યાદ કરુ છું બસ તુજ ને જ દિવસ અને રાત
હવે કેમ કહું તને મારા દિલની વાત
શું તુંજ નથી ચાહતી આપણે એક થઈએ.
એક દિવસ ભેગા બેસી અને દિલની વાત કહીએ
દિવસોને વિતતા ક્યાં વાર લાગે છે
આ અમર પ્રેમની ભુખ ક્યાં ભાગે છે.
જોઉ છું હવે દિવસ રાત તારા જ સપના
હવે તો બસ તારા સ્નેહ મિલનની જ છે ઝંખના
તારી સાથે પ્રેમના બંધને બંધાણો છું
પ્રેમરૂપી આ મહાસાગરમાં વચ્ચોવચ્ચ અટવાણો છું.
આ અલૌકિક પ્રેમની બે ચાર લીટી હું પણ લખી લઉં
શું હાલ થાય છે પ્રેમીઓના થોેડુંક હું પણ શીખી લઉં
‘‘કેવીન’’ ચાલને ઘડીક કહીએ દિલની વાત
યાદ કરુ છું બસ તુ જ ને જ દિવસ રાત.
કેવિન ડોરૂ (નાની તુંબડી - કચ્છ)
Thank You Bhai.
ReplyDelete