Pages

Monday 11 February 2013

વગડાંનો સાદ



કોયલ ટહુકીને કૂંજમાં ખીલી વસંત
મધમધતો શ્વાસ ભર્યો ખૂશ્બુનો.
વ્યાપી ગયો નશો ધરતીનાં અંગમાં,
દૂર શાન્ત શ્વસતો વગડો,
વૃક્ષોના વૃન્દમાં ટહુકી ગઝલ,
સમયના ભોમમાં ફસલ મૌનની.
એવી રમ્ય અદા પ્રકૃતિના ગોદે,
વરસી વાદળી વ્હાલની હેલી.
બાંધી હીંચકો ઝુલ્યા હતા વગડે,
શૈશવ મળે તો માગુ એક પળ.
મનભર ગહેંક્યો મોરલો વડલા ડાળ,
ખુબ ભીંજાયા અમે ડુંગર કેરી ઢાળ.
સૌરભની સુરભી લઈ આવી ઉષા,
શબ્દનો શૃંગાર સજી આવી સખી.
- ચૌધરી નારસંિગ.આર.
(માંડવી-સુરત)

જે.... હોય છે!



ડૂબવાની મજા, જે મધ દરિયે હોય છે,
, કિનારે નથી હોતી!
મિમો પણ પીડા, જે, આપતાં હોય છે,
, વિચારે નથી હોતી!
છૂપાવી, ઓળખ તારી, જે દિલમાં હોય છે,
, દિવારે નથી હોતી!
શાંતિ, તારાં હૃદય-દ્વારે જે હોય છે.
, હરદ્વારે નથી હોતી!
એવાંય છે, દોસ્તો, જે ઊંડાઈ દિલમાં રાખતા હોય છે,
સાગરે નથી હોતી!
દોસ્તી, મહેકની, જે ‘‘પવન’’ સાથે હોય છે,
, ગુલઝારે નથી હોતી!
- ડૉ. પ્રવિણગિરી ગોસ્વામી ‘‘પવન’’ (પોરબંદર)

પ્રેમનો અનુભવ



એકલતા અનુભવે છે
મારી તે વારંવાર રાહ જુએ છે
થાય છે સમય અને મન તેનું
રમણી યે ચડે છે
હમણા આવશે તેવી રાહ
મનમાં અનુભવે છે
મળી સખી-સહેલીઓ સાથે
સુખ-દુઃખની વાતો તે કરે છે.
પણ મન તેનું ‘‘રાજ’’ સાથે મળે છે.
નથી જોયો મુજને ઘણા સમયથી
તેવી વાતો ખુદને કરે છે.
પણ ‘‘સીમરન’’ ‘‘રાજ’’ના
હૃદયમાં આજે પણ પલે છે
સાચે રોજ તે સપનામાં
રવાડે ચડે છે.
સીમરન - ‘‘રાજ’’ (ચાંદખેડા-અમદાવાદ)

એને....



મારી આંખોેથી હેતથી જોઈ લેજે તું એને,
આયનામાં ચહેરો જેનો દેખાય છે તેને.
સુંદરતા અલગ ભાતની આપી કુદરતે એને.
જીંદગીને કેવી સુંદર સજાવી મારી તેણે!
નજર મારી ના જો જે લાગી જાય તું એને,
કાજળથી કપાળે ટપકું કરજે તું તેને.
મેળામાં મન મૂકીને મહાલવું છે એને,
હાથ પકડી સાથે લઈ જાય છે કહેજે તું તેને.
ઝખ્મ જંિદગીના કદી ના કહીશ તું એને,
નાદાન છે વ્હાલથી સાચવજે હો... તેને.
ચાહું છું ને ચાહતો રહીશ જંિદગી ભર એને,
જેણે બનાવ્યો છે પ્રેમી ‘‘પાગલ’’ મને તેને.
- ડૉ. પ્રણવ ઠાકર - ‘પાગલ’ (વઢવાણ)

જીવનભર



પ્રેમની વાતો કીધીતો પલભર
મઘુરવાણીમાં બાંધી જીવનભર
આંખથી એણે મીલાવી આંખો
નજરથી નજરો સાંધી જીવનભર
સ્હેજ આવીતી ઝંઝા પણ કેવી?
એમની ચાલી આંધી જીવનભર.
રાહમાં એણે મટકી છે ફોેડી
કારણ થૈ છું ઘાંઘી જીવનભર.
નાત-જાત તુજ ના જાણી પુરુષોત્તમ,
એમ મર્યાદા લાંધી જીવનભર.
- ગુણવંત જોષી (ઉપલેટા)