Pages

Wednesday 29 May 2013

તને

જો મળે તારો એક ઇશારો
તો છીનવી લઈશ દુનિયાથી તને
સમજીશ એમ ક્યારેય કે
હું ભુલી જઈશ તને
જો રબ કંઈ આપવા ઇચ્છે
તો માંગી લઉં તને
પ્રેમના તમામ વચનો નિભાવવા
જીવનમાં સાથે રાખીશ તને
જો દુનિયામાં હિંમતથી બધું મળે
તો મેળવી લઈશ હું તને
જિંદગીની હર સફરમા
મારી મંઝિલ માનીશ તને,
જો હશે તું મારાથી દૂર
તો દિલમાં રાખીશ તને
તારી હર ખુશીને મારા જીવનમાં
મારી જિંદગીથી અઝીઝ સમજીશ
તને...
વારસંકિયા 'મીત' એન.
(
ગીંગણી-જામજોધપુર)

એ પ્રેમ છે

કોઈના વિરહમાં ગઝલ લખાય પ્રેમ છે,
કોઈની યાદમાં તાજ-મહલ બંધાયએ પ્રેમ છે
જેને જોવા માટે નજર આતુર હોય ક્યારની
તે આવે છતાં વાટ જોવાય પ્રેમ છે
એકાંતમાં વાગોળતા હોય, તમે સ્મરણ અતિતના
આંખ બંધ કરતા હોઠ મલકાય પ્રેમ છે
જેને મળવાની રાહ જોતા હોય,
તમે વર્ષોથી તે અચાનક રસ્તા વચ્ચે મળી જાય પ્રેમ છે
કહેવું તો હોય ઘણુ એકબીજાને પરસ્પર
પ્રત્યક્ષ આવતા મન ગભરાય પ્રેમ છે
જેને ભુલવા માટે મન સાથે જગડવુ પડે રોજ
છતાં પણ તે હૃદયથી વિસરાય પ્રેમ છે
મરવું તો હોય ક્યારનું 'હેમ'-જિંદગી'ને
એક બીજાની ખુશી માટે જીવી જાય પ્રેમ છે...
હેમંત ચાવડા  'હેમ' (ભાવનગર)

ફર્ક શો

હરખ શો, શોક શો. ઉરમાં પડેલ ફર્ક શો...
કિસ્મતે ડુબ્યા વહાણ. તહી દર્દ શો.
નહીં લખ્યા હોય.. તહી કર્મે લેખ શા,
અહીં...તહીં કર્મે લેખ ભેદશો.
અશ્રુ વહી નિકળ્યા ટપ રે ટપ
તહી ભેદ છુપાવવાનો મર્મ શો
નહી મળે મને વાતમાં ગમ શા
લખ્યા હશે કર્મે લેખ તો ભ્રમ શો
આજે જતા જઈશ કાલે આજ કાલ ફર્ક શા
હરી હરખશે સારુ થશે. તહી કશો ડર શો.
જાસૂદ

તલબગાર

તમારા પ્રેમપ્રસ્તાવનો સ્વીકાર કરી બેઠા
કમનસીબીનો જાણે નિર્ધાર કરી બેઠા
અંધ બન્યા તમારા પ્રેમમાં એવા
જન્નતનો તમારામાં દીદાર કરી બેઠા
વેર્યાતા કંટક તમે પ્રેમ પથ પર
સમજીને એને ફૂલ એની
ઉપર વિહાર કરી બેઠા
અઠંગ હતા તમે શંતરંજના ખેલાડી
તમારે સંગ જિંદગીનો જુગાર ખેલી બેઠા સજા મળી જુગારની અમને કંઈક એવી
ખુદને ખુદથી તડીપાર કરી બેઠા
અસહ્ય હતી તન્હાઈ અમારા માટે
મોત માટે અમે ખુદને તલબગાર કરી બેઠા
સોલંકી રાકેશ બી. 'શબ્દ'(નવા.વાડજ)