Pages

Thursday, 16 May 2013

ખુશામતની દલાલી

મસ્તમજાની વસંતઋતુ અમને વહાલી
તોય અમારો દિલબાગ એક ફૂલ વગર ખાલી.
તોડો ક્રમે ખુદા બહાર લાવીને,
કરે છે અરજ, દિલબાગનો માળી,
ઊગી નીકળી છે
તન્હાઈઓ દિલબાગમાં,
હવે તો આપ વસંતને તું બહાલી.
કરી છે તે ઉપેક્ષા ઘણી
અમારા દિલબાગની
તન્હાઈઓ એટલે
એમાં છે ફુલીફાલી
ક્યાં મન્નત કરી છે
અમે તારી જન્નત
માટે
માંગે છે માત્ર એક
ફૂલ સવાલી
આપ  વરના બંગ
પોકારીશું, તારી
ખુદાઈ સામે,
કહીશું અમે તારી
ખુદાઈ છે ઢિલીઢાલી.
બદનામ કરીશું તને દુનિયાભરમાં,
ખુદા જેવો ખુદા થઈને ઈચ્છે છે
ખુશામતની દલાલી
-
સોલંકી રાકેશ બી. ''શબ્દ'' - (નવા વાડજ)

No comments:

Post a Comment