત્રીજો ચાંદ અહીં ક્યાં હવે ખુદા ઘડે છે,

જામમાં ડુબેલ જીંદગી હરદમ અમારી
તમ પ્રિત જેવો નશો ક્યાં જામમાં ચડે છે,

કાફી છે મુશ્કાન ઘાયલ કરવાં તમારી
નાહકના મારવાં શસ્ત્રોથી બધા લડે છે,

રંગબેરંગી રંગોથી રોશન છે દુનિયા
પ્રેમ રંગ કોઈ નશીબદારને જ ફળે છે,

ગોતાં લગાવ્યાં કૈંક કેટલાય સુખ દુ:ખમાં
સુખ દુ:ખની પરિભાષા ક્યાં કદી નડે છે,

રાખુ છું છાની છપની વાત વાડની હવે
કારણ, અહીં તો વાડ જ ચીભડા ગળે છે,

વસંત વાયરો આવી, ગયો પાનખર બની
બહાનું જુદાઇનું, મિલનમાં ક્યાં જડે છે?,

આંસુઓ તો થયા અળગા હવે આંખોથી
દીલના દુ:ખડા તો ખુદ દિલ જ રડે છે,

કલમ બહાના તળે કિસ્મત કંડાર્યુ કાંટાળુ
નહિતર કલમ ક્યાં કોઇના દુ:ખો કળે છે,

જોરાવર જાતનો હું શીશ જુકાવું પ્યારમાં
સમંદર નહીં તો ક્યાં સરીતા તરફ ઢળે છે,

થાકીને જાવું છે અનંત યાત્રાએ "અશોક"
બસ એક તમારા પ્યારનું બંધન નડે છે

-અશોકસિંહ વાળા
તા. ૧૮-૧૧-૨૦૧૧

"સથવારો જુદાઇનો"

"સથવારો જુદાઇનો"
-અશોકસિંહ વાળા

ધડકે છે હ્રદય પરંતુ ધડકન એ તમારી છે
આ, ઉછીની ધડકન જ તો અમને પ્યારી છે,

આપ્યું જુઓ ?, ઇશ્કને ખુદાનું બીરૂદ અમે
છે ખબર અમોને તલવાર આ બેધારી છે,

આપી ખુશીઓનો સમથળ સમંદર તમોને
નદી આંસુઓની અમારા તરફ અમે વારી છે,

વિશ્વાસ આપ્યો હતો તમે હરદમ મિલનનો
જીવનમાં જુદાઇ તણો પ્રવાહ તોય જારી છે,

રહ્યું છે મિલન હમેંશા અળગું "અશોક"થી
લઇ સથવારો જુદાઇનો જીંદગી સવાંરી છે

-અશોકસિંહ વાળા
તા.૧૫-૦૨-૨૦૧૨

આંસુ અને સ્મિત

''આંસુ અને સ્મિત નો સુંદર,
ગરિમા મહીં વાર્તાલાપ......"

"એક વખત...
આંસુ : 'સ્મિત, તું તો હંમેશા હસ્યા કરે છે,
પણ હું અહી પલકો માં કૈદ ભોગવું છું."

સ્મિત : 'આંસુ, તને પલકો માં છુપાવી ને,
હું શું અનુભવું છું એ કોઈ નથી જાણતું."

આંસુ : 'સ્મિત, તો મને પણ તારી સાથે
ભળી જવા દેને."

સ્મિત : 'ના, આંસુ, તું કોઈ ની યાદ નો ખજાનો છે, તું ત્યાં જ સમાય ને રહે....."
-પ્રિયંકા ગજ્જર (પંછી)

''એવું હોત ..તો કેવું હોત..."

''એવું હોત કે...
આ મીઠો પવન એમને મારો,
સંદેશો પહોંચાડી દેત,
..તો કેવું હોત..."

''એવું હોત કે...
સુરજ ની મીઠી કિરણ એમને જગાડી ને,
તરત મને જગાડવા આવે,
..તો કેવું હોત..."

"એવું હોત કે...
આપણુ લાગણીસમ નાજુક હદય તૂટે,
અને, ચારો-તરફ તેની ગુંજ થાય,
..તો કેવું હોત..."

"એવું હોત કે...
ખુશી આપણાં હદય ને સ્પર્શે,
ને, ફૂલો માં પણ વસંત ખીલે,
..તો કેવું હોત..."

"એવું હોત કે...
આ માસુમ ચાંદ માં હું એમનાં ચેહરા ને નિહાળી શકત,
..તો કેવું હોત..."

"એવું હોત કે...
રાત્રે જોઈ આપણે કોઈ એક સુંદર શમણું, અને,
સવાર પડતાં જ તે હકીકત માં ફેરવાય,
..તો કેવું હોત..."
-પ્રિયંકા ગજ્જર (પંછી)

Wednesday 4 July 2012

ત્યાં જ ઉભો છું,

મને ખુદને જ મળતો હું હજી પણ ત્યાં જ ઉભો છું,
ને વરસાદે પલળતો હું હજી પણ ત્યાં જ ઉભો છું…

હતો જે આપણો સબંધ એના ભગ્ન અવશેષો,
શિશુ માફક ચગળતો હું હજી પણ ત્યાં જ ઉભો છું…

તને આગળ ને આગળ હું સતત જોયા કરું અથવા,
પ્રયાસોમાં કથળતો હું હજી પણ ત્યાં જ ઉભો છું…

ચણાયા કાકલૂદી પર થરકતી જ્યોતના કિસ્સા,
દીવાની જેમ બળતો હું હજી પણ ત્યાં જ ઉભો છું…

નગરનાં માણસો જે એ બધાં છે મીણના પૂતળાં,
અને એમાં પીગળતો હું હજી પણ ત્યાં જ ઉભો છું…

- શોભિત દેસાઈ

રહેવા દો,

મને આ દુર્દશામાં દોસ્ત, સૌ કંજૂસ રહેવા દો,
નથી હું ચાહતો, મારા દુઃખોનું દાન થઇ જાયે…

વગર મોતે મરું છું એની પાછળ એ જ હેતુ છે,
કબર જેવું જીવનનું કાયમી એક સ્થાન થઇ જાયે…

પીવાની શી જરુરત છે ઓ સાકી, એમને જેઓ,
તરસને કારણે પીધા વિના બેભાન થઇ જાયે…

જગતમાં કોણ એને જીવવા દે આબરુ સાથે,
કે જન્નતમાંય જે ઇન્સાનનું અપમાન થઇ જાયે…

બુલંદીમાં બને છે માનવી એવો અભિમાની,
ફરિશ્તાની જગા પામે તો એ શયતાન થઇ જાયે…

નકામાં લોક સૌ ઘેરી વળ્યાં દીવાનગી જોઇ,
પ્રયોજન તો હતું કેવળ તમારું ધ્યાન થઇ જાયે…

મહોબ્બતમાં મરું હું કઇ રીતે બેફામ એના પર,
મને જે જીવતો રાખે, જે મારો જાન થઇ જાયે…

- બરકત વિરાણી ‘બેફામ’

મળીશ હુ તારા દિલમાથી

ના છલકાવ મને તુ આંખોના પુર માથી..
નહી મલકાઉ હુ જોજે હવે હુ દિલમાથી.

તુ ડાયરો ભરીને ના બેસ ઓલા દરદોનો
ઉઠી જાઇશ હુ તારી ભરી મહેફિલ માથી

ભલેને રાખ તુ મને એક પથર જેમ ખુણે
સ્પર્શજે મને તો મળીશ હુ મંઝિલ માથી

ચાલ માણીલે મને સ્વાછોસ્વાસમા ભરી
કરજે યાદ મને તુ .હુ મળીશ અનિલમાથી

બસ હસવાનો વ્યવ્હાર કરજે મારી સાથે
રાખજે હાથ મળીશ હુ તારા દિલમાથી..

હરીશ

અવનવા પ્રસંગો છે

અવનવા પ્રસંગો છે, મુજ રીતે લડી લઉં છું,
કો’ સમે હસી દઉં છું, કો સમે રડી લઉં છું…

વિશ્વથી અનોખી છે, રીત મુજ વિલાપોની,
હાસ્યને બહાને પણ, ખૂબ હું રડી લઉં છું…

લાખ વાતે મનગમતું આ નથી ઘડાતું મન,
જીંદગી તો જેવી હું ચાહું છું, ઘડી લઉં છું…

સ્વર્ગ હો કે હો પૃથ્વી દૂર ક્યાં જવાનીથી,
એક ફાળમાં બંને દુનિયા, આથડી લઉં છું…

હુંય એ વિચારું છું, આ કઈ બિમારી છે,
હેતુ વિણ હસી દઉં છું, અર્થ વિણ રડી લઉં છું…

કર્મ કો’ છે ક્યાં ‘ઘાયલ’, કીર્તિ લોભથી ખાલી,
પુણ્યના સહારે પણ પાપમાં પડી લઉં છું…

- અમૃત ‘ઘાયલ’

હસ્ત રેખામાં

હસ્ત રેખામાં જરા આનંદ તો દેખાય છે,
શોક તો પણ જિન્દગીને રોજનો અથડાય છે.

છે તરસ આખા સમંદરને હું પી જઉં એટલી,
... તે છતાં તારા વગર મારાથી ક્યાં પીવાય છે?.

શબ્દને ગાળ્યા પછી પીધી ગઝલ બેફામ મેં,
એજ કારણથી ગઝલના શેર સૌ સમજાય છે.

સાવ કોરી છે ગઝલ કાગળ ઉપર તોયે ભલા,
શેર તારા મુખ ઉપર રોજે નવા વંચાય છે.

કોઇ પણ કારણ વગર મળતા રહ્યા છે આપણે ,
તોય હૈયાની બધી વાતોય ક્યાં ખોલાય છે.

મોસમી વરસાદ છે ને સાથમાં હો જ્યાં કલમ,
બેખબર હાલાતમાં પણ આ ગઝલ ભીંજાય છે,

આ રમત તેત્રીસ જેવી છે જીવનની હરઘડી,
એક બે લઉ દાવ, ત્યાં દિલના જ કટકા થાય છે.

જૈમિન ઠક્કર "પથિક"

લખ મને

કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને,

તારા વિના અહીં તો ધૂમ્મસ છે બધે,
તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને.

અકળાઇ જાઉં એવા અબોલા ના રાખ તું,
તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને,

તું આવશે નહિ એ હું જાણું છું, તે છતાં,
તું આવવાના ખોટા ઇરાદાઓ લખ મને !

કોઇ મને બીજા તો સહારા નહીં મળે
અમથા જ તારા હાથે દિલાસા લખ મને !

મારા જીવનનો પંથ હજી તો અજાણ છે
કયાં ક્યાં પડયા છે તારાં એ પગલાં લખ મને !

- દિલીપ પરીખ

આજે ફરીથી સાંજ પડે દિલ ઉદાસ છે

આજે ફરીથી સાંજ પડે, દિલ ઉદાસ છે.
છે સાથ તારો આજે, છતાં મન ઉદાસ છે.
ઢળતા સૂરજની લાલી ભરી ચકચૂર છે ગગન,
આછો ઉભરતો ચાંદ ક્ષિતિજે ઉદાસ છે.
હાથોમાં લઇને હાથ, બસ જોતો રહ્યો તને,
આશ્લેષમાં શ્વાસો તણા સ્પંદન ઉદાસ છે.
આ શું જુદા પડી અને મળશું ફરી કદી ?
મિલનમાં હસતી આંખમાં કીકી ઉદાસ છે.
પૂજ્યા’તા દેવ કેટલા તેં પામવા મને ?
દઇ ના શક્યો વરદાન, પ્રભુ પણ ઉદાસ છે.
- મનોજ મુની

ઇશ્કનો બંદો - કલાપી

જો ઇશ્ક ના શું ખુદા? આલમ કરી તોયે ભલે,
જો ઇશ્ક ના શું જહાં? એને ખુદાયે શું કરે?
આ કારખાનું ઇશ્કનું જોજો તપાસી ખૂબ ખૂબ,
આ ખેલ ને આ ખેલનારો એક નૂરે-ઇશ્ક છે!
એથી ડરું તો ક્યાં ઠરું? કોને ખુદા મારો કરું?
જ્યાં લઐલાજી સર્વની ત્યાં કોણ કોને હાથ દે?
રે! ઇશ્કનું છોડી કદમ માગું ખુદા, માગું સનમ!
શું છે ખુદા? શુ છે સનમ? એને બીમારી એ જ છે!
ક્યાંયે હશે જો કો ખુદા તો ઇશ્કનો બન્દો હશે,
જો ઇશ્કથી જુદો થશે તો ઇશ્કથી હારી જશે!
જો હો ખુદા તો હો ભલે! તેની હમોને શી તમા?
છે ઇશ્કથી તો ના વડો, જે ઇશ્ક મારું તાજ છે!
છે ખાક ચોળી છાપ મારી ઇશ્કની જેને દિલે,
દાખલ થતાં તેને બહિશ્તે રોકનારું કોણ છે?
જો કો હમોને વરશે, કાઈ હમોને પૂછશે,
તો ઇશ્કની ફૂંકે હમારી લાખ કિલ્લા તૂટશે!
ગુલામ થઈ રહેશું કદા પણ બાદશાહી મ્હાલશું,
માલિકના બિલનું કરીને તખ્ત સૂનારા હમે!
હા! લાખરંગી ઇશ્કનું કો એકરંગી જામ છે,
મસ્તાનના મસ્તાન એવું જામ પીનારા હમે!
આવો ભરી પીજો અને એ જીરવી લેજો નશો!
નહિ તો સદા માટે શરાબો સોંપજો પીનારને!
ી તો હમારી માદરે પાયું હમોને જન્મતાં,
ને મોતની મીઠી પથારીમાં ભર્યું એ એ…જ છે!
એ ઇશ્કની લાલી મહીં લાખો ખુદા ઘેલા બન્યા!
એ લાખમાંના એક પણ જુદા જ કૈં ઘેલા હમે!
- કલાપી

Tuesday 3 July 2012

લખાણ

મુજને મળીને મારી ઓળખાણ
ન માંગો,
મળ્યા’તા આપણે એંધાણ ન માંગો,
ધનુષ તો આપી દીઘું છે ક્યારનું તમને,
હૃદય વંિધવાને હવે બાણ ન માંગો...
ને આપી દીધો છે આરસ પહાડ આખો,
મારવાને મુજને તમે પહાણ ન માંગો...
પહેલી જ નજરમાં લઈ ગયા’તા હૃદય મારુ,
જીવવા દો ઘડીભર આમ પ્રાણ ન માંગો...
પહોંચી ગયા પ્રયણમાં, એકલા પેલે પાર તમે,
ને મુજ ગરીબનું તૂટેલું વહાણ ન માંગો...
છેલ્લો આશરો છે, આ સ્મશાનનો બસ,
મરવા દો નિરાંતે હવે આ મસાણ ન માંગો...
એક શબ્દ બળ જ દુઃખ માત્રની દવા છે ‘જંિદગી’
કાવ્યમાં ટાંકેલું ‘હેમ’નું લખાણ ન માંગો...
હેમંત ચાવડા
(ભાવનગર)

સમયનું ચક્ર

સમયનું ચક્ર ક્યાં કદી અટકે છે?
સાથમાં ન ચાલે એને પટકે છે.
એક
સરખો છે એ સોઈ કોઈ માટે,
ઓળખે ના ચાલ
એની એ ભટકે છે.
ભલભલાને ભૂ સમય
પિવડાવે છે,
એની ગતિ લોકોથી જરા
હટકે છે.
લાખ કોશિશો કરો પણ
શૂન્ય છો,
હાથમાં આવીને
સમય છટકે છે.
રંગ બદલે છે સમય
હર મોડ પર,
એના રંગે ના રંગાય એ લટકે છે.
સમય નિરાકાર મસ્ત ફકીર છે,
નાનાં મોટાં સૌને કદીક
ખટકે છે.
યોગેશ આર. જોષી
(હાલોલ)

કાચના પંિજરની અંદર કેદ

જંિદગી ખુદ કાચના પંિજરની અંદર કેદ છે,
જૂના દીની યાદના પંિજની અંદર કેદ છે.
જંિદગીને માણવા માટે જીવન પૂરતું નથી,
સપનાંઓ જે, આંખના પંિજરની અંદર કેદ છે.
તેજને બદલે જો ધગધગતો જ્વાળામુખી છે,
રોશની પણ સાથના પંિજરની અંદર કેદ છે.
વૈભવી જીવન છતાં પણ ખુદ અલગ દુનિયામાં રહે,
ભાગ્યરેખા હાથના પંિજરની અંદર કેદ છે.
હાથ જાણીતો અજાણે પણ અડીને જાય તો,
ગીતો પણ જો છંદના પંિજરની અંદર કેદ છે.
દર્શિતા બાબુભાઈ શાહ ‘‘સખી’’
(અમદાવાદ)

જંિદગી એક સ્વપ્ન

મળી નજરો આપની સાથે
નજરોને નજરો પલકમાં મળી ગઈ
સ્નેહના સ્પંદનો હૃદયમાં
યાદોને પૂજી રાખી નયનો મહીં,
અચાનક ક્યારેક થતા મિલનમાં
કરી ન શકાયો એકરાર પ્રેમનો
ધૂંટાયો દેહ માત્ર સ્નેહ પામવાને
સ્નેહ-પાથેય એક પ્રેરણા બની ગઈ
જીવન મઘ્યે અચાનક એક ક્ષણે
થયો પ્રેમ એકરાર,
અતિતની યાદીમાં
કાશ! મળ્યા હોત આ નિજ જીવનમાં
જીવનનૌકા પહોંચી હોત
અવકાશમાં
મહેંક પવિત્ર સ્નેહની પથરાઈ ગઈ
‘સ્નેહ’ વિના ‘દીપ’ની જ્યોત
ફેલાઈ ગઈ
અંતે! વમળમાં જીવનનૌકા
‘અવનિ’માં ફસાઈ
અને! ંિજંદગી એક સ્વપ્ન
બની ગઈ.
દિપક મહેશ પંડ્યા ‘સ્નેહ’
(બિલીમોરા)

કોઈ

દિલના અરમાન ને ફના કરી ગયું કોઈ
લાગણીઓ સાથે ચેડા કરી ગયું કોઈ
પ્રીતના જામ પીતા પહેલાં ઢોળાઈ ગયા
ઝેર પણ શિવની જેમ પચાવી
ગયું કોઈ
હાથોમાં હાથ લઈને
મરવાની આશ હતી
જુદાઈના જંગલમા મને
દફનાવી ગયું કોઈ
ચેનથી સુતો હતો
હું બદનામીની કબરમાં
દીવો મુકી મારા દિલને
દઝાડી ગયું કોઈ
ઘાયલ થયા પછી જીવવું
સહેલું નથી હોતું
‘‘સખી’’ની લાશને
કબર સુધી મુકી ગયું કોઈ.
પંિકલકુમાર જે. પરમાર ‘‘સખી’’
(મેનપુર-બાલાશિનોર)

વરસો તરસવું પડ્યું છે

પ્રેમ તરફ એક પગલું એટલું મોંધુ પડ્યું છે,
દરિયો ભરી મારે રડવું પડ્યું છે.
સમય તો હતો વસંતનો ને,
પાનખરની જેમ મારે ખરવું પડ્યું છે.
પ્રેમ હોય છે આત્માનું મિલન પણ
શીશાની માફક મારે ટૂટવું પડ્યું છે.
ક્યાં શોઘું હવે એ દુનિયાદારી,
પામવા તુજને મારે દર દર ભટકવું પડ્યું છે.
એવો હવે સમય નથી કે તું મળે
જોવા એ ચહેરો મારે વરસો તરસવું પડ્યું છે.
રજનીકાન્ત ‘રાજન’
(બામણવાડ-મોડાસા)

તણાઈ રહ્યો છું

‘‘જુદાઈની લહેરોમાં હવે
તણાઈ રહ્યો છું
મંઝિલ તો છે ફક્ત
તમને પામવાની પણ
કેમ જાણે ચારેય
દિશાઓમાં ગુંચવાઈ રહ્યો છું.
આજ કહું એના
વરસો વિતી ગયા હવે
ચાંદ વિનાના અમાસમાં
ભટકાઈ રહ્યો છું
આ દર્દ છે કેવું?
કોને પૂછું અહિ
એક દિ’ મળીશ તુજને વિચારે
શ્વ્વાસ લઈ રહ્યો છું.
તરસતી આંખોમાં
‘બંિદુ’ અનંત વહી ગયા
બસ, કલમ થકી ‘રાધે’
વેદના ગાઈ રહ્યો છું.
હે ‘સહિયર’ આ ભાગ્ય છે કેવું?
રચ્યો મેં પ્રેમ સાગર
હવે એ સાગરની લહેરોમાં
હું તણાઈ રહ્યો છંુ...!’’
પ્રણામી અનિલ ‘રાધે’
(બામણવાડ, મોડાસા, સાબરકાંઠા)

જોયો છે

લખતાં-લખતાં કાગળને ફાટતો જોયો છે,
કલમ શું લખે, વિચાર, ખોવાતો જોયો છે,
એ જગ્યાએ બેઠાં બેઠાં,
દિવસ આથમતો જોયો છે,
આ માનવ મહેરામણમાં મેં,
મને જ ખોવાતો જોયો છે,
રીત, રિવાજ,
રસમમાં પ્રેમને પીસાતો જોયો છે,
હાલ જ કહી દો,
સમય ક્યારેક મારો ખોવાતો જોયો છે,
મંદિરમાં ભગવાનને મૌન જોયો છે,
તો જીતની શું વાત કરું,
એને જ મને હરાવતા જોયો છે,
પકડેલો એમણે હાથ,
ધીમે ધીમે છુટતો જોયો છે,
શબ્દ એમનોજ,
મેં તુટતો અંતે જોયો છે,
વિશ્વ્વાસે એમના,
શ્વ્વાસ મારો તુટતો જોયો છે.
ભગવત રથવી ‘ભવ’
(પાટડી)

સાથ માગે છે

યાદોમાં તમારી દિલ મારું
એક વિચાર માગે છે.
મઘ્ય રાત્રિએ આવીને સપનામાં
એક સુખી સંસાર માગે છે.
રાત-દિન જોવા તમને આંખ મારી
એક સુંદીર સ્નેહ માગે છે.
બોલો બે બોલ તમે સાંભળવા એ
એકાંતમાં એક મુલાકાત માગે છે.
ચાલ્યો છું તમન્ના લઇને એક
રાહ પર ઇન્તજાર માગે છે.
‘‘મન’’ તો હંમેશા બસ તમારો જ
એક જનમો-જનમનો સાથ માગે છે.
મુકેશ કે. રાવત
(નાગવાસણ)