Pages

Wednesday, 29 May 2013

પ્રિયજન

એજ દિશામાં અદ્રશ્ય થયા હશે
પગલા પ્રિયજનનાં
એટલે સુરજ રોજ પુરબમાં ઊગે છે
દિલ ત્યારે પણ ધબકાર ચૂકી જાય છે,
જ્યારે અહેસાસ થાય છે
પ્રિયજનનો...
વિરહના વાદળતો અત્યારથી
ઘેરાયા છે...
અને મિલનના એંધાણ તો
છેક ક્ષિતીજ પર છે...
વાટો નિરખી-નિરખી અમે તો થાક્યા
હવે નયનોમાંથી 'અશ્રુ'ને બદલે
જાણે રક્ત વહે છે...
આંખ અને પાપણનો સંબંધ જાણે
ઘવાયો હોય તેમ પલકાર પણ થતાં નથી
હવે તો મને મોત ખપે
કા તો ખપે મેળાપ પ્રિયજનનો..
સ્વર્ગમાં પણ નરક સમ પ્રતીતિ થાય
અને સાચુ કહું...
મને આજ દરિયામાં પણ
પાણીની ઓછપ વર્તાય
કે જ્યાં એંધાણ
હોય પ્રિયજનના...
વાઘેલા પ્રદિપસિંહ એસ. (મુ.-ગતરાડ)

No comments:

Post a Comment