Pages

Wednesday, 31 October 2012

બદનામ પ્યાર


ભરી મહેફિલમાં આજે કોઈ બદનામ કરી ગયું,
પ્યારની સાથે પ્યારથી કોઈ મજાક કરી ગયું.
મળવાનો વાયદો આપી પથમાં કોઈ રાહ દેખાડી ગયું,
અમારા પ્યારમાં આજે કોઈ દિલ બહેલાવી ગયું.
અમૃત દેખાડીને અમને વિષ પાઈ ગયું,
હાથમાં લઈ વિશ્વાસ વિશ્વાસઘાત કરી ગયું.
જેમની યાદોમાં રડી હતી આંખો રાત-દિવસ,
યાદોની કોઈ ચિતા જલાવી ગયું.
દિલ અમારુ બાળીને રાખ લઈ ગઉં,
મુરલીની હસતી- ખેલતી દુનિયામાં,
ભરી વર્ષાએ આગ લગાડી ગયું.
- બાબરિયા કિશોર (પાલીતાણા)

No comments:

Post a Comment