એ રડ્યા પણ આંસુ બધાં ખોટા હતા,
એના આંસુ કરતા દર્દો અમારા મોટા
હતા.અમૃતના જ અધિકારો છે બધાને,
શંકર માટે જ ઝેરના એ લોટા હતા
આપેલ વાયદાઓ સાવ ખોટા હતા.
પ્રેમના પુરાવા ક્યાં સચવાયા છે બધા,
પાડ્યા હતા જે પડછાયાના ફોટા હતા.
ગણતરીમાં પોતાના જ પારકા નીકળ્યા,
સમયના સરવાળા સાવ ખોટા હતા.
નદી વળી ગઈ જોઈને રણ તરફ,
કે દરિયા પાસે માછલીના ફોટા હતા.
કંટાળ્યા પછી જ પથ્થર બન્યા પાળિયા,
દુઃખ એનેય કેટલાય મોટા હતા.
ઇસુ જેવા ઇસુનું મોત બગડ્યું છે ‘રાજ’,
અહીં માણસોના ટોળા મસમોટા હતા.
રમેશકુમાર એલ. જાંબુચા
(પાણીયાળી, ભાવનગર)
No comments:
Post a Comment