Pages

Thursday, 22 November 2012

તમારી ગલીયોમાં



''તમારી ગલીયોમાં
હવે રોશની ક્યાં છે?
ખીલેલ ચાંદમાં
હવે ઉજાસ ક્યાં છે?
બસ, રસ્તા બદલ્યા છે
માઝુમની ભીનાશ ક્યાં છે?
હવે ગલીયો માં
તમારી તસ્વીર ક્યાં છે?
અશ્રૃં ''બિંદુ''ના ઝરણે
સાગરની ખારાશ ક્યાં છે?
આજે ભૂલી ગયા છો તમે,
યાદો દઈ ગયા છો તમે,
તરસતા હોઠે તમ્ સીવાય
બીજું નામ ક્યાં છે?
ભૂલી ગયાં છો તમે
યાદ અપાવું તમારી
સંધ્યાએ પાંચના સમયની
હવે સફર ક્યાં છે?
તમારી ગલીયો માં 'રાધે'
હવે રોશની ક્યાં છે...?''
પ્રણામી અનિલ 'રાધે'
(મોડાસા, સાબરકાંઠા)

No comments:

Post a Comment