એવું નથી કે તને જોવા નથી ઇચ્છતી,
કોઈપણ ભોગે તને ખોવા નથી ઇચ્છતી.
આંખોથી કરું હું વાતચીત વ્હાલની,
હોઠ સહેજ પણ ખોલવા નથી ઇચ્છતી.
અપમાન તારું લાગે મને મારું,
સ્વમાન સહેજ પણ ખોવા નથી ઇચ્છતી.
ભૂલો ને મારી વ્હાલા, વ્હાલથી સ્વીકારી
ગલતી સામે તારી કબૂલ કરવા નથી ઇચ્છતી.
તારે ન મારે શું? કોઈને કહેવા નથી ઇચ્છતી,
સેંથો બીજા કોઈનો પૂરવા નથી ઇચ્છતી.
શ્વ્વાસે-શ્વ્વાસે લઈ રહી તારું જ નામ,
ભક્તિ બીજા કોઈની કરવા નથી ઇચ્છતી.
‘પાગલ’ છોડી દઈશ દુનિયા ખુશીથી તારી સાથે,
પલભર પણ પ્રિતમ વર રહેવા નથી ઇચ્છતી.
ડો. પ્રણવ ઠાકર- પાગલ (વઢવાણ)
No comments:
Post a Comment