Pages

Monday, 13 May 2013

સનમને

તમારી નજરમાં નજર જ્યાં મળી કે,
પ્રણયની અચાનક અસર થઈ ગઈ છે.
ભૂલાઈ ગઈ છે બધી યે મોસમ
મહોબ્બતની ઋતુ શરૃ થઈ ગઈ છે.
તમે જો હાજર અમારી સમીપે,
જીવનમાં જીવવાની ઉત્તમ ઘડી છે.
તમારા સ્મિતથી, અમારા હૃદયમાં
વ્યથામાં યે ઉલ્લાસની ભરતી ચડી છે.
તમે જો હો હાજર મહેફિલમાં આજે,
મહેફિલમાં રંગત અનેરી ભરી છે.
તમે જો હો સાકી, લઈ સુરાહી,
શરાબી બની જિંદગી જીવવી છે.
તમે જો હો સાથી ગરીબીમાં આજે,
અમીરી બધી ફિક્કી થઈ ગઈ છે.
અમારી ઝૂંપડી, તમે આવવાથી
મહેલાતોથી પણ ઊંચી થઈ ગઈ છે.
તમે જો હો સાથે કબરમાં અમારી,
મરણમાં એનરી સૌરભ ભરી છે.
અમારી કબર પર, તમારાં બે આંસુ,
આંસુની કિંમત ફૂલોથી ઘણી છે.
કિરીટ ઠાકર

No comments:

Post a Comment