વસમી વ્યથાઓને વાગોળીને આ ‘જંિદગી’ જીવી રહ્યો છું હું
જાણે કે વિષનો પ્યાલોપી રહ્યો છું હું,
ઊંચકી રહ્યો છું. ભાર ડુંગર જેવા આ દુઃખના ભવોભવ
ડુબી રહ્યો છું જાણે કે આ સંસારરૂપી મહાસાગરમાં હું
હડકાયેલા કુતરાની માફક આમતેમ આંટા મારી રહ્યો છું હું
ખોદી રહ્યો છું ‘કબર’ હું ખુદ-ખુદની
સળગી રહ્યો છું ‘ઇર્ષા’ કેરી આગમાં હું
જેથી આ સ્વાર્થી દુનિયામાં પણ ‘બીન સ્વાર્થી’ બની રહેવા ‘મથી’ રહ્યો છું હું
કણસતો કણસતો આ ‘વ્યથિત’ જીવન જીવી રહ્યો છું હું
આ બધા સ્વાર્થી સાથે ‘સંઘર્ષ’ કરી રહ્યો છું હું
છતાં પણ આવા ‘સંઘર્ષ’માં સંઘર્ષ કરી આ સત્યથી વાકેફ કરવા મથી રહ્યો છું હું.
દિલીપ આર. વરીઆ ‘સંઘર્ષ’
(રામા-દેવગઢબારીઆ)
No comments:
Post a Comment