Pages

Monday, 20 May 2013

ટોળે વળી

નવી જુની ભેગી થઇ વાતો ટોળે વળી,
પસારીને પાંખો નવ, યાદો ટોળે વળી,

સવાર-બપોર, નથી જોતી એ ઓટલી,
દરદના ઓસડ માટે, રાતો ટોળે વળી,

વહેવું એ ઝરણાંમાં, ભેગાં અવિરતપણે,
અલગ કરવાં દિલને, બે નાતો ટોળે વળી,

જમાનો જોયાનો, ભાર બહુ લાગે હવે,
નવામાં આદમની,ઓલાદો ટોળે વળી,

ભરું છું બાથ ફકીરીને, મુબારક તને,
ગરીબી જોવા, મુલાકાતો ટોળે વળી,

હવામાં ઝાકળની છે, અફવાઓ થી વકી,
નયનમાં ઝળહળ થઇને ભાતો ટોળે વળી,

વરસજે તું મન મૂકી, ધરતીને છે તરસ,
ભરી લેવા ખોળામાં, ખાણો ટોળે વળી,

~ નારાયણ પટેલ 

No comments:

Post a Comment