Pages

Wednesday, 29 May 2013

બેવફાઈ

સમજી શકાય એવી
એક વાત બની ગઈ
બંધ મુઠ્ઠી ખોલી હાથની
તો જાણે રેત સરી ગઈ
તડપે છે દિલ અમારું
પલપલ એમની યાદમાં
કે એમની બેવફાઈ
મારા સ્વપ્ના ચુરચુર કરી ગઈ
કહિ નથી શકતા અમે
તુજને કેટલો પ્રેમ કરું છું
કદાચ! સંબંધ નિભાવવામાં
અમારી કાંઈ ભુલ થઈ ગઈ
નિરાશાનાં વાદળા છવાયા ચોતરફ
જિંદગી હવે અમાસની રાત બની ગઈ
સમજી શકાય એવી
એક વાત બની ગઈ!!!
કૃપા વોરા  (પીલાતાણા)

No comments:

Post a Comment