કૂંજને મધમધતી કળીઓથી,
પ્રભાતના પ્હોરને ફૂલોથી-સજાવી લે.
પતઝરને ફરી વસંતથી,
વિસ્તરતી ક્ષિતિજને રંગોથી સજાવી લે.
સમયની આંધિને ખૂશીથી,
વિશ્વાસની કેડીને ખુબીથી સજાવી લે.
દોસ્તીના જામને મહેફિલથી,
આરઝૂની વેલને વ્હાલથી સજાવી લે.
બંધન-મુક્તિની સફરને,
શબ્દ-શ્રૃઁગારની અમીથી સજાવી લે.
વ્યથાના વાદળને ધૈર્યથી,
‘નિશીથ’ જંિદગીનાં દર્દને ખુદ-સજાવી લે.
ચૌધરી નારસંિગ.આર., (માંડવી-સુરત)
No comments:
Post a Comment