Pages

Wednesday, 28 November 2012

અનર્થ


એક શબ્દ અમે શું બોલી ગયા.
વર્ષાના સંબંધ તમે તોડી ગયા.
કર્યા અર્થ તમે ખોટો અમારા શબ્દનો,
ને દુઃખો સાથે નાતો અમારો જોડી ગયા.
કેટલો ભ્રામક હોય છે વિશ્વાસશબ્દ દુનિયામાં,
આંખો અમારી આજ તમે ખોલી ગયા.
ગૌરવ હતું જે સંબંધોને લઈને અમને.
ચપટીમાં તમે એને ચોળી ગયા.
ના કર્યા વિચાર તમે જરાય અમારી લાગણીઓનો,
ને ક્રૂરતાથી તમે અમને તરછોડી ગયા.
એક શબ્દ...
સોલંકી રાકેશ બી.
(નવા-વાડજ)

No comments:

Post a Comment