Pages

Thursday, 22 November 2012

'સૂના' હૃદયની આસ...



'સૂના' હૃદયમાં મારા બસ એટલી છે આસ,
'સૂના' હૃદયને આપ તું, સપનામાં મુલાકાત.
'સૂના' નયન ઝંખે છે જુએ છે તારી વાટ,
ભરી પડી છે વેદના, થોડી ખુશી તો આપ.
જુના થયા દિવસો જુની થઈ રાત,
આપણા મિલનની, અને વિરહની છે વાત.
'કૃપા' પ્રથમ પ્રણયની ભૂલ્યો નથી હું આજ,
યાદો હૃદય-મિલનની, તાજી છે વર્ષો બાદ.
'સૂના સૂના' નયન ઝરૃખા,
તુજ નિહારની છે આસ,
તરસ્યા થયા મુજ નયનની,
તું પૂરી કરી દે પ્યાસ.
'સૂના' હૃદયમાં મારા તુજ મિલન કેરી આસ,
જન્મમાં અશક્ય,
મિલન કેરી વાત.
ઝાંખા થશે ઝરૃખા અને પછી
'સૂના' થશે મકાન,
પહેલા તું પૂરા કરી દે
'સૂના' અરમાન.
સૂના હૃદયમાં મારા બસ એટલી છે આસ...
કૃપાકિરણ પટેલ
(તા. માંડવી- જિ. સુરત)

No comments:

Post a Comment