Pages

Monday, 13 May 2013

સમયની ગતિને...

સમયની ગતિને હું ઓળખી શક્યો,
જીવન રસને હું માણી શક્યો.
કેટલાંયે આવ્યાંને ચાલ્યા ગયાં, કિન્તુ
કોઈને હું મારા બનાવી શક્યો.
લાવ્યો 'તો લાગણીનો અમીરસ જગે,
પ્રેમસાગર તુજને પીવડાવી શક્યો.
તું સ્વીકારે મુજને એવું શક્ય લાગતું નથી,
કહાનીને ઇચ્છા મુજબ વાળી શક્યો.
ઉજ્જડ થયો છે બાગ કારણ છે એટલું,
પ્રેમજળનું 'ગુલશન'માં સિંચન કરી શક્યો.
દિલીપકુમાર પ્રણામી (ટીંટોઈ, સાબરકાંઠા)

No comments:

Post a Comment