Pages

Monday, 13 May 2013

ડોલી નથી શકતો...?

તેઓ સામે હોય ત્યારે કંઈ હું બોલી નથી શકતો,
વાતો દિલની એમની સામે હું ખોલી નથી શકતો.
આઇ લવ યુ કહ્યું હતું મેં એક દિવસ એમને,
ત્યારથી એમના જવાબનો  બોજ હું ઝીલી નથી શકતો.
એમની ના હોવા છતાં, એમના વિશે વિચારે છે,
તો પણ મગજને કંઈ હું બોલી નથી શકતો.
એમને જોતાં નશો ચઢી જાય છે. રગેરગમાં,
કોણ છે મૂર્ખ કે જે ડોલી નથી શકતો...?
ઇતિહાસ ખૂબ જટિલ છે 'કૌશલ'ના પ્રણયનાં,
કોઈ એલફેલ એનો ભેદ ખોલી નથી શકતો.
કૌશલ સુથાર (મુદરડાં)

No comments:

Post a Comment