Pages

Wednesday, 28 November 2012

ઝાકળ લાગે છે


લાગણી પણ હવે વિહવળ લાગે છે,
મારી આંખોમાંય ઝાકળ લાગે છે.
જીવું છું હું જંિદગી તારી સાથે,
તો પણ વાત મારી પોકળ લાગે છે.
દ્વાર તો હૃદયના મેં ઉઘાડી રાખ્યા છે,
ને તોય, તમને ત્યાં સાંકળ લાગે છે?
લખું છું ગઝલ હું હવા ઉપર,
હવા પણ મને કાગળ લાગે છે!
ક્યારે ઊડી જાય, કંઈ નક્કી નહીં,
શ્વાસ પણ મને ઝાકળ લાગે છે!
તું છે તેથી જીવાય છેકૌશલ’,
તારા વિનાની જંિદગી મને અટકળ લાગે છે.
કૌશલ સુધાર (મુદરડા)

No comments:

Post a Comment