Pages

Thursday, 22 November 2012

પ્રેમભીની મોસમ



ભીની ભીની મોસમ છે પ્રેમભીનું દિલ છે,
ભીની મોસમમાં, ભીંજાવા તુ આવ.
વરસતો વરસાદ છે, મુજ દિલનો સાદ છે,
ભીની પળોને યાદગાર કરવા તું આવ.
લહેરાતા લીલા વૃક્ષ છે ગરજતા વાદળ છે,
કુદરતનાં સૌંદર્યને મનભરી માણવા તુ આવ.
મોરનું નૃત્ય છે, પંખીના મધુર ગાન છે,
રેઈન ડાન્સ કરવા મુજસંગ, તુ આવ
તરસી આંખોની આશ છે. દિલનું ઇજન છે
પ્રેમભીની મોસમમાં મધુર મિલન કા તુ આવ.
પ્રેમની ઋતુ છે,
પ્રેમભીનાં સ્પંદનો છે
પ્રીતનો પાલવ ફેલાવી,
જલ્દી તુ આવ
કિરણ શાહ 'સૂરજ'
(અમદાવાદ)

No comments:

Post a Comment