Pages

Friday 26 October 2012

પ્રેમનો અતીત



પ્રેમના અતીતનું પુસ્તક જ્યારે ખોલું તો
એની મને ઘણી યાદ આવી જાય છે.
વિતાવેલી અનેક પ્રેમ રૂપી પળો વિશે વિચારુ તો
એની મને ઘણી યાદ આવી જાય છે.
હવે પારકાના હૈયામાં વસી ગઈ હશે
મેં રાત દિવસ વિચારું તો
એની મને ઘણી યાદ આવી જાય છે.
કેટલીક લાગણીની વાતો ને વાગેળું તો
એની મને ઘણી યાદ આવી જાય છે.
પ્રેમના સફર માં બે પગલા સાથે ચાલીને
અચાનક ‘‘આબાદ’’ ને તરછોડી દીધો.
કદીક વિચાર આવે ને આંસુ સરી પડે તો
એની મને ઘણી યાદ આવી જાય છે.
અસ્લમ મેમાન ‘‘આબાદ’’ (મોટા મિયા-માંગરોળ)

No comments:

Post a Comment