Pages

Wednesday, 29 May 2013

થઈ ગયો

કોણ જાણે તારા ઉપર વિશ્વાસ થઈ ગયો
દેહ તારા વગર નિઃશ્વાસ થઈ ગયો
એવુ તો શું કર્યું હશે તે મારી સાથે!
કે 'નરેશ' તારાથી 'નારાજ' થઈ ગયો.
છૂપાઈને લોકોથી સુમસામ બેઠો હતો,
અજાણે તારો આભાસ થઈ ગયો.
માસૂમ લાગણીઓ સાથે રમત રમી છે તે,
તારા ચહેરા પાછળનો ચહેરો ઉઘાડો થઈ ગયો
ભૂલવાની કોશીશ કરી રહ્યો છું તેમને
પ્રેમ કરતા હવે નફરતનો વધારો થઈ ગયો.
ગોહેલ નરેશકુમાર એમ. (ગણેશનગર-પાલીતાણા)

No comments:

Post a Comment