Pages

Monday, 13 May 2013

નામ મારું

સમયના સુસવાટામાં ખોવાય ગયેલ નામ મારું
અંધકારની ગર્તામાં, ખોવાય ગયેલ નામ મારું,
પ્રણયની સરીતામાં સૌ કોઈ ન્હાય વ્હાલથી,
કર્યો મેં પણ, થઈ ગયું બદનામ નામ મારું,
હોંશ ક્યાં રહે છે, આજ-કાલ મારા અહીં,
બેહોશીનાં મોઢે ચવાય ગયેલ નામ મારું,
કામ-કાજ કંઈ નથી, નવરાશની ખોટ છે,
ઝંઝાવાતી જીવનશૈલીમાં, વિખરાય ગયેલ નામ મારું,
હાથ ઉઠયા મારું ગળું દાબવા, જેના કાજે ઇબાદત કરંુ હું,
આંસુઓની ખારી લહેરમાં ધોવાય ગયેલ નામ મારું.
રાકેશ એચ. વાઘેલા (વાંસકુઈ, સુરત)

No comments:

Post a Comment