Pages

Saturday, 10 November 2012

સ્વપ્નમાં



સ્વપ્નમાં મુલાકાત
હું કેમ કરી ભૂલું?
યાદગાર રાત
હું કેમ કરી ભૂલું?
મારા વાળ ને તારું સહેરાવવું,
નજરથી નજરનું નિહાળવું,
શબ્દ વગરની વાત
હું કેમ કરી ભૂલું?
ધીરે ધીરે તારું મને આકર્ષવું,
હળવે હળવે મારું તને સ્પર્શવું,
મારા હાથમાં તારો હાથ
હું કેમ કરી ભૂલું?
મારા ખાલીપાને તારું
આમ પૂરવું,
તારા ગાલ ને મારું
આમ ચૂમવું.
પરસ્પર એકબીજાનો સાથ
હું કેમ કરી ભૂલું?
સ્વપ્નમાં મુલાકાત
હું કેમ કરી ભૂલું?
યાદગાર રાત
હું કેમ કરી ભૂલું?
અમિત (શ્યામ) ટેલર (મીયાગામ કરજણ)

No comments:

Post a Comment