Pages

Saturday 31 December 2011

અમને પાગલને પાગલ કહી વારો નહીં – જગદીશ જોષી

અમને પાગલને પાગલ કહી વારો નહીં,
આમ બીડેલા હોઠે પુકારો નહી.

બારી ખોલો ને કરો બારણા તો બંધ
છલકાઇ નહીં એ તો કેવો ઉમંગ
માટીમાં મ્હેક છે, માટીમાં મ્હેક છે..
તારો (?) નહીં રે…

જળની આ માયા મેં છોડી નહીં
અમને આપ્યા હલેસા પણ હોડી નહીં
હું તો મારો નહી, હું તો મારો નહી..
ને હું તો તારો નહીં રે

અમને પાગલને પાગલ કહી વારો નહીં,
આમ બીડેલા હોઠે પુકારો નહી.

 – જગદીશ જોષી

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ - રમેશ પારેખ

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ,
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ.

ફૂલો ય પૂરબહારમાં હિંસક છે આજકાલ,
રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ.

તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને,
પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ.

ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે,
હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ.

થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.

- રમેશ પારેખ

અશ્રુ ચાલ્યા જાય છે ... - શયદા

હોય ગમ લાખો ભલે, એ ગમનો મુજને ગમ નથી
આપ શ્વાસે શ્વાસમાં છો એ ખુશી કંઇ કમ નથી

એક છે એની જુદાઇ એક એની યાદ છે
બેઉ બેનો છે બલા, તડપાવવામાં કમ નથી

એની ત્યાં દ્રષ્ટિ ફરી ને અહીંયા મુજ ભાવી ફર્યું
દમ વિનાની વાત છે, આ વાતમાં કંઇ દમ નથી


તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે
હું કહું છું જિંદગી ધોવાય છે

યાદ તારી ઉરમાં માતી નથી
એટલે તો આંખથી છલકાય છે

આપના દર્શનની ખૂબી શું કહું,
દિલના દસ કોઠામાં દીવા થાય છે

હાથ મારો છોડી એ જાતા નથી
બેઉ દુનિયા હાથમાંથી જાય છે

અર્થની ચર્ચા મહીં શયદા બધો
જિંદગીનો અર્થ માર્યો જાય છે

  - શયદા

Thursday 15 December 2011

હૃદય પર ભાર લાગે છે

નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,

રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે
.
દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ,

ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે.

મને બેસી જવા કહે છે, ઊઠે છે દર્દ જ્યાં દિલમાં,

હૃદયમાં દર્દ-રૂપે દર્દનો દેનાર લાગે છે.

હૃદયની આશને ઓ તોડનારા ! આટલું સાંભળ,

કમળ આ માનસરમાં ફક્ત એક જ વાર લાગે છે.

રુદનની ભીખ માગે છે પ્રસંગો જિંદગાનીના,

કરું છું દાન તેને જે મને હકદાર લાગે છે
.
સનાતન રૂપ મારી કલ્પનામાં પણ નહીં આવ્યું,

જીવન કવિતા ! મને તું બુદ્ધિનો વ્યાપાર લાગે છે.

‘ગની’ વીતેલ જીવનનાં સ્મરણ તાજાં થયાં આજે,

ફરી ખખડાવતું કોઈ હૃદયનાં દ્વાર લાગે છે.

- ‘ગની’ દહીંવાલા

‘જલન’,

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.

ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.

- જલન માતરી

જિંદગી તો તારા પર નિર્ભર છે... '' પ્રીત ''

તારા ગુલાબી ગાલ પર તલ પ્રભુનો અક્ષર છે..

.. મારા દરેક સવાલનો એમાં છુપાયેલ ઉત્તર છે..

નીકળે તું મહોલ્લામાં રૂમઝુમતી જ્યારે જ્યારે..

.. દરેક યુવા હૈયાનો ઉજવણીનો એ અવસર છે..

તું નશીલી નજર કરી સહેજ હસીને જતી રહે..

.. ને એક વાર જોયા બાદ તને વિસરવું દુષ્કર છે..

મારા બેમિસાલ પ્રેમના બદલામાં મળ્યા આંસુ..

.. સનમ હિસાબ તારો શું આવી રીતે સરભર છે?..

તારે તો કંઈ નહિં, મારી સાથે શી લેવાદેવા..

.. પણ નિકુંજ ની જિંદગી તો તારા પર નિર્ભર છે... '' પ્રીત ''

Friday 2 December 2011

યાદ આવે છે

સપના મા કરી હતી તે વાતો યાદ આવે છે
ખુદા ને કરેલી મારી ફરિયાદો યાદ આવે છે

ફફ્ત તારા સંગ જીવન મેહેક્તુ હતુ મારુ
સાથે તારા વીતાવેલા પળો યાદ આવે છે

સૂરજ ના કિરણ અજવાસ લાવે જીવન મા
ચાંદની તળે કરેલી એ વાતો યાદ આવે છે

કોને કહુ હવે મારા જીવન ની વેદના હવે
જાણ્યે-અજાણ્યે કરેલા મારા ગુનાહો યાદ આવે છે

ઓળખી ન સક્યો તારા પ્રેમ ને
અશ્રુ ભીની મને એ તારી આંખો યાદ આવે છે

- ધવલ

એમ ના બોલો તમે ગમતા નથી

એમ ના બોલો તમે ગમતા નથી,
માત્ર તમને ચાહું એ ક્ષમતા નથી.

જિંદગીમાં આટલું હાર્યા પછી,
જીતવા માટે કદી રમતા નથી.

ભીડમાં એકાંત વહાલું લાગતું,
બસ હવે તો કોઈની મમતા નથી.

એક ઝંઝાવાતમાં તૂટી ગયા,
લાગણીના ઘર હવે બનતા નથી.

આંસુમાં પણ એટલી તાકાત છે,
હા, ભલે એને નદી ગણતા નથી.

જ્યારથી માણસને ઓળખતા થયા,
પથ્થરોના દેવને નમતા નથી.

- દિવ્યા મોદી

સંબંધ છે

થોડોય પરિચય નથી છતાં સંબંધ છે,
લાગે છે હ્રુદયની આ લાગણીઓ અંધ છે.

કોઈ ખીલેલું ફૂલ ખરે ભર વસંતમાં,
વીતેલ સૌ પ્રસંગ નીખરવા પ્રબંધ છે.

છવાઈ ગઈ છે પાનખર ચમનમાં તે છતાં,
અહીં પાન પાનમાં વસંતની સુગંધ છે.

ભવરણમાં એતલે જ ભટકતો રહ્યો સદા,
જોયું’તું મેં પ્રભુને ઘેર દ્વાર બંધ છે.

જેના હતા અમે એ અમારા ન થઈ શક્યા,
મિસ્કીન જિંદગીમાં રઝળતા સંબંધ છે.

= હિરેન જોશી

Tuesday 29 November 2011

અનંત સુંધી જવાની ઇચ્છા હતી,- "હ.વા."

મને એક જીંદગી તારી સાથે જીવવાની ઇચ્છા હતી,
તારી લાગણી સાથે રમત કરવાની ઇચ્છા નો’તી
બહું દર્દ આ દુનીયામાંથી મળ્યા છે,
મે એને બહું સીફ઼્ફ઼ત થી સ્વીકાર્યા છે.

અંત ના હોય જેનો એ અનંત સુંધી જવાની ઇચ્છા હતી,
મારી કાંઇ આ જવાની માં જ જવાની ઇચ્છા નો’તી..
શું કરું આ કુદરતના જોને કેવા ખેલ છે,
મને દર્દ દેવામાં હંમેશા એની પહેલ છે.

મને કાંઇ એમજ બોલ્યા કરવાની બીમારી નો’તી,
એ મારી જીદ નહિ પણ તારી મને ઘણી ફ઼િકર હતી.
આમાં તો સૌની સમજણ સમજણ માં ફ઼ેર છે,
બાકી એમ તો જીવન સદા આપણું એક છે

જ્યારે સમયને સમજવાની સમજણ તારામાં નો’તી
એમ તો તારે મારાજ બની રહેવામાં મજા હતી.
પણ જ્યારે વિચારો જરા મોકુફ઼ છે,
ત્યારે સમયને પણ થોડી ઉતાવળ છે.

તારે શોધવા મારી યાદ ભટકવાની કાંઇ જરુર નો’તી
મારી એ નીર્દોશ યાદ આસપાસની "હ.વા." માં હતી
હવે કદાચ ભુલાઇ ગયું છે કે હંસવાનું કેમ છે,
અને એની યાદમાં રડવાનું કેમ છે...!!!

- "હ.વા." (હાર્દિક વાટલીયા)

પ્યારનો પારો – વેણીભાઇ પુરોહિત

જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે?
મુજ પ્યારની રંગત ઝંખે છે એનો અણસારો શા માટે?

આ આંખ ભટકતાં થાકી ગઇ, આ પ્રેમને પોરો ખાવો છે,
કોઇ દિલની સરાઇ છોડીને ગલીઓમાં ગુજારો શા માટે?

છે ચાહતની બલિહારી અજબ, હું એક જ ઉત્તર શોધું છું,
કે આંખોથી સત્કાર કરો ને મુખથી નકારો શા માટે?

હું ઠપકો દઉં છું રોજ, હ્રદયને રોજ દિલાસો આપું છું,
કે તું ય પકડવા દોડે છે એ પ્યારનો પારો શા માટે?

સપનાંનું રેશમ જાય બળી, ને આશાની મૂરઝાય કળી,
કોઇ લીલાછમ ખેતરને ખોળે ગમનો અંગારો શા માટે?

જ્યાં જોગ નથી, જ્યાં ભોગ નથી, સુખદુ:ખના જ્યાં સંજોગ નથી,
જ્યાં પ્યાર કર્યાનું પાપ નથી, એવો જન્મારો શા માટે?

હું મોતનું જીવન જીવું છું, બિસ્મિલની બોલી બોલું છું,
ને શબ જેવા આ દિલમાં યા રબ! આ ધબકારો, શા માટે?

- વેણીભાઇ પુરોહિત

Friday 25 November 2011

કરે છે કેમ સૌ એ પ્રેમ...

ઝાંઝવાના જળ ને પીવડાવે એ પ્રેમ...

.. કલ્પ્નાઓ મા હકીકત બતાવે એ પ્રેમ...

રાતોની ઉંગ ઉડાડી ઉજાગરો કરાવે એ પ્રેમ...

.. વિના કારણે જાગતાને દીવાસ્વપ્નો દેખાડે એ પ્રેમ...

હસાવે-રડાવે એ પ્રેમ...

.. "હું" ને તારામા જ ખોવાયેલો રાખે એ પ્રેમ...

વણ માગે બધુજ આપી દે એ પ્રેમ...

.. કોણ જાણે તોય કરે છે કેમ સૌ એ પ્રેમ...

સૌ કહે છે મને આતો છે મારો વહેમ...

.. બસ એક મારી જાનું જ જાણે, આતો છે નિમિત્ત નો પ્રેમ... ''PREET''

પ્રેમને નામે રમે છે


હરઘડી પ્રેમનો એકરાર કરે છે લોકો..
.. સાથ જીવનભર ક્યાં આપે છે લોકો..

કહે છે તુજ વગર નથી જીવવુ હવે..
.. સમય આવ્યે જીવ ક્યાં આપે છે લોકો..

મંદીર મસ્જીદ જઇ ટેકવે છે માથા..
.. મનથી ત્યાં પણ ધ્યાન ક્યાં આપે છે લોકો..

પ્રેમને નામે રમે છે રમતો સરેઆમ..
.. ખરી સમજણ પ્રેમની ક્યાં આપે છે લોકો... ''PREET''
-Nikunj Sony

Tuesday 22 November 2011

મળે કે ન મળે

સમયનો સંગાથ મળે કે ન મળે,
તારો સંગાથ મળે તો પણ બસ છે.
દુનિયા થકી મને અમૃત મળે કે ન મળે,
તારા થકી વિષ મળે તો પણ બસ છે.
દુશ્મનો થકી દોસ્તી મળે કે ન મળે,
તારી દુશ્મની મળે તો પણ બસ છે.
કોઈના થકી સ્મિત મળે કે ન મળે,
તારા થકી અસહ્ય દર્દ મળે તો પણ બસ છે.
જિંદગીમાં ફરી તું મળે કે ન મળે,
તારી યાદ મળી છે તે પણ બસ છે.
દિવસમાં દસ-બાર વખત મળે કે ન મળે,

દિલમાં દિલથી એકવાર મળે તો પણ બસ છે.
જીવનમાં ઈશ્વરનાં દર્શન મળે કે ન મળે,
અંતરમાં તારી તસ્વીર મળી છે તે પણ બસ છે.
'ભરત'ને દુનિયાનાં સુખ મળે કે ન મળે,
તારું આછું સ્મિત મળે તો પણ બસ છે.


બી.કે.પરમાર
(સણોસરા)

જિંદગી સરળ નથી

તમને ભુલું એવી કોઈ પળ નથી,
તમને યાદ કર્યા વગર કળ નથી.
તમને ચાહ્યાં પણ આ ફળ નથી,
તમને શોધું પણ કોઈ હળ નથી.
તમને ઢાળું યાદોમાં એવો ઢળ નથી,
તમને ગુંથું યાદોમાં એવો વળ નથી.
તમને મળી શકું, એવું તળ નથી,
તમને વટી જાઉં, હું પ્રબળ નથી.
તમને પાછાં લાવવાનું બળ નથી,
તમને ખોયાં, જિંદગી સરળ નથી.
 

જીતેન્દ્ર કુમાર
(માંડોત્રી, પાટણ)

Friday 18 November 2011

એવો આ પ્રેમનો સંબંધ છે… – હિતેન આનંદપરા


પ્રીતનો એ નાતો, એ વરસાદી રાતોની વાતોની યાદો મોઘમ છે
તું હજીયે આંખોમાં અકબંધ છે, તું હજીયે શ્વાસોમાં અકબંધ છે.
ઝરમર વરસાદ તને આછી આછી ભીંજવે ને ભીનું ભીનું મલકાય
હોઠો પર આવીને અટકેલું નામ પછી કાગળના કાળજે લખાય
જેની શરૂઆત નથી, જેનો કોઇ અંત નથી
એવો તું શાશ્વત નિબંધ છે
જોઇ તને એકલીને વાદળ વિચારે છે ચાલ આજ આની પર વરસું
ગાલ પરનાં ટીપાં તું લૂછે જેનાથી એ દુપટ્ટો બનવા હું તરસું
આંખોમા તારી બનાવીશ હું ઘર
છોને દુનિયાના દરવાજા બંધ છે
પહેલો વરસાદ અને પહેલું મિલન અને પહેલી તે વિશે શું કહું
એ પળની મજા કંઇ કહેવાથી સમજાય નહીં ચાલે તમે કો’કે હું કહું
ભૂલવાને ચાહો તોય ભૂલી શકાય નહીં
એવો આ પ્રેમનો સંબંધ છે…

– હિતેન આનંદપરા 

હાથ લંબાવી નથી શકતો – અમૃત ‘ઘાયલ’

અમુક વાતો હ્રુદયની બા’ર હું લાવી નથી શકતો,
કઈં અશ્રુઓ એવા છે કે ટપકાવી નથી શકતો.
કોઇને રાવ કે ફરિયાદ સંભળાવી નથી શકતો,
પડી છે બેડીયો એવી કે ખખડાવી નથી શકતો.
કળી ઉરની હું વિકસાવી કે કરમાવી નથી શકતો,
જીવન પામી નથી શકતો, મરણ લાવી નથી શકતો.
કોઈપણ દ્રુશ્યથી દિલને હું બેહલાવી નથી શકતો,
હજારો રંગ છે પણ રંગ માં આવી નથી શકતો.
ન જાણે સાનમાં શી વાત સમજાવી ગયુ કોઈ,
હું સમજુ છું છતા શબ્દોમાં સમજાવી નથી શકતો.
ન રડવાની કસમ ઉપર કસમ એ જાય છે આપ્યે,
ઊમટતા જાય છે અશ્રુ, હું અટકાવી નથી શકતો.
નિરંતર પાય છે કોઈ, નિરંતર પિઉં છું મદિરા,
પરંતુ જામ સાથે જામ ટકરાવી નથી શકતો.
નથી સમજાતુ આ છે મનની નિર્બલતા કે પરવશતા,
કદી પિધા વિના હું રંગમાં આવી નથી શકતો.
મુસીબત માંહે ખુદ્દારી મુસીબતની મુસીબત છે,
દુઆઓ હોઠ પર છે, હાથ લંબાવી નથી શકતો.
જીવન હો કે મરણ હો, કોઇ હો,એને કહી દે દિલ
કે “ઘાયલ” પી રહ્યો છે જાવ – એ આવી નથી શકતો.
 --અમૃત ‘ઘાયલ’

તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં - રમેશ પારેખ

તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં,
કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં.
શા માટે બાધી રાખવા સગપણના પાંજરે?
લાવો, તમામ શ્વાસને આઝાદ કરી જોઉં.
કોનામાં લીલો મોલ લચી પડશે, શી ખબર
સર્વત્ર મારા જીવનો વરસાદ કરી જોઉં
આ ખાલી ઘરમાં હોતું નથી કોઇ આજકાલ,
રહેતુ’તું કોણ, લાવ, જરા યાદ કરી જોઉં
છું હું કોઇક માટેની સાષ્ટાંગ પ્રાથના,
મંદિરમાં કોણ છે, હું કોને સાદ કરી જોઉં?
જાઉં ને મૃત્યુ નામના રાજાધિરાજને
પેશેનજર રમેશની સોગાદ કરી જોઉં.
 - રમેશ પારેખ

પૂછતી નહીં કેટલો પાગલ... - સુરેશ દલાલ

પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ…
આભમાં જોને કેટલાં વાદળ…
એટલો પાગલ…
ઝાડનું નાનું ગામ વસાવ્યું ને ફૂલને
તારું નામ દીધું છે.
ભમરા તને ગુંજયા કરે: ગુંજવાનું મેં કામ દીધું છે.
જળને તારું નામ દઈ ઢંઢોળી દેતો.
ખોવાઈ ગયેલા નામને મારા ખોળી લેતો.
નદી તારા નામની વહે: એ જ નદીનું જળ પીધું છે.
આપણા પ્રેમની, સુખની દુ:ખની વાત કરું છું
શબ્દો આગળ.
પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ…
પ્હાડની ઉપર સૂરજ ઊગ્યો: રાતના ઊગ્યા તારા.
દિવસ અને રાત તો તારા નામના છે વણજારા.
ધરતીમાંથી નામનાં તારા તરણાં ફૂટે.
ઝરણાં તારા નામને ઝીણા લયમાં ઘૂંટે.
સાગર, ખડક, પવન, સડક, ઝૂંપડી, મકાન…
સૌને તારું નામ કીધું છે.
નામ તો તારું ગીતને માટે
સાવ કુંવારો કોરો કાગળ…
પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ…

માત્ર એક જ ક્ષણ - ફિલિપ સી. માઇકેલ (અનુ. જગદીશ જોષી)

ઉત્સાહનો એક શબ્દ કહેતાં
માત્ર એક જ ક્ષણ લાગે છે;
ઝરતા આંસુને લૂછવા માટે
માત્ર એક જ ક્ષણ લાગે છે;
મદદ માટે હાથ લંબાવતા
માત્ર એક જ ક્ષણ લાગે છે;
સમજવાનો પ્રયત્ન કરવા
માત્ર એક જ ક્ષણ લાગે છે;
મિત્ર મેળવતાં ને તેને જાળવતા
માત્ર એક જ ક્ષણ લાગે છે;
કોઇ ભાંગેલા હૈયાને સાંધતા
માત્ર એક જ ક્ષણ લાગે છે;
કોઇનો દિવસ ઉજાળતાં
માત્ર એક જ ક્ષણ લાગે છે;
તો પછી, આ જ ક્ષણને જડી દ્યો
… તે સરકી જાય તે પહેલાં.
- ફિલિપ સી. માઇકેલ (અનુ. જગદીશ જોષી)

ટચલી આંગલડીનો નખ – વિનોદ જોશી

ટચલી આંગલડીનો નખ
લટમાં પરોવી હું તો બેઠી, સજન!
મુંને એકવાર કાગળ તો લખ.
કૂંપણ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું,
વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું?
ચૂમી ચૂમીને કરી એંઠી, સજન!
હવે લૂછી દે પાંપણનાં દખ.
છાતીમાં સૂનમૂન પાળ્યાં રે પારેવડાં,
પાતળિયા પૂછ, એના પડછાયા કેવડા?
છાલક ના જાય જરી વેઠી, સજન!
મુંને ઘોળી દે ઘૂઘવતાં વખ.
- વિનોદ જોશી

Thursday 3 November 2011

કેવો સંબંધ બંધાઈ ગયો, - Niketa Vyas

આ જોને કેવો સંબંધ બંધાઈ ગયો,

બે દિલોમાં જાણે ઉત્સવ રચાઈ ગયો.

બે શબ્દો વચ્ચે કેવો સેતુ રચાઈ ગયો.

રેશમ નો જાણે કે તંતુ ગૂંથાઈ ગયો.

તસ્વીર તો જાણે જોયી હતી એની,

ના જાને ક્યારે એ તકદીર બની ગયો.

પ્રેમ માં દીવાનગી તો હતી જ એની,

દીવો જોયીને પરવાનો બની ગયો.

સબંધોને નામ ના આવરણ ચડ્યા,

હતો જે નામનો પોતીકો બની ગયો.

દિલ ની ચોખટે દસ્તક દઈને એ તો,

મારા જીવનની જાણે હકીકત બની ગયો.

Niketa Vyas 1-11-2011

મારી જીંદગીની જરૂરીયાત

પ્રેમ તમારો એ જ તો મારી જીંદગીની જરૂરીયાત હતી,
ચાહ્યા તમોને લાખો માંથી બસ એટલી જ વાત હતી

જીવનની ડગર પર આવ્યા ને ગયા કૈંક કેટલાય,
આવશો તમે પણ ઇચ્છા એવી આત્મસાત હતી
...
સોહામણા સમણાઓને આમ ન છીનવો નિર્દયતાથી,
વાગોળવા સ્વપ્નાઓ એ જ મારી મોંઘી સૌગાત હતી

અધુરી આશાઓનો સમંદર વહે છે આંસુ બનીને,
તમે જતા રહ્યા, હું જોતો રહ્યો એ જ મોટી માત હતી

હતો નિમીત માત્ર પ્રેમ તમારો, જીવનની જરૂરીયાતમાં,
ભટકવું અકલુ અટુલુ એવી જન્મથી જ કોઇ ઘાત હતી

બની કવિતા, ગઝલ ધબકો છો હજી હૈયામાં "અશોક"ના,
જીવંત રાખે મને એવી ક્યાં કુદરતમાં પણ ઔકાત હતી?

-અશોકસિંહ વાળા

Sunday 30 October 2011

પ્રીત : પ્રીતડી બાંધતાં રે મનડાં -રમેશ ગુપ્તા


પ્રીતડી બાંધતાં રે મનડાં કરજે ખૂબ વિચાર,
સુંદર મુખની મધુરી વાણી સત્ય નથી તલભાર;
પ્રીતડી બાંધતાં રે મનડાં કરજે ખૂબ વિચાર.
કરમાં વાગતી વીણા તારી તાલ-બેસૂરી થાશે,
મધુર મિલનનાં મધુર ગીતડાં તાલ-વિરહ બની જાશે;
પાછા સંધાતા નવ જોયા મેં વીણાનાં તાર…
પ્રીતડી બાંધતાં રે મનડાં કરજે ખૂબ વિચાર.
દિલનો દાવ લગાવ્યાં પહેલા પારખજે ખેલાડી,
ખેલાડી જો ચપળ હશે તો નહિ ચાલે તારી ગાડી;
મધદરિયે છોડીને તુજને ચાલ્યો જાશે પાર…
પ્રીતડી બાંધતાં રે મનડાં કરજે ખૂબ વિચાર.
વગર વિચાર્યું કરે માનવી, ભૂલ કરી પસ્તાય,
ગયો સમય પાછો નવ આવે, રુદન કરે શું થાય !
માટે ચેતાવું પહેલાથી તુજને વારંવાર…
પ્રીતડી બાંધતાં રે મનડાં કરજે ખૂબ વિચાર.
-રમેશ ગુપ્તા

પ્રીત: પ્રીતડી બાંધતા રે બંધાય ના -કવિ ?


પ્રીતડી બાંધતા રે બંધાય ના,
બંધન જન્મોજનમના ભૂલાય ના;
લખ્યું લલાટનું ના ભૂંસાય,
કે પ્રીતડી બાંધતા રે બંધાય ના.
સપનાં રોળાઈ ગયા, કાળજ કોરાઈ ગયા,
તારી જુદાઈમાં મનથી રુંધાઈ ગયા;
ઓ વ્હાલમા, તડકો ને છાંયો જીવન છે- નાહક મૂંઝાઈ ગયા.
કે પ્રીતડી બાંધતા રે બંધાય ના.
નયને નિંદર નથી, ક્યાં છું ખબર નથી,
દિલડાને જંપ હવે તારા વગર નથી;
ઓ વ્હાલમા, સંસારી ઘુઘવતા સાગરે ડુબવાનો ડર નથી.
કે પ્રીતડી બાંધતા રે બંધાય ના.
તારી લગન લાગી, અંગે અગન જાગી,
વિયોગી તારલીનું ગયું રે મન ભાંગી;
ઓ વ્હાલમા, વસમી વિયોગની વાટમાં લેજો મિલન માંગી.
કે પ્રીતડી બાંધતા રે બંધાય ના.
-કવિ ?

Friday 21 October 2011

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં – હરીન્દ્ર દવે

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં
જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં
કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં
કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં
 – હરીન્દ્ર દવે

હું તને પ્રેમ કરું છું..

પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું,
જાણું નહીં કે કેટલો ને કેમ કરું છું.
વધતો રહે છે, સહેજ પણ ઘટતો નથી કદી
છલકાતો જાય છે, હું જેમ જેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..
દિવસો વીતી રહે છે તને જોઈ જોઈને,
રાતો પસાર હું જેમ-તેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..
ખીલતો રહું છું હુંય ને ખૂલતો જઉં છું હું,
ગમતું રહે છે જેમ તને હું તેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..
ભૂલીને ઘાટ જૂજવા એકાંતની ક્ષણે,
ઓગાળી એને હેમનું હું હેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..
- તુષાર શુક્લ

ક્યાં શોધું, --ઇન્દ્રજીતસિંહ વાઘેલા--

દિલમાં થતી લાગણીનો સ્પર્શ ક્યાં શોધું,
ઘાયલ અવસરમાં થતો હવે પ્રેમ ક્યાં શોધું,
દિલના તો વાયદા હતા ઘણા,
પણ હવે એ મુલાકાત ક્યાં શોધું,
અંધકારે આવીને ઉભો સુરજ તણું અજવાળું ક્યાં શોધું,
ચાહતની રંગીન ચાદરોમાં મીઠા સમાણા ક્યાં શોધું,
ખુદ પ્રેમી જ થયા પરાયા પછી,
પરાયામાં મારો પ્રેમ ક્યાં શોધું..

--ઇન્દ્રજીતસિંહ વાઘેલા--

Sunday 16 October 2011

કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી.. - તુષાર શુક્લ

( ઢળતા સૂરજની સામે સમંદરની રેતમાં… )
 -----------------------------------------------------------------------------
ના તને ખબર પડી, ના મને ખબર પડી,
કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી;
કારણમાં આમ કઇ નહીં, બે આંખ બસ લડી,
ને હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી.
બંનેના દિલ ઘડકતા હતા જે જુદા જુદા,
આ પ્રેમ એટલે કે એને જોડતી કડી;
શરમાઈ જતી તોય મને જાણ તો થતી;
મારી તરફ તું જે રીતે જોતો ઘડી ઘડી.
હૈયું રહ્યું ન હાથ, ગયું ઢાળમાં દડી;
મેળામાં કોણ કોને ક્યારે ક્યાં ગયું જડી.
ઢળતા સૂરજની સામે સમંદરની રેતમાં
બેસી શકે તો બેસ અડોઅડ અડીઅડી;
મારા વિના ઉદાસ છું તે જાણું છું પ્રિયે
મેં પણ વિતાવી કેટલી રાતો રડી રડી.
મેં સાચવ્યો ’તો સોળ વરસ જે રૂમાલને;
તું આવ્યો જ્યાં નજીક ને ત્યાં ઉકલી ગઇ ગડી.
-તુષાર શુક્લ

તેં પથ્થર પસંદ કેમ કર્યો ? - અવિનાશ વ્યાસ

તેં પથ્થર પસંદ કેમ કર્યો?
અરે કે’ને ઓ કરુણાના સાગર,
અને કોણે જઇ પાષાણ ભર્યો?
તેં પથ્થર પસંદ કેમ કર્યો?
વાયુ વાદળ સૂરજ ચંદર
વ્યોમ ભોમ પાતાળની અંદર
હોય ભલે મસ્જિદ મંદર
સત્વ તત્વમાં તું જ નિરંતર
તો યે નિરાકાર આકાર ધરી
અરે ઠરી ઠરી પાષાણ ધર્યો
ભાવે સ્વભાવે નોખો ન્યારા
ફૂલને પથ્થર વચ્ચે
તો યે તારી સંગ સદંતર
ફૂલ ઉપરને તું અંદર
કદી ફૂલ ડૂબે પથ્થર નીચે
આ તો ફૂલ નીચે પાષાણ મર્યો
તો પથ્થરનું હૈયું ખોલીને
મંદિરભરની મૂર્તિ ડોલી
શીલાનો શણગાર સજી
અરે સર્જનહાર હસી ઉઠ્યો
સાંભળ ઓ મનગમતા માનવ,
મેં પથ્થર પસંદ કેમ કર્યો !
કે રામ બનીને માનવકુળમાં
જ્યારે હું જગમાં ઉતર્યો’તો
ત્યારે ચૌદ વરશના વનના વાસે
વન ઉપવન વિશે વિચર્યો
ત્યારે ચરણનીચે ફૂલ ઢગ જેને કચર્યો
એને આજે મેં મારે શિર ધર્યો
સાંભળ ઓ મનગમતા માનવ,
મેં પથ્થર પસંદ કેમ કર્યો !
અને હરણ કરી મારી સીતાનું
જ્યારે રાવણ લંકાપાર ગયો
ત્યારે કામ ન આવ્યું કોઇ મને
આ પથ્થરથી પથ્થર ઉગર્યો
અને એક જ મારા રામનામથી
આ પથ્થર સાગરપાર તર્યો
સાંભળ ઓ મનગમતા માનવ,
મેં પથ્થર પસંદ કેમ કર્યો !
- અવિનાશ વ્યાસ

દિવસો જુદાઈના જાય છે - ગની દહીંવાલા

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.
હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.
છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.
તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.
તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.
જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
- ગની દહીંવાલા

Monday 10 October 2011

પ્રિત નું સરનામું

પ્રિતને વળી સરનામું ન હોય,
એનું ઠામને ઠેકાણું ન હોય,
ન હોય કોઇ નિયમ કે ધારો,
અહિં સ્વાર્થ નું કોઇ કામ ન હોય……
શક્ય છે કે લુટાઇ જશે,
બધું આ દિલના દરબારમાં,
ન હોય જ્યાં બાકી કોઇ ખજાનો,
મુંગા ચોરાયા શિવાય કોઇ ચારો ન હોય……
ભક્તિ કેરું નામ છે પ્રિત,
વિરહની ઉજળી ભાત છે પ્રીત,
ન હોય મિલન ના અધીકારો,
ભુલવાને શક્ય અહીં એવો અવકાશ ન હોય……
………kjp….kusum.

પૂછજો મને

છોને સૌ ચાલ્યા જતા., કોક તો જો જો મને .
માળથી ખરી પડેલ હું મોતી ,કોક તો વિણજો મને.
દિન ભાનું ન ચળકતો હું આભમાં ,
અસ્તના પ્રકાશમાં, કોક તો નિહરજો મને.
…છાયા પડી ભ્રમર મુજ પર,
કુસુમ ગણી કોક તો ગુંથજો મને.
હરણ થાય છે ચીર મારા ,
ક્રુષ્ણ બની કોક તો સુણજો મને.
હોડી મારી વમળમાં ગુમી રહી,
છીપ બની કોક તો ઝીલજો મને.
પ્રેમ મીઠી બુંદ ન પામી હું અહીં,
સાગર તણા નીર કોક તો ધરજો મને.
તસવીર મારી આ નથી, હું શું વાંક લઉ તકદિરનો?
પડછાયામાં પડે નજર, કોક તો ગોતજો મને.
ઉભી હતી જ્યાંથી,બધા રસ્તા વળી ગયા,
ક્યાં જાવું છે તમને ? કોક તો પુછજો મને.
……..kjp…kusum.

તું અને હું

’તું’ અને ‘હું’,
‘હું’ અને ‘તું,’
‘હું’ અને ‘તું’ માં કેટલો ફેર છે ??
હું તારા માટે જીવું છું ,
પણ તું ‘હું’ જ બની જીવે છે.
તારા ‘હું’ માં અને મારા ‘હું’ માં ઘણું અંતર છે,
તારો ‘હું’ ફક્ત તારી માટે જ છે,
ને,
મારો ‘હું’ તને સમર્પિત છે.
હવે તારી પાસે બબ્બે ‘હું’ થઇ ગયા.!!!
એકલી તો હું થઇ ગઇ ‘હું’ અને ‘તું’ હોવા છતાં
…….kjp…kusum. Kusum Patel

વહેતા પવન નિ વાટ

.તારી ફરિયાદ માં પણ એક “યાદ” છે,
વહેતા પવન નિ વાટ છે
સ્પર્શ છે, સુગંધ છે
યાદ માં ઉમંગ છે
છોડી ગયા છે એ
મ્હેંકે છે આસપાસ
સમીર માં છે સ્પર્શ
યાદ માં છે એક હર્ષ
છોડી જવાની વાત  ક્યાં
છુટ્ટા પડ્યા નો વાદ ક્યાં, વિવાદ ક્યાં?
સુગંધ અને સ્પર્શ ને , વિવેક નિ બસ વાટ છે.
જનક દેસાઈ ૦૯/૧૩/11

સત્કારનિ ખામી

આવી ને ભલે તું, નિરાશ થઇ છે
પૂરી કરું કદી, આવકાર માં ખામી રહી જે

પ્રાણ છે
પ્રેમ છે
હ્રીદીયું બેચૈન છે

વ્હાલ છે
ખ્યાલ છે
વ્હાલા પણ બેચૈન છે 

અહંકાર હતો મુજને, ને આવકાર દીધો નહિ
લલકાર હતો જે પ્રેમ નો, માણી શક્યો નહિ

જળ હતું
કમળ હતું
કમળ નું બળ હતું

પાંપણ હતી
નમી હતી
પ્યાર નિ નિશાની હતી 

પ્રેમનો વ્યવહાર એ હું જાણી શક્યો નહિ
ને માની લીધુ કે એના દીધેલ સત્કારમાં, ખામી રહી ગઈ 

મિત છે.
પ્રીત છે..
પણ મન બેચૈન છે

દઉં દીલાશો.
ખુલાશો કરું
શબ્દો ને ક્યાં ભાન છે?

રહે પ્રયત્ન મારો, હવે, ઝોળી ભરતો રહું.
ઘોળી દઉં પ્રેમ થી, જે વંચિત રહી ગઈ  

જનક દેસાઈ ૦૯/૧૩/૧૧

Saturday 8 October 2011

આખી જિંદગી એમાં રડવું અને લડવું પડે છે.

પુજાવવા માટે પ્રભુએ પણ પથ્થર બનવું પડે છે.
પ્રકાશવા માટે દિવાએ પણ રાતભર બળવું પડે છે.
કાંઇ લીધા વગર આ દુનિયામાં કયાં કોઇ આપે છે.
ફૂલ થતાં પહેલાં બીને માટીમાં મળવું પડે છે.
બે-ચાર જામ વધારે આપ જે સાકી કે,
શરાબી બનવા માટે લથડવું પડે છે.
જીવતે જીવ કયાં કોઇ અમર થયું છે દુનિયામાં,
માણસે અમર થવા માટે પણ મરવું પડે છે.
ડુબતા સુરજે કાનમાં કહ્યું હતુ કે દોસ્ત,
રોજ ઉગવા માટે મારે રોજ આથમવું પડે છે.
પ્રેમ અને યુધ્ધમાં કયાં કોઇ કાંઇ મેળવે છે,
આખી જિંદગી એમાં રડવું અને લડવું પડે છે.

Saturday 1 October 2011

દિલ પૂછે છે મારુ

દિલ પૂછે છે મારું ,
અરે દોસ્ત તું ક્યાં જાય છે ?
જરાક તો નજર નાખ સામે
કબર દેખાય છે .
ના વ્યવહાર સચવાય છે ,
ના તહેવાર સચવાય છે ;
દિવાળી હોય ક હોળી બધુ
ઓફિસ માં જ ઉજવાય છે .
આ બધુ તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે ;
લગ્ન ની મળે કંકોત્રી
ત્યાં સીમંતમાં માંડ જવાય છે .

દિલ પૂછે છે મારુ , અરે દોસ્ત તું ક્યાં જાય છે ?
પાંચ આંકડા ના પગાર છે ,
પણ પોતાના માટે પાંચ
મિનિટ પણ ક્યાં વપરાય છે .
પત્ની નો ફૉન ૨ મિનીટ
માં કાપીયે પણ કસ્ટમર
નો કોલ ક્યાં કપાય છે .
ફોનબુક ભરી છે મીત્રોથી પણ કોઈનાય ઘરે ક્યાં જવાય છે ,
હવે તો ઘરના પ્રસંગો પણ
હાફ – ડે માં ઉજવાય છે .

દિલ પૂછે છે મારુ , અરે
દોસ્ત તું ક્યાં જાય છે ?
કોઈ ને ખબર નથી આ રસ્તો
ક્યાં જાય છે ;
થાકેલા છે બધા છતા ,
લોકો ચાલતા જ જાય છે .
કોઈક ને સામે રૂપિયા તો
કોઈક ને ડોલર દેખાય છે ,
તમેજ કહો મિત્રો શું
આનેજ જિંદગી કહેવાય છે ?

દિલ પૂછે છે મારુ , અરે
દોસ્ત તું ક્યાં જાય છે ?
બદલાતા આ પ્રવાહમા
આપણા સંસ્કાર ધોવાય છે ,
આવનારી પેઢી પૂછસે
સંસ્કૃતી કોને કહેવાય છે ?
ઍક વાર તો દિલને સાંભળો ,
બાકી મનતો કાયમ મુંજાય છે .
ચાલો જલ્દી નિર્ણય લૈયે
મને હજુ સમય બાકી દેખાય છે .

દિલ પૂછે છે મારુ , અરે
દોસ્ત તું ક્યાં જાય છે ?
જરાક તો નજર નાખ , સામે કબર દેખાય છે.
-Unknown

ફરીયાદ

જીવન માં જસ નથી, પ્રેમ માં રસ નથી; દુનિયા માં કસ નથી,
જાવું છે સ્વર્ગ માં, પણ એની કોઇ બસ નથી.

દિલ ના દર્દો ને પિનારો શું જાણે, પ્રેમ ના રીવાજો ને જમાનો શું જાણે;
છે કેટલી તકલીફ કબરમાં, તે ઉપરથી ફૂલ મુકનારો શું જાણે!

જીદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી, જે ખુશી આવી જીવનમાં,
આખરી સમજી લીધી!

શું કરું ફરીયાદ તારી, ફરીયાદ માં યાદ છે. ફરી ફરી ને યાદ તારી,
એજ મારી ફરીયાદ છે! (--Unknown)

Saturday 17 September 2011

જીવન શું છે વળી ?

ક્યારેક આ જીદગી હસાવી જાય છે,
ક્યારેક આ જીદગી રડાવી જાય છે.
ના પુર્ણવીરામ સુઃખો મા ના પુર્ણવીરામ દુઃખો મા,
જ્યા જુઓ ત્યા આ જીદગી અલ્પવીરામ મુકી જાય છે....
જીદંગી જાણે કેટલા વળાંક આપે છે!
દરેક વળાંક પર નવા સવાલ આપે છે,
શોધતા રહીયે આપણે જવાબ જીદંગી ભર,
જવાબ મળે તો જીદંગી સવાલ બદલી નાંખે છે...!
જીવનની કોઇએ મને
ટુંકી વ્યાખ્યા પુછી કે
જીવન શું છે વળી ?
જીવન એક ખેલ છે દોસ્ત, પણ જીવવાની રમત રમવી
એ અઘરી એટલી હદે છે કે લોકો દોસ્તીનો સહારો લે છે

Thursday 8 September 2011

દિલના દસ્તાવેજમાં - નીશીત જોશી

દિલના દસ્તાવેજમાં લખેલુ સૌને વંચાવાતુ નથી,
જેને માટેનો છે તેને પણ વધારે સમજાવાતુ નથી,
લખાણ હોય લાંબુ લચક 'ને અક્ષર પણ અજાણ્યા,
હર શબ્દોનુ વજન જગના હિસાબે ઘટાડાતુ નથી,
અઢી અક્ષર કહેવા કરતા હોય લખવા બહુ સહેલા,
લખાણ કોના માટેનુ એ લખ્યુ સૌને જણાવાતુ નથી,
માળાને ડાળથી ઉખાડવાના મનસુબા કદાચ હોય,
પણ પ્રેમપંખીડાના હ્રદયથી પ્રેમઘર ઉખાડાતુ નથી,
સફરના રસ્તાથી અજાણ્યા છતા રહે છે ચાલતા જ,
હમસફર બનાવી સૌને પથરાળ પથે ચલાવાતુ નથી,
અંતરની આ ઉર્મીને સાંચવી કેટલો વખત સંઘરવી,
ઋણાનુબંધન બધા સંગ એક રીતે જ જળાવાતુ નથી,
ઘણા હોય છે ભુલકણા 'ને ઘણા રમીને ભુલી જનારા,
હર ભુલકાઓને તેનુ પ્રેમ પ્રકરણ યાદ કરાવાતુ નથી.
--- નીશીત જોશી

અમે પૂછ્યું: -રમેશ પારેખ

દરિયામાં હોય તેને મોતી કહેવાય છે,
તો આંખોમાં હોય તેને શું?
અમે પૂછ્યું: લે બોલ હવે તું..

પંખી વછોઈ કોઈ એકલી જગ્યાને
તમે માળો કહેશો કે બખોલ?
જોવાતી હોય કોઈ આવ્યાની વાટ ત્યારે
ભણકારા વાગે કે ઢોલ?

બોલો સુજાણ, ઉગ્યું મારામાં ઝાડવું કે
ઝાડવામાં ઉગી છું હું?
અમે પૂછ્યું: લે બોલ હવે તું..

ઊંચી ઘોડી ને એનો ઊંચો અસવાર:
એના મારગ મોટા કે કોલ મોટા?
દરિયો તરવાની હોડ માંડે તો
દરિયાનું પાણી જીતે કે પરપોટા?

સૂરજ ન હોય તેવી રાતે ઝીંકાય છે
એ તડકાઓ હોય છે કે લૂ?
અમે પૂછ્યું: લે બોલ હવે તું....
-રમેશ પારેખ

તારા જ રહીશું

તારા જ છીએ, તારા જ રહીશું,
કહીએ છીએ, કહેતા જ રહીશું,
ભૂલી ને અમે ખુદને,
તને યાદ જરૂર કરીશું,
સ્વર્ગ મળે યા નર્ક મળે,
... તારી સાથે સાથે જ રહીશું.
જતા-જતા જો મૃત્યુ મળે તો,
મૃત્યુ ને અમે ઓખે ધરીશું.
મરતા જો બાકી રહે જીન્દગી તો,
બધી તારા નામે જ કરીશું,
મૃત્યુ સુધી તો તારા જ છીએ,
મૃત્યુ બાદ પણ ...
તારા જ રહીશું

Saturday 27 August 2011

તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ?- મુકેશ જોષી.

તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ?
એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા
આખીય જિંદગી બળ્યા છો ?

તમે લોહીઝાણ ટેરવાં હોય તોય કોઇના
મારગથી કાંટાઓ શોધ્યા
તમે લીલેરા છાંયડાઓ આપીને કોઇના
તડકાઓ અંગ ઉપર ઓઢ્યા

તમે એકવાર એનામાં ખોવાયા બાદ
કદી પોતાની જાતને જડ્યા છો?

તમે કોઇની આંખ્યુંમાં વીજના કડાકાથી
ખુદમાં વરસાદ થતો જોયો
તમે કોઇના આભને મેઘધનુષ આપવા
પોતાના સૂરજને ખોયો

તમે મંદિરની ભીંત ઉપર કોઇની જુદાઇમાં
માથુ મૂકીને રડ્યા છો ?

- મુકેશ જોષી.

Wednesday 24 August 2011

Manhar Udhas - Guzal


કંકોતરી -આસીમ રાંદેરી
કંઠસ્થ ગઝલો એમણે મારી કરી તો છે,
એને પસંદ છો હું નથી, શાયરી તો છે,
વર્ષો પછી યે બેસતા વરસે દોસ્તો,
બીજું તો નથી એમની કંકોતરી તો છે!
- અમૃતઘાયલ
મારી કલ્પના હતી કે વિસરી મને,
કિન્તુ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને.
ભુલી વફાની રીત ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને
સુંદર ના કેમ હોય કે સુંદર પ્રસંગ છે,
કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે.
કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ,
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ.
રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ,
જાણે કે પ્રેમકાવ્યોની કોઇ કિતાબ સમ.
જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી,
સિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી.
ભુલી વફાની રીત ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને
કંકોતરીથી એટલું પુરવાર થાય છે,
નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે.
જ્યારે ઉઘાડી રીતે ના કંઇ પ્યાર થાય છે,
ત્યારે પ્રસંગ જોઇ સદાચાર થાય છે.
દુઃખ છે હજાર તોય હજી એજ ટેક છે,
કંકોતરી નથી અમસ્તો વિવેક છે.
ભુલી વફાની રીત ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને
આસીમ હવે વાત ગઇ, રંગ પણ ગયો
તાપી તટે થતો હતો સંગ પણ ગયો
હાથોની છેડછાડ ગઇ, વ્યંગ પણ ગયો
મેળાપની રીત ગઇ, ઢંગ પણ ગયો
હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું,
પારકી બની જશે હું એનો એજ છું.
ભુલી વફાની રીત ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને

ખુદા તારી કસોટીની પ્રથાબરકત વિરાણીબેફામ

કેવી રીતે વિતે છે વખત, શું ખબર તને ?
તેં તો કદીયે કોઇની પ્રતિક્ષા નથી કરી
શું કે રોજ તું કરે મારું પારખું
મેં તો કદીયે તારી પરિક્ષા નથી કરી
ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી
જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજો
ઘણાં એવાય છે જેની દુઆ સારી નથી હોતી
ખુબી તો કે ડુબી જાવ તો લઇ જાય છે કાંઠે
તરો ત્યારે સાગરની હવા સારી નથી
કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે
અહીંબેફામકોઇ પણ જગા સારી નથી હોતી

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશેઆદિલ મન્સૂરી

આંખ ઉઘાડે અને શરમાય ગઝલ,
કેશ ગુંથે અને બંધાય ગઝલ;
કોણે કહ્યું કે લય ને આકાર નથી હોતા,
અંગ મરોડે અને વળ ખાય ગઝલ.
-------------------------------------------------
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.
ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.
ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા રૂપરંગ વિષે વાત થઈ હશે.
આદિલને તે દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.

 

તમારા અહીં આજ પગલાં થવાના - ગની દહીંવાલા

તમારાં અહીં આજ પગલાં થવાનાં, ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની નીચી નજર થઈ ગઈ છે.
શરમનો કરી ડોળ સઘળું જુએ છે, કળી પાંદડીઓના પડદે રહીને,
ખરું જો કહી દઉં તો વાતાવરણ પર તમારાં નયનની અસર થઈ ગઈ છે.
બધી રાત લોહીનું પાણી કરીને બિછાવી છે મોતીની સેજો ઉષાએ,
પધારો કે આજે ચમનની યુવાની બધાં સાધનોથી સભર થઈ ગઈ છે.
હરીફો મેદાન છોડી ગયા છે નિહાળીને કીકી તમારાં નયનની,
મહેકંત કોમળ ગુલાબોની કાયા, ભ્રમરડંખથી બેફિકર થઈ ગઇ છે.
પરિમલની સાથે ગળે હાથ નાખી- કરે છે અનિલ છેડતી કૂંપળોની,
ગજબની ઘડી છે તે પ્રત્યેક વસ્તુ, પુરાણા મલાજાથી પર થઈ ગઈ છે.
ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન, કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે,
તમે જો હો તો બધા કહી ઊઠે કે; વિધાતાથી કોઇ કસર થઈ ગઇ છે.
ગની’, કલ્પનાનું જગત પણ છે કેવું કે આવી રહી છે મને મારી ઇર્ષ્યા !
ઘણી વાર જર્જરિત જગમાં રહીને, ઘણી જન્નતોમાં સફર થઈ ગઇ છે.
- ગની દહીંવાલા

થાય સરખામણી તોબરકત વિરાણીબેફામ

ઘોર અંધાર છે આખી અવની ઉપર
તો જરા દોષ એમાં અમારો છે
એક તો કંઇ સીતારા નહોતા ઉગ્યા
ને અમે પણ શમાઓ બુઝાવી દીધી
ગઝલનો મને ઘણો ગમતો બીજો શેર છે :
કોણ જાણે હતી કેવી વર્ષો જૂની
જીંદગી મા અસર એક તન્હાઇની
કોઇએ જ્યાં અમસ્તુ પૂછ્યુ કેમ છો
એને આખી કહાણી સુણાવી દીધી.
---------------------------------------------
થાય સરખામણી તો ઊતરતા છીએ
તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.
એમના મહેલ ને રોશની આપવા
ઝુંપડી પણ અમારી જલાવી દીધી.
ઘોર અંધાર છે આખી અવની ઉપર
તો જરા દોષ એમાં અમારો છે
એક તો કંઇ સીતારા નહોતા ઉગ્યા
ને અમે પણ શમાઓ બુઝાવી દીધી
કોઇ અમને નડ્યા તો ઊભા રહી ગયા
પણ ઊભા રહી અમે કોઇને ના નડ્યા
ખુદ અમે તો ના પહોંચી શક્યા મંઝીલે
વાટ કીન્તુ બીજાને બતાવી દીધી
કોણ જાણે હતી કેવી વર્ષો જૂની
જીંદગી મા અસર એક તન્હાઇની
કોઇએ જ્યાં અમસ્તુ પૂછ્યુ કેમ છો
એને આખી કહાણી સુણાવી દીધી.
જીવતાં જે ભરોષો ઇશ પર
મર્યા બાદબેફામસાચો પડ્યો
જાત મારી ભલે ને તરાવી નહી
લાશ મારી પરંતુ તરાવી દીધી.

દીકરો મારો લાડકવાયોકૈલાસ પંડિત

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.
દીકરો મારો લાડકવાયો…..
ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.
દીકરો મારો લાકડવાયો…..
હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.
દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

નયનને બંધ રાખીને ….. – બરકત વિરાણીબેફામ

અશ્રુ વિરહની રાત ના ખાળી શક્યો નહિ
પાછા નયન ના નુર ને વાળી શક્યો નહિ
હું જેને કાજ અંધ થયો રોઇ રોઇ ને
તે આવ્યા તારે એને નિહાળી શક્યો નહિ
( મુક્તક કયા કવિનું છે ?? )
નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે
ઋતુ એકજ હતી પણ રંગ નોતો આપણો એક
મને સહેરા જોયો છે બહારે તમને જોયા છે
પરંતુ અર્થ એનો નથી કે રાત વીતી ગઇ
નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે
હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારુ,
ખુલી આખે મે મારા ઘરના દ્રારે તમને જોયા છે
નહિ તો આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે
ગણી તમને મઝિલ એટલા માટે તો ભટકુ છુ,
હૂ થાક્યો છુ તો એક એક ઉતારે તમને જોયા છે.
નિવારણ છો કે કારણ્ ના પડી એની ખબર કઈએ,
ખબર છે કે મનના મુઝારે તમને જોયા છે.
નથી મસ્તી મહોબ્બત એવુ કઈ કહેતો હતોબેફામ
સાચુ છે અમે એના મઝારે તમને જોયા છે.

પરિચય છે મંદિરમાં દેવોને મારોશૂન્ય પાલનપૂરી

પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે.
સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી,
અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે ;
કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,
મને તારું સૌ મયકદા ઓળખે છે.
મે લોયાં છે પાલવમાં ધરતીનાં આંસુ,
કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની,
મને જ્યારથી તારલા ઓળખે છે.
અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા,
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં,
તમોને ફક્ત બદબુદા ઓળખે છે.
તબીબોને કહી દો કે માથું મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.
દિલેશૂન્યએવા મેં જખ્મો સહ્યા છે,
કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને,
દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.

બીજી તો કોઇ રીતે.. – ઓજસ પાલનપુરી

આગમન એનું સુણીને ઊર્મિઓ હરખાઈ ગઈ;
ચાંદ ઊગ્યો પણ નહીં ને ચાંદની ફેલાઈ ગઈ.
- કવિ (?)
બીજી તો કોઈ રીતે ના ભૂંસાય ચાંદની,
ઝાકળની થોડી બુંદોથી ધોવાય ચાંદની.
પીને શરબ ઉભોતો સપનાય ના જુઓ,
તરસ્યા રહીને જાગો તો પીવાય ચાંદની.
તું આંખ સામે હોય તો એવુંય પણ બને,
ખીલ્યો હો ચંદ્રમા ને દેખાય ચાંદની.
તાર સ્મરણનું તેજ મને ડંખતું રહે,
ઉપરથી પાછી એમાં ઉમેરાય ચાંદની.
ઓજસધરે છે કોણ દર્પણ ગગન ઉપર,
દિવસનું તેજ રાતે બની જાય ચાંદની.
- ઓજસ પાલનપુરી

મહેંફીલની ત્યારે સાચી શરૂઆત થઈ હશેકૈલાસ પંડિત

મહેંફીલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,
મારા ગયા પછી મારી વાત થઈ હશે.
ઢળતા સૂરજને જોઉં છું જોયા કરું છું હું,
લાગે છે એના શહેરમાંયે રાત થઈ હશે.
આજે હવામાં ભાર છે ફૂલોની મ્હેંકનો,
રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે.
મારે સજાનું દુઃખ નથી, છે દુઃખ વાતનું,
વાતો થશે કે મારે કબૂલાત થઈ હશે.
લોકો કહે છે ભીંત છે બસ ભીંત છે ફકત,
કૈલાસમારા ઘર વિષેની વાત થઈ હશે.

મહોબ્બતમાં હવે મારો પરિચયબરકત વિરાણીબેફામ

મહોબ્બતમાં હવે મારો પરિચય પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે મને જે ખાસ જાણે છે.
દીધોતો સાથ જેણે, ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.
મળ્યો છે નાબુદા એના પછી થઈ છે દશા આવી,
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.
સુણું છું મારી વાતો તો મને થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?
કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે જિંદગી મારી સમય ! તારી સરાણે છે.
જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.
હતા જે દેહ તો થઈ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.
જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.
કદર બેફામ શું માંગુ જીવનની જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે.
- બરકત વિરાણીબેફામ

માનવ થઇ શક્યો - આદિલ મન્સૂરી

માનવ થઇ શક્યો તો ઇશ્વર બની ગયો.
જે કંઇ બની ગયો, બરાબર બની ગયો.
વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઇ ગયાં.
સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો.
જ્યારે કવિતા લખવાનું ઇશ્વરને મન થયું
ત્યારે હું એના કાવ્યના અક્ષર બની ગયો.
રસ્તામાં એટલી બધી ખાધી છે ઠોકરો
મંઝિલ સુધી પહોંચતા પગભર બની ગયો
મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યાં.
મારો પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.
ઉંચકી રહ્યો ગઝલની ઇમારતના ભારને
એને નમન જે પાયાનો પથ્થર બની ગયો
છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ,
મારો હાથ આજ તો સુંદર બની ગયો.
આદિલના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું:
ગઇ કાલનો છોકરો શાયર બની ગયો.

વ્યથા હોવી જોઈએ -’મરીઝ

મુહોબ્બત છે કે છે એની દયા, કહેતા નથી
એક મુદ્દત થઇ કે તેઓ હા કે ના કહેતા નથી
બે જણા દિલથી મળે તો એક મજલિસ છેમરીઝ
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી

હું ક્યાં કહું છું આપનીહાહોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.
એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઈએ.
મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ.
પૃથ્વીની વિશાળતા અમથી નથીમરીઝ’,
એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ.

શાંત ઝરૂખે વાટ નિરખતી - સૈફ પાલનપૂરી

શાંત ઝરૂખે વાટ નિરખતી
રૂપની રાણી જોઇ હતી
મેં એક શહજાદી જોઇ હતી……
એના હાથની મહેંદી હસતીતી,
એની આંખનું કાજળ હસતુંતુ,
એક નાનું સરખું ઉપવન જાણે
મોસમ જોઇ મલકતુંતુ.
એના સ્મિતમાં સો સો ગીત હતાં,
એની ચુપકીદી સંગીત હતી,
એને પડછાયાની હતી લગન,
એને પગરવ સાથે પ્રીત હતી.
એણે આંખના આસોપાલવથી,
એક સ્વપ્નમહલ શણગાર્યોતો,
જરા નજરને નીચી રાખીને,
એણે સમયને રોકી રાખ્યોતો.
મોજાં જેમ ઉછળતીતી,
ને પવનની જેમ લહરાતીતી,
કોઇ હસીન સામે આવે તો ,
બહુ પ્યારભર્યું શરમાતીતી.
તેને યૌવનની આશિષ હતી,
એને સર્વ કળાઓ સિધ્ધ હતી,
એના પ્રેમમાં ભાગીદાર થવા,
ખુદ કુદરત પણ આતૂર હતી……
વર્ષો બાદ ફરીથી આજે
ઝરૂખો જોયો છે.
ત્યાં ગીત નથી, સંગીત નથી;
ત્યાં પગરવ સાથે પ્રીત નથી.
ત્યાં સ્વપ્નાઓના મહેલ નથી,
ને ઉર્મિઓના ખેલ નથી.
બહુ સૂનું સૂનું લાગે છે,
બહુ વસમું વસમું લાગે છે.
ન્હોતી મારી પ્રેમિકા,
કે ન્હોતી મારી દુલ્હન,
મેં તો એને માત્ર ઝરૂખે
વાટ નીરખતી જોઇ હતી.
કોણ હતી નામ હતું શું ?
પણ હું ક્યાં જાણું છું ?
એમ છતાંયે દિલને આજે
વસમું વસમું લાગે છે,
બહુ સૂનું સૂનું લાગે છે…….

સામાં મળ્યાં તો - આદિલ મન્સૂરી

હો ભીડમાં સારૂં, બધામાં ભળી જવાય,
એકાંતમાં તો જાતને સામે મળી જવાય;
સામે મળી જવાય તો બીજું તો કંઈ નહીં,
પણ કેમ છો કહીને પાછા વળી જવાય.
- આદિલ મન્સૂરી
સામાં મળ્યાં તો એમની નજરો ઢળી ગઈ,
રસ્તા મહીં આજ તો મંઝીલ મળી ગઈ.
સાચે મીણ જેવી હતી મારી િજંદગી,
દુઃખનો જરાક તાપ પડ્યો ઓગળી ગઈ.
મારાથી તોય આંસું વધુ ખુશનસીબ છે,
જેને તમારી આંખમાં જગ્યા મળી ગઈ.
કહેતી ફરે છે બાગમાં એક-એક ફૂલને,
તુજ આગમનની વાત હવા સાંભળી ગઈ.
આદિલઘરેથી નિકળ્યો મિત્રોને શોધવા,
દુશ્મની તું રાહમાં ક્યાંથી મળી ગઈ.
- આદિલ મન્સૂરી

હું ક્યાં કહું છું આપનીહાહોવી જોઇએમરીઝ

મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી.
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.
બે જણા દિલથી મળે તો એક મજલીસ છેમરીઝ
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.
--------------
હું ક્યાં કહું છું આપનીહાહોવી જોઇએ ;
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ.
પૂરતો નથી નસીબનો આનંદ ખુદા,
મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.
એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઇએ.
તારું દર્દ હો જો બીજાને તો ના ગમે,
હમણાં ભલે કહું છું દવા હોવી જોઇએ.
મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.
ઝાહેદ કેમ જાય છે મસ્જિદમાં રોજ રોજ,
એમાં જરાક જેવી મજા હોવી જોઇએ.
પૃથ્વીની વિશાળતા અમથી નથીમરીઝ’,
એના મિલનની ક્યાંક જગા હોવી જોઇએ.


બીજી તો કોઈ રીતે ના ભૂસાય ચાંદની
 બીજી તો કોઈ રીતે ના ભૂસાય ચાંદની
ઝાંકળ ની થોડી બુંદો થી ધોવાય ચાંદની
પીયને શરાબ ઊંઘો તો સપનાંય ના જુવો
તરસ્યા રહી ને જાગો તો પીવાય ચાંદની
તું આંખ સામે હોય તો એવુય પણ બને
ખીલ્યો હો ચંદ્રમાં ને ના દેખાય ચાંદની
તારા સ્મરણ નું તેજ મને ડંખતું રહે
ઉપર થી એમાં ઉમેરાય ચાંદની
ઓજસ ધરે છે કોણ આ દર્પણ ગગન ઉપર
દિવસ નું તેજ રાતે બની જાય ચાંદની
- ચાંદની ને જેને ખુલ્લી આંખે જોય હોય એવો કવિ પણ નામ નથી ખબર