Pages

Monday, 20 May 2013

જમાનો બદલાયો ને સાથે બદલાયા માણસો

જમાનો બદલાયો ને સાથે બદલાયા માણસો ,,,
બદલાયો પહેરવેશ ને સાથે બદલાયા વિચારો ,,,

મરી પરવારી લાગણી , અને આંકાઈ તેની કિંમતો ,,
સંબંધો તો ભૂલાયા , બસ યાદ રહી છે સવલતો ,,,,

યારી , દોસ્તી રહી ગઈ આજે બસ નામની જ ,,,
ફેલાયો બધે જ સ્વાર્થ , દોસ્તી પણ છે કામ થી જ ..

માખણ- રોટલો બદલાયા ને બન્યા આજે બ્રેડ-બટર ,,
જૂની પરંપરાની આજે ક્યાં રહી છે કોઈ કદર ?

ભૂલાયો ઍ રામ ,, અને ભૂલાયો ઍ કૃષ્ણ ,,,
કોને ભજુ તો ધન મળે , ઍજ છે આજે દરેક નો પ્રશ્ન !!

સવાલ છે ઍક ,, ક્યાં ગયો ઍ રાધા-કૃષ્ણ જેવો પ્રેમ ??
કહુ છુ ક્યાથી મળે ઍ પ્રેમ , જ્યારે દિલ મા જ ભરેલા છે વ્હેમ !!

બદલાયો છે સમય અને બદલાઈ સમય ની આ ચાલ ,,
સમય છે હજી બનાવો આ માણસાઈ ને બદલાવ ની સામે ઢાલ ,,
કહે છે ''બિહાગ'' , નહી તો જોવા જેવાહશે આપણા દરેક ના હાલ ,,

==========બિહાગ========

No comments:

Post a Comment