Pages

Wednesday 28 November 2012

આવું કેમ? વિચારી જોજે


આજે ફરી લાગણીના સંબંધને દિલથી વિચારી જોજે
તકલીફોને માત્ર શબ્દો માની જીવી
લેતો આવું કેમ? વિચારી જોજો.
દરેક મુલાકાત વખતે હું મૌન રાખી વિખુટો
પડતો આવું કેમ? વિચારી જોજે.
આંખમાંથી આસું નીકળતા પહેલાં
હું હસી લેતો આવું કેમ?
તારું અસ્તિત્વ મુજ જીવનમાં શું અને કેમ વિચારી જોજે.
દોસ્ત મારી જંિદગીને તો માત્ર જીરવવું અને જાળવવું છે.
જીરવી શકાય તેને જાળવી લેવું છે.
અને જાળવી શકાય તેને જીરવી લેવું છે
અઢી અક્ષરની લાગણી તારી સાથે કેમ?
થોડું દિલથી વિચારી જોજે આવું કેમ?
પ્રજાપતિ રાકેશ આર.
(પાનીલ, ઇડર)

યાદોમાં એમની...


શું ખબર તને પ્રેમની,
વીતે રાતો બધી, યાદોમાં એમની,
હોય તો, કશું કહેવાય નહીં,
વાચા ફૂટે, ગેરહાજરીમાં એમની,
શાયર ક્યાં હતો હું કદાચિત,
થાય બધી વાતો, હર ગઝલમાં એમની,
ફૂલે-ફૂલમાં ને બધા ઝાડ-પાનમાં,
સોડમ ભરી ભીની, હવામાં એમની,
શું ખબર તને પ્રેમની,
વીતે રાતો બધી, યાદોમાં એમની.
રાકેશ એચ. વાઘેલા
(વાંસકુઈ, સુરત)

આંસુ બધા ખોટા હતા


રડ્યા પણ આંસુ બધાં ખોટા હતા,
એના આંસુ કરતા દર્દો અમારા મોટા
હતા.અમૃતના અધિકારો છે બધાને,
શંકર માટે ઝેરના લોટા હતા
આપેલ વાયદાઓ સાવ ખોટા હતા.
પ્રેમના પુરાવા ક્યાં સચવાયા છે બધા,
પાડ્યા હતા જે પડછાયાના ફોટા હતા.
ગણતરીમાં પોતાના પારકા નીકળ્યા,
સમયના સરવાળા સાવ ખોટા હતા.
નદી વળી ગઈ જોઈને રણ તરફ,
કે દરિયા પાસે માછલીના ફોટા હતા.
કંટાળ્યા પછી પથ્થર બન્યા પાળિયા,
દુઃખ એનેય કેટલાય મોટા હતા.
ઇસુ જેવા ઇસુનું મોત બગડ્યું છેરાજ’,
અહીં માણસોના ટોળા મસમોટા હતા.
રમેશકુમાર એલ. જાંબુચા
(પાણીયાળી, ભાવનગર)

તારું નામ નીકળે...


એક કાંઠે તરસ મૂકી હું ચાલી નીકળી
જ્યાં-જ્યાં પગ મૂકું ત્યાં દરિયા નીકળે...
ઢોળાઈ ગયેલા અત્તરની મહેક છે
બંધ મુઠ્ઠી ખોલું ને ભાગ્યરેખા નીકળે...
ગણ્યા-ગાંઠ્યા દિવસોનો હિસાબ કરું
સરવાળે રાત મળે ને પછી સૂરજ નીકળે...
કોઈ હોય એવી શૂન્યતા શોઘું કે
પરદો ઉઠાવતાં સામે મહેફિલ નીકળે...
નસેનસમાં છે બસ એક ધબકાર,
હૃદયમાં ડોકિયું કરું તો તારું નામ નીકળે...
ડો. પંક્તિ આલોક પાંચાલ
(ઓહાયો, અમેરિકા)

જાનમ


દિલ ધડકે છે તારા નામથી,
નશો ચઢે છે તારી આંખોનાં જામથી,
શ્વાસો ચાલે છે તારી મીઠી સોડમથી,
પાછું ફરી જોઈલેજાનમએકવાર પ્રેમથી,
મન ગબરાય છે તારી જુદાઈથી,
જેમ પ્રાણી ડરે છે લુચ્ચા કસાઈથી,
મહોબ્બત છે મને, જેમ કીડીને મીઠાઈથી
હા કહી દેજાનમતો શરૂઆત કરું લગ્નની શહેનાઈથી,
નજર તરસે છે તારી એક ઝલકથી,
સ્પંદન બમણાય છે તારી ઝલકથી,
કોહિનૂર ઝળહળે છે તારી એક રોનકથી,
નાહોય તો કહી દેજાનમ
તારી પહેલી રાહ જોય છે ક્યારથી.
સ્વપ્નિલ ગૌરાંગ
(વડોદરા)