Pages

Monday, 11 February 2013

મારા નયનોની સામે



મારા નયનોની ...
મારા નયનોની સામે
મસ્ત જાનું જોઈ હતી.
ખુશીઓથી ભરેલો ચહેરો,
ચહેરામાં છુપાયેલી છવાત.
સુંદર છે, આંખો એની,
ગુલાબી છે ગોરા ગાલ.
ફૂલ જેવા હોઠો થી.
મને, મસ્ત કરે છે મુસ્કાન.
....મારા નયનોની સામે હસતી જાનું જોઈ હતી. ()
સુંદર વસ્ત્રો શોભે ચનિયાચોલીનો છે શણગાર.
ચૂની પવનમાં લહેરાય છે, મન મારું લલચાય છે.
આંખોમાં છે. નજાકત, લચકતું એનું સુંદર શરીર.
ચહેરા પર આવતી ઝુલ્ફો, છુપાવે છે. એક ચાંદને.
..મારા નયનોની સામે સજતી જાનું જોઈ હતી. ()
ખનકતી બંગડી, નાકની નથ, ઝાંઝરીનો ઝનકાર.
હાથની મહેંદીમાં છુપાવી રહી છે, જાનનું નામ.
મોતીની માળાથી સોહાય,
કાનમાં સોેનેરી ઝૂમખાં રૂપ જોઈ મારું મન
થોડી વાર બની જાય. તસવીર
.... મારા નયનોની સામે
રાસ રમતી જાનું જોેઈ હતી. ()
- સાગર પટેલ (ઉપલેટા)

No comments:

Post a Comment