Pages

Monday, 11 February 2013

યાદ તારી...



વિચાર કરતાંની સાથે આવે છે, યાદ તારી,
શબ્દના વેદનાની માથે આવેછે, યાદ તારી!
સ્વપ્નનનાં સાથે મને રહેવું ગમતું હતું સાંભળ,
તું નથી ત્યારથી મને જાણે આવે છે, યાદ તારી!
હસતાં ને રમતાં નજરે પડે છે, ક્ષણો,
હવે નથી સાથે તું, આવે છે યાદ તારી!
બનવાનું બની જાય છે આજે અહીંયા
સ્વપ્નમાં પણ આવે છે, યાદ તારી!
પ્રિય શબ્દનો અર્થ પ્રયોજાયો હતો ત્યારે
તન, મન અને ધનમાં આવે છે, યાદ તારી!
બનીને રહેવાનું ગમે છે, સ્વપ્નો આજે,
સ્વપ્નમાં જાગરણમાં પણ આવે છે, યાદ તારી!
- સંદિપ અમૃત નાથી (બલોલ, મહેસાણા)

No comments:

Post a Comment