Pages

Saturday, 10 November 2012

મારું સુખ મારામાં...



કોઈ દર્દની પરવા નથી હવે મને,
આવડી ગયું છે. નાડ પારખતા હવે મને.
જાણી લીધી જાત, ને જગત પણ.
દર્દ હું છું ને દવાય હું છું.
નાહકના બધા મરે છે હક્ક સારું,
અણહક્કનું જતું કરવાનું શીખે તોય સારું.
ટકોર કરી ઘણીબધી મારા એકાંત મને...!
કોકવાર દિલ દઈને મને મળી તો જો...?
ક્યારનો ભટકતો હતો રિક્તને ભરવા,
છલોછલ હતો તોય છીછરો હતો હું
મોહતાજ નથી રહ્યો જમાનાનો હવે,
મળી ગયો છે મને હવે મારામાં જમાનો.
દિલીપ કે. રાવલ (ચરાડા, માણસા)

No comments:

Post a Comment