Pages

Wednesday, 29 May 2013

મુહબ્બતના તાજ સાથે

મુહબ્બતના તાજ સાથે
મારા ભવિષ્ય સાથે, તું મારી આજ સાથે
સામેલ જિંદગીમાં થઈ એવા અંદાજ સાથે
અસ્તિત્વ મારું છે ટકેલું શ્રધ્ધા ઉપર
ધડકનોનો તાર છે તારી આવાજ સાથે
સાંભળું છું સૂર તારી લાગણીનો બારહા,
લય ગયો જોડાઈ તારો મારા સાજ સાથે
મગરૃબી છે સર નથી પ્યારમાં ઝૂકતું કદી
સર હવે શોભે છે મુહબ્બતના તાજ સાથે
તડપતા દિલની વ્યથામાં છે ખુમારી પ્રેમની
માણવો છે વિરહ એવા રિવાજ સાથે
જીવનની વ્યાખ્યા બસ
આટલી સીમિત છે
સાથ હો અંજામમાં, કરીએ આગાજ સાથે.
અકબર બ્લોચ 'અંકુશ' (આરંભડા-મીઠાપુર પો.)

No comments:

Post a Comment