Pages

Saturday, 10 November 2012

વરસાદ વિના



વાદળો જતા રહ્યા વરસાદ વિના,
સરોવર સાવ સૂનું વરસાદ વિના,
પલળું કેમ હું ધોધમાર વરસાદમાં?
ઇચ્છા અઘૂરી, તડપું, વરસાદ વિના
મહેક મૂરઝાઈ ગઈ વરસાદ વિના,
ટહુકા તરડાઈ ગયા વરસાદ વિના,
વેર્યા તો હતા સ્વપ્ન બીજા જમીનમાં,
પણ, ધરતી સૂકાઈ ગઈ વરસાદ વિના
આંખો તરસી ગઈ વરસાદ વિના,
ક્યાંક ખૂણે વરસી ગઈ વરસાદ વિના,
હોઠ તરસતા રહ્યા ખુશીના જામ માટે,
પણ, ઉદાસી છલકાઈ ગઈ વરસાદ વિના
સ્વ-રૂપ તો બદલાવવું પડે ને વરસાદ વિના,
સમજણ સહજ ફૂટી નવી વરસાદ વિના,
પ્રેમીપાગલસમજાવે શી રીતે સૌને?
વરસી રહ્યું છે શું! સતત ભીતર વરસાદ વિના
ડો. પ્રણવ ઠાકર (વઢવાણ)

No comments:

Post a Comment