Pages

Wednesday, 29 May 2013

મિલન

સુના પથપર,
પથિકનું આગમન થયું,
મળી કોઈ રાહ મને,
હૈયે એક કવન થયું,
મળ્યું જ્યાં મન કદિ,
સાગરનું સ્મરણ થયું,
ઝંખ્યું જ્યાં હૈયે કદિ,
અનોખું મિલન થયું...
સુની ડાળ પર, કોકિલનું આગમન થયું,
મળી કોઈ તાન મને, હૈયું આજ પાવન થયું,
ઢળ્યું જળ વર્ષા રૃપે, સુંદર ઉપવન થયું,
નમ્યું જ્યાં હૈયુંતારૃ, પ્યારૃં મિલન થયું...
સુના સ્મશાને, અજાણનું આગમન થયું,
બળી રહી લાશ કોઈ, કોરૃં કોઈ કફન રહ્યું,
રડયું આજ મન જેનું, અવિરત રૃદન રહ્યું,
શમ્યું જ્યાં આંસુ જરા, દુઃખી હૈયે રૃદન થયું...
સુના સંસારે, પ્રભુનું આગમન થયું,
નમ્યું જ્યાં મંદિરે, શિર, પાવન મિલન થયું...
કિરીટ મિસ્ત્રી (મીરા રોડ)

No comments:

Post a Comment