Pages

Thursday 31 May 2012

ફરિયાદ ...

ભુલી ગઈ છો તું મને સાયબાં
પણ મને બઘું યાદ છે,
હોઠોથી હોેઠોે ના મિલન આપણાં
નજરોથી છલકતા જામ યાદ છે,
હાથમાં હાથ દઈ વાયદા કર્યા
એ સાથ નીભાવવાની કસમોં યાદ છે,
ફુલ આપવાના બહાને આવ્યા તા તમે
ને કાંટાઓની સૌગાત તમારી યાદ છે,
જીવન વ્યર્થ થયું તારા પ્રેમમાં,
આ ‘‘ખુશનસીબ’’ ને બેવફાઈ ની ફરિયાદ છે, નનામી મારા પ્રેમની
આપે છે સંદેશો સાચા પ્રેમીઓને
કે ના પડતા બેવફાઈ ના વહેમમાં
બેવફાઈથી જ થયું મારું જીવન બરબાદ છે.
- સુનીલ.એલ. પારવાણી ‘‘ખુશનસીબ’’ ઃ ગાંધીધામ-(કચ્છ)

પત્થરદિલ નાદાન હૃદય

પત્થર દિલ મુજ નાદાન હૃદય,
તુ રાત-દિન મને શીદને સતાવે.
સતાવવામાં મને જે પાવરઘૂ,
તું આખે આખું એનું બની બેઠું!
પત્થર દિલ....
કાયમનું રાખવા ધબકતું તને,
પ્રયત્નો કર્યા મેં કંઈ કેટલા.
ધબકારા નિયમિત ચાલુ થયા,
હવે મારું જ દુશ્મન બની બેઠું!
પત્થર દિલ...
દિવસે જાગતાં ને રાત્રે ઉંઘતા,
એના વિચારે મને ચકરાવે ચઢાવે.
પળભર માટે એને ભૂલવા ચાહું,
તુ સાદ દઈ એની યાદ અપાવે.
પત્થર દિલ....
એ મૃગજળને સરવરની કહે,
તેથી પાછળ એની પ્યાસુ દોડું.
નીરર્થક દોડથી થાકેલું જોઈ મને.
તુ કરી અટ્ટહાસ્ય મુજ ઠેકડી ઉડાડે.
પત્થર દિલ...
રાજુ મકવાણા (વાઘાડોયી)

સ્નેહ સ્મૃતિ

સ્મૃતિઓ જ્યારે સળવળે,
મન તને મળવાને ટળવળે.
તારી સાથે મળે કે ના મળે,
હું તો યાદ કરું તને હરપળે.
તું ગઈ દૂર મારાથી ને,
રહી ગયો માત્ર ખાલીપો.
રાહ, જોઉં છું એવી રાતની,
કે સ્વપ્નમાં યે પળ મળે. જંિદગીની
સફર તો અકળ છે.
કાલની તો કોને ખબર છે?
જીવનમાં જો તારો સાથ મળે,
તો હૈયા ને કંઈ કળ વળે.
- હર્ષદ દોશી (હર્ષ) ઃ (સુરત)

ચાહતો રહ્યો

એની જ હું નફરતને કાબિલ રહ્યો
જેને હું દિલો જાનથી ચાહતો રહ્યો
એના જ ખ્યાલોમાં હું કદીયે ના આવ્યો
જેના વિચારોમાં હમેશાં હું ખોવાયેલો રહ્યો
એની જ નજરોમાં હું કદીયે ન
વસી શક્યો
જેને હું જંિદગી ભર પસંદ
કરતો રહ્યો.
એને જ હું કાયમ
દુઆઓ માં માગતો
રહ્યો’ ‘‘આબાદ’’
જેને હું કદીયે ના
પામી શક્યો.’’
- અસ્લમ. મેમાન ‘‘આબાદ’’ ઃ (મોટામિયા માંગરોલ)

પ્રેમ પંથ

કંઈને કંઈ જોયા કરે નજરો
હતી પ્રતિક્ષા તમોને જોવાની
તમે વરસો, અમે ભીંજાતા રહીએ
પ્રેમસંબંધે હું બંધાવા ચાહું છું
દિવાનોે હતો તારા નામ પ રે
છે જીવન તો એક ગૂઢ રહસ્ય
સુખનો જામ છે જ આ જંિદગીએ
ધમનીની જેમ ચાલ્યા કરે શ્વાસ
પ્રેમના તો બે ચાર શ્વાસ આપો
‘જયંત’ને ગમે છે વાત કરવાની.
- જયંત એમ. વોરા. (ગાંધીનગર)

મને ક્યાં ખબર હતી

માની લીઘું કે દરિયાના પાણી ખારા હોય છે.
નદીના નીર પણ ખારા હશે મને ક્યાં ખબર હતી,
પ્રેમીજનોને સતાવવા એ દુનિયાની ખૂબી છે,
દુનિયાદારીથી તુ ભરમાશે મને ક્યાં ખબર હતી.
હવે રાહ જોઈને બેસી રહેવું એ મૂર્ખતા લાગે છે,
સાચી મહોબ્બત તું નહીં ઓળખે મને ક્યાં ખબર હતી.
ગઝલ હો કે ગીત તારાથી વધારે શું છે અહીં.
લખીતી ગઝલ તું નહિ સમજે મને ક્યાં ખબર હતી.
ઘર, ગલી ગામ ને જાન પણ ત્યજી દેશું,
પ્રેમમાં થવાશે આટલું પાગલ મને કર્યાં ખબર હતી.
‘‘રાજન’’ પ્રણામી રજનીકાન્ત ઃ (ગામ -બામણવાડ)


નસીબના ખેલ

આંખોેની કેફીયતથી નીતરતા જામ
પી લીધા,
અકબંધ રાખી યાદોેને અમે દાયકા
જીવી લીધા,
છળકપટ કરતું એ હાસ્ય માદક પણ હતું ખરેખર,
છુપાવી એમાં દર્દોને દુઃખના ટાંકા સીવી લીધા
વાયરા તો વસંતના છુપાઈ ગયા. ગુમનામ બની,
ખર્યા બે-ચાર પાંદડા ને અમે તોફાન માની લીધા
સ્નેહના સંિચનથી
રોપાયો છોડ પ્રેમનો,
ને અજાણતા જ અમે આંસુના સ્વાદ માણી લીધા
ખંખેરી જ્યારે રેત ને મેં હાથની મુઠ્ઠીમાંથી,
રહી ગયેલા અવશેષ ને નસીબના ખેલ ગણી લીધા.
- ડૉ. ગઝાલા ડી. ચૌહાણ (મહેસાણા)

તમારા વગર જંિદગી

કેમ જીવવી તમારા વગર જંિદગી
તમારા વગર જંિદગી જીવવી
એ લાગે છે દુશ્વાર.
તમારા વગર જંિદગી જીવવી
લાગે છે એક સૂકી ડાળ
જેને હંમેશા છે લીલા પાનનો ઈંતજાર
તમારા વગર જંિદગી જીવવી લાગે છે
એક એવો તહેવાર જેને ઉજવવો
લાગે છે માથે હોય દેવાનો ભાર.
તમારા વગર જંિદગી જીવવી એ
એક એવોે છે શ્વાસ જે ને લઉં
કે ના લઉં એ એક મોટો સવાલ
બસ, બસ, હવે એવું લાગે છે
કે તુજ મારી જંિદગીનોે આધાર.
- અલકા જયેશ શાહ ઃ (સુરત)

સાચું કહે...

વર્ષોે થયાં તને જોેઈ,
મને જોવા તું વલખે છે કે નહિ,
તડપું છું હું તારી યાદમાં,
સાચું કહું તું તડપે છે કે નહિ,
આમ તો ઘણા છે સંબંધોેના ક્યારા,
એમાં મારું ફૂલ મ્હેકેં છે કે નહિ,
તું નજીક હોવા છતાં ખૂબ દૂર છે,
તને નાની સરખી દૂરતા ભરખે છે કે નહિ,
મિલનને કલ્પુ અને જીવું છું,
મિલનની તને કલ્પના હરખે છે કે નહિ.
- રાકેશ એચ.વાઘેલા ‘રાહી’ (વાંસકુઈ-સુરત)


તું...

લોહીનાં સંબંધો કરતાં પણ વિશેષ છે તું...
મારાં અસ્તિત્ત્વનું કારણ છે તું....
મારી જંિદગીુનું બીજું નામ છે તું...
મારી રગેરગમાં પ્રેમ બની વહે છે તું...
બંધ આંખોેના દરેક શમણાંઓમાં છે તું...
ખૂલ્લી આંખોેએ જોવું તોે પણ દરેક
ચહેરાઓમાં છે તું...
મારા હૃદયના એક એક ધબકારે છે તું...
હોઠ ખૂલે તો શબ્દ બની આવે છે બસ તું...
જ્યાં પણ જોવું દરેક જગ્યાએ મારી યાદમાં છે બસ તું...
તારાંમય બની ગયો છું કેમ જીવું તારા વગર
એ આવીને શીખવ મને તું...
- સુજલ સાવલિયા ઃ (રાજકોટ)

વસંત

વીતી હતી જે વાતો ગઈકાલ
ફરી પાછી લાવી આ યાદોની
વસંત
હાથમાં હાથ રાખી અમે
ફરતા હતા કેવા!
ખાલી હાથ આવી આ
મુલાકાતોનતી વસંત.
નીતરતી હતી ખુશ્બુ એ
કળીઓમાં
સૂકી-સૂકી આવી આ ગુલાબોની વસંત
ક્યારેક બેઠાં’ તા અમે મહેફિલ ભરી
એક સન્નાટો લાવી આ રાતોની વસંત
મન મારું લાગે નહીં જેના વગર
એ ‘દોસ્ત’ ક્યાં ભૂલી આવી આ ખ્વાબોની વસંત.
- જીતેન્દ્રકુમાર (માંડોત્રી, પાટણ)

Monday 28 May 2012

છે ઘણાં એવા કે જેઓ

છે ઘણાં એવા કે જેઓ યુગને પલટાવી ગયા
પણ બહુ ઓછા છે જેઓ પ્રેમમાં ફાવી ગયા.

દુર્દશા જેવું હતું કિંતુ સમજ નો’તી મને,
દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા.

હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કંઈ આવ્યું નહીં – પણ આંસુઓ આવી ગયાં.

મેં લખેલો દઈ ગયા – પોતે લખેલો લઈ ગયા,
છે હજી સંબંધ કે એ પત્ર બદલાવી ગયા.

‘સૈફ’ આ તાજી કબર પર નામ તો મારું જ છે,
પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયા!

- સૈફ પાલનપૂરી

વરસોથી સંઘરી રાખેલી દિલની વાત

વરસોથી સંઘરી રાખેલી દિલની વાત જણાવું છું
મમતા રાખીને સાંભળજો હું તમને બહુ ચાહું છું

વાત કરો છો સખીઓ સાથે જ્યારે ધીમી ધીમી
મનની કળીઓ પણ ખીલે છે ત્યારે ધીમી ધીમી
મારી વાત હશે એમ માની હરખાઉ છું મનમાં
વડીલ જેવું કોઈ મળે તો બહુ શરમાઉ છું મનમાં

પગલાં જેવું લાગે છે ત્યાં ફુલો રોજ ધરું છું
સાચું કહી દઉં મનમાં તો ફેરા રોજ ફરું છું
ચાલ તમારા જેવી જ્યારે કોઈ લલના ચાલે છે
એવી હાલત થાય છે બસ મિત્રો જ મને સંભાળે છે

પત્ર લખીને આજે તમને દિલની વાત કહી છે મેં
કહેવાનું બસ એજ કે તમથી છાની પ્રિતી કરી છે મેં
પણ આ છેલ્લી વાત કહ્યા વિણ મારાથી રહેવાતું નથી
કોને નામે પત્ર લખ્યો છે એજ મને સમજાતું નથી

એક જ ઈચ્છા છે કે મારો પત્ર બધાને કામ આવે
પોતાની પ્રેમીકાને સૌ આ રીતે સમજાવે
દુનિયાનાં સૌ પ્રેમીઓને ભેટ અનોખી આપું છું
મારા શબ્દો વાપરવાની છૂટ બધાને આપું છું

શબ્દો મારા પ્રેમ તમારો બંને સંયોગ થશે
તો જીવનમાં કવિતાનો સાચો સદઉપયોગ થશે
મળી ન હોય કોઈને એવી જાગીરદારી મળશે
દુનીયાની સૌ પ્રિતમાં મુજને ભાગીદારી મળશે

– સૈફ પાલનપુરી

Saturday 26 May 2012

ૠણાનુ બંધ......

મન ધૂમે ચોતરફ, સાંજ ને સવાર,
ને હૃદયના દ્વાર જાણે અકબંધ છે.
આજ બધાય ને કાલે છૂટે સંબંધ કેવા,
સંયોગ એ ન મળ્યો જે ૠણાનુંબંધ છે.
છૂટ્યા પછી પણ હૃદયમાં છવાયા કરે,
શાશ્વતને પામી શકે એવા સંબંધ ક્યાં છે.
સુખ અને દુઃખ એક જ મનના બે રૂપ,
જાણે પ્રેમ અને વિરહનો સરખો પ્રબંધ છે.
નથી માત્ર શબ્દોની ગોઠવણ કવિતાઓ,
લાગણીના લાસ્યમાં યુગોનો ભાવાનુબંધ છે.
જગમાલ રામ ‘સુવાસ’
(મુ.ખોરાસા-ગીર)

વેદના

‘‘ન સહેવાતા લે સાદ એક પાડું છું,
ન રહેવાતા યાદ અપાવું છું.
જોઈલે કસોટી આ તારા પ્રેમની છે,
હું તો તારા પ્રેમનો ફેર ભાળુ છું.
પ્રીતિકેરા કડવા છૂંટ પીવું છું,
સાચે જ બદલો વાળે છે હો તું!
થતુ નથી કે, હું કોઈને સતા’વું છું,
રાતભર તું પોઢે ’ને હું જાગુંં છું.
તમારા નામના જપ જપું છું હવે,
દઈ દે દર્શન તારા ચાહું છું.’’
જાદવ વિક્રમ કે. (મુ.પો.- ચિઠોડા)

કાવ્ય

અશક્યતાને શબ્દોના
બંધારણની જરૂર હોય છે,
અને શક્યતાને સ્પર્શના
આવરણની જરૂર હોય છે.
શબ્દોની અસ્તિત્વતાને
શોધવાની જરૂર હોય છે,
રચના ગમે તેવી હોય તેને
વાસ્તવિક્તાની જરૂર હોય છે.
રૂપ-શંિગાર તો હોય પણ
તેને દ્રષ્ટિની જરૂર હોય છે,
હૃદયનું ઊંડાણ ગમે તેવું હોય તેને
ખોળવાની જરૂર હોય છે.
આમ તો પ્રેમમાં કાવ્ય રચાઈ
જ જાય,
પણ તેને એક ‘શાયર’ની
જરૂર હોય છે.
વિનય બી.પ્રજાપતિ બિલીમોરા (નવસારી)

અજાણતાં

જાણે અજાણે ઘણું બઘું બની ગયું,
અજનબી તમો એક જાણ બની ગયા.
ક્યાં હતાં અને ક્યાં આવી ગયાં,
આ મેઘધનુષ્યના રંગો બની ગયા.
સવારે મહેકતુ હતુ ફુલડું આ શોભતું,
સાંજ પડે કરમાઈને ખરી ગયું.
યૌવન આજે નાચે છે લીલાછમ, પડવાશની જેમ.
કોઈ કાળે થઈ જશે સૂકા તણખલાંની જેમ,
ફરફરતી હવામાં અરમાનો ફેંદાઈ ગયા.
ક્યાંક લીલી કૂંપણનો અહેસાસ થવા લાગ્યો,
ત્યાં, ત્યારે જ કંઈક અજાણતાં જ
બની ગયું.
શર્મિષ્ઠા જી. પટેલ (મહેસાણા)

અલગ-અલગ

નિખાલસ મનનો વિચાર અલગ હોય છે,
એટલે બધાને લુંટવાનો અધિકાર હોય છે.
નહોતી ખબર કે પ્રેમ, દોસ્તી ને દુનિયાનો,
વહેવાર અલગ હોય છે.
હતી ખબર એટલી કે દિલમાં કોઈના,
નામનો ધબકાર હોય છે.
આંખ સૌની સરખી પણ, આંસુના તો પ્રકાર હોય છે,
લાખો નજર જોયા પછી કોઈ એક નજરનો
ઈન્તજાર હોય છે.
દુનિયાના લોકોના પણ કેવા કેવા ખેલ હોય છે,
હોઠ પરને હૈયા પર નામ ‘‘અલગ-અલગ’’ હોય છે.
સાવન પ્રજાપતિ (જાલમપુરા)

પ્રેમ

એક કાચા સુતર નો તાતણો છે પ્રેમ,
બે નાદાન હૈયાની કમજોરી છે પ્રેમ.
ન માનો તો કાંઈ જ નથી,
માનો તો ધુઘવતો સાગર છે પ્રેમ.
એક વિરાટ અને વેરાણ રણ માં,
પાણીની હળવી બુંદ છે પ્રેમ.
વેરાણ બનેલા જીવન રૂપી બાગને,
ખીલવતી વસંત ૠતુ છે પ્રેમ.
વૃંદાવન ને સદા ખીલવતું,
‘‘લાલા’’ અને રાધાનું મિલન છે પ્રેમ.
એક ક્ષણ ભરના કરાર ને ખાતર,
આખી જંિદગી ની કુરબાની છે પ્રેમ.
રાઠોડ નિતિન એમ. (‘‘લાલો’’) (સોનવડિયા-જામનગર)

બેઠો છું

ઝખ્મ તારા સજાવીને બેઠો છું,
યાદોને તારી મઢાવીને બેઠો છું,
આવજે તમ તમારે તારી ફુરસતથી,
શ્વાસને હજી બચાવીને બેઠો છું.
આઘાત પ્રેમના પચાવીને બેઠો છું,
ઈમારત અડીખમ બનાવીને બેઠો છું,
આવે ભલેને એકદમ આંધી-તૂફાન,
ભરોસો તારો ટકાવીને બેઠો છું.
પાનખરમાં વસંતને સંભાળીને બેઠો છું,
પ્રિત અનોખી નિભાવીને બેઠો છું,
તાણી તો જઈશ જરૂર એકદી’ તુજને,
આંખોમાં દરિયો છૂપાવીને બેઠો છું.
ઘુણી તારી જ ધખાવી ને બેઠો છું,
દીવડો અખંડ જલાવીને બેઠો છું,
ઈશ્વરની ઓળખ ‘પાગલ’ને શું કરાવે કોઈ!
નિરાકાર ને જ તારામાં નિહાળીને બેઠો છું.
ડૉ.પ્રણવ ઠાકર ‘પાગલ’ (વઢવાણ)

અબોલા

લીધા મેં આબોલા સાથે તારી બેવફા મારી
કહ્યું બેવફા તે મને ન હું પ્રિયતમા તારી
ખેલ નથી કંઈ આગથી રમવું બેવફા મારી
વ્યર્થ કર્યો છે પ્રેમનો દાવો ઉણપ પ્રિતી તારી
ઈશ્ક ખાતર આવી ના શકે બેવફા મારી
તે બનાવ્યા અનેક રસ્તા હવે બેવફાઈ તારી
ના ફળે સપનું કદી તારું સાથે મારી
હઠીલા ચહેરાને જોવાનો ના કર યત્ન નયની તારી.
શા કાજ કરે છે અર્પિત જીંદગી પહેલી પ્રિતી મારી.
સાથે મારી કરતી ના વહેમ હા સહેલી તારી
કહી ‘રાજ’ બોલાવી ના શકે અબોલા સાથે તારી.
રાજેશ કે. ઢીંગલવાડા (પંચમહાલ)

ઓળખાણ

સુખઃ દુઃખના આવરણને કદી, સ્પર્શી શકે નહંિ
તેવો ગમ શોઘું છું
મારી આંખના આંસુઓને સુકવી નાખે તેવો
હર્ષ શોઘુ છું
સારા નરસા વિચારોને પ્રગટવા ન દે તેવો
અહેસાસ શોઘુ છું
આ બધી ઝંઝાળને વિશે વિચારી વિચારી
વર્તમાન ખોઈ ન બેસુ એવી
પ્રજ્ઞા શોઘુ છું
ચંિતારૂપી વાદળોથી ઘેરાઈ છું છુટવા માટે
શરદની પૂનમ શોઘુ છું
જ્યાં ફક્ત કાર્ય આનંદ સિવાય કશું ન મળે
એવુ બજાર શોઘુ છું
હું મને ઓળખુ અને બીજુ કોઈ મને ઓળખે
એવી જન્મારાની ઓળખાણ શોઘુ છું
પટેલ સોનલ ‘‘અર્પિતા’’(પોશીના)

ગઝલ

આવશો તમે આ રીતે જીંદગીમાં
ને, સમાઈ જશો દિલની હર ધડકનમાં
મને એની ખબર નહોતી.
થશે બે-ચાર મુલાકાત આપણી
ને, છવાઈ જશો તમે જીવનના હરેક ર’ગમાં
મને એની ખબર નહોતી.
બની જશો તમે જરૂરત અમારી
ને, બની રહેશે ખુશી તમ સંગમાં
મને એની ખબર નહોતી.
થશે એક’દી મિલન આપણું
ને, ઉભરાવી આવશે પ્રેમ અંગઅંગમાં
મને એની ખબર નહોતી.
મેં તો બસ મૌસમ જોઈ સૂર છેડ્યો હતો
ને, રચાઈ જશે ‘ગઝલ’ એક તરંગમાં
મને એની ખબર નહોતી.
જીતેન્દ્રકુમાર (માંડોત્રી, પાટણ)

Saturday 19 May 2012

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.
એની બહુ નજીક જવાની સજા છે એ,
મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો.
રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં,
મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો.
સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા,
દોઝખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો ?
એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો,
જેનો સમયની સાથે હ્રદયભાર પણ ગયો ?
એ પણ છે સત્ય એની ઉપર હક નથી હવે,
એવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો.
સાકી છે સ્તબ્ધ જોઈ નશાની અગાઢ ઊંઘ,
પીનારા સાથે કામથી પાનાર પણ ગયો.
કેવી મજાની પ્રેમની દીવાનગી હશે !
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.
- મરીઝ

ખરાબ છે

બસ ઓ નિરાશ દિલ, આ હતાશા ખરાબ છે.
લાગે મને કે જગમાં બધા કામયાબ છે.
એમાં જો કોઈ ભાગ ન લે મારી શી કસૂર?
જે પી રહ્યો છું હું તે બધાની શરાબ છે.
કંઇ પણ નથી લખાણ છતાં ભૂલ નીકળી,
કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે.
બે ચાર ખાસ ચીજ છે જેની જ છે અછત,
બાકી અહીં જગતમાં બધું બેહિસાબ છે.
ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી,
તેથી બધા કહે છે, જમાનો ખરાબ છે.
- મરીઝ

Tuesday 8 May 2012

દુઃખમાં જીવનની ભાળ હતી, કોણ માનશે?

દુઃખમાં જીવનની ભાળ હતી, કોણ માનશે?
ધીરજ રતનની ખાણ હતી. કોણ માનશે?
શૈય્યા મળે છે શૂળની ફૂલોના પ્યારમાં.
ભોળા હૃદયને જાણ હતી. કોણ માનશે?
લૂંટી ગઇ છે યાર! ઘડીના પ્રવાસમાં.
યુગ-યુગની ઓળખાણ હતી. કોણ માનશે?
ઉપચાર તો ગયા અને આરામ થઇ ગયો.
પીડા જ રામબાણ હતી. કોણ માનશે?
ઇશ્વર સ્વરૂપે જેને જગત ઓળખી રહ્યું.
એ શૂન્યની જ પીછાણ હતી. કોણ માનશે?
- ‘શૂન્ય’ પાલનપુરી

દુ:ખમાં જીવનની લાણ હતી, કોણ માનશે

દુ:ખમાં જીવનની લાણ હતી, કોણ માનશે ?
ધીરજ રતનની ખાણ હતી, કોણ માનશે ?
શૈયા મળે છે શૂળની ફૂલોના પ્યારમાં !
ભોળા હ્રદયને જાણ હતી, કોણ માનશે ?
કારણ ન પૂછ પ્રેમી હ્રદય જન્મ-ટીપનું,
નિર્દોષ ખેંચ-તાણ હતી, કોણ માનશે ?
ઈશ્વર સ્વરૂપે જેને જગત ઓળખી રહ્યું,
એ ‘શૂન્ય’ની પીછાણ હતી, કોણ માનશે ?
-શૂન્ય ‘પાલનપુરી’

મન મરણ પહેલા મરી જય તો કહેવાય નહી

મન મરણ પહેલા મરી જય તો કહેવાય નહી
વેદના કામ કરી જાય તો કહેવાય નહી
આંખથી અસ્રુ ખરી જાય તો કહેવાય નહી
ધૈર્ય પણ પાણી ફરી જાય તો કહેવાય નહી
એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી…
દીલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહી
આંખડી ભોળી, વદન ભોળુ, અદાઓ ભોળી..
પ્રાણ એ રુપ હરી જાય તો કહેવાય નહી…
કંઇ મજા મીઠી તડપ્વામાં મળે છે એ ને…
દીલ વ્યથા વે રે વરી જાય તો કહેવાય નહી
આંખનો દોષ ગણે છે બધા દીલ ને બદ્લે…
ચોર નીર્દોષ ઠરી જાય તો કહેવાય નહી
શોક્નો માર્યો તો મરશે નહી તમારઓ આ “ઘાયલ”
ખ્શી નો માર્યો મરી જાય તો કહેવાય નહી
-”ઘાયલ”

સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઇ જાયે છે

સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઇ જાયે છે
ગમે તેવું દુઃખી હો, પણ જીવન જીવાઇ જાયે છે.
હૃદયના દર્દની વાતો કદી છાની નથી રહેતી
હૃદય ગભરાય છે ત્યારે નયન ભીંજાઇ જાયે છે.
સમય બદલે તો બદલે, પણ પ્રણય રંગો નહીં બદલે
હૃદય રંગાઇ જાયે છે તો બસ રંગાઇ જાયે છે.
મુસીબતના દહાડા એ કસોટીના દહાડા છે.
છે પાણી કેટલું કોના મહીં જોવાઇ જાયે છે.
જીવન સારું જીગરની આહ થી ફૂંકી દઉં ‘ઘાયલ’
કદીક મારા ઉપર મને ય એવી ખાઇ જાયે છે.
- અમૃત ઘાયલ

કોઈ શું કરે ?

એ જ ભણકારા સતત સંભળાય કોઈ શું કરે ?
આપમેળે દ્વાર ખુલી જાય કોઈ શું કરે ?
એ પછી સઘળું ભૂલાતું જાય કોઈ શું કરે ?
કે જો અરીસામાં ય એ દેખાય કોઈ શું કરે ?
જળપરીની વારતાથી છેક ઉપનિષદ સુધી
એક આ મનને ન ગોઠે ક્યાંય કોઈ શું કરે ?
કોઈ આવીને અચાનક કેંદ્રબિંદુ થઈ ગયું
ને એ જ છે આકાશનો પર્યાય કોઈ શું કરે ?
ક્યાંક કોઈ રાહ જોતું એ જ સંગાથે સતત
ને એ જ પાછળ દોડતું દેખાય કોઈ શું કરે ?
                                            –     રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

કોઈ નું દિલ તોડવું નથી

દોલત મળે કે ના મળે ,પણ હવે દોડવું નથી ,
હાથે રહી ને ઝેર હવે ધોળવું નથી ,
આ સત્ય કઇ નવું નથી ,
બે ગજ કફન સિવાય કઈ લઇ જવું નથી ,
માણસ તરીકે જન્મ લે છે અહી બધા ,
... પણ અફસોસ છે કે કોઈ ને અહી માણસ થવું નથી ,
ગુણ દોષ સવું ને પારકા જોવાની ટેવ પડી ગઈ છે.,
પોતાનું રુદય કોઈને ઢન્ઢોળવું નથી ,
દેવાલયો માં અને કથા ઓ માં ઘણી ભીડ થાય છે ,
પ્રભૂ ની સાથે રુદય કોઈને જોડવું નથી ,
ટેવ પડી ગઈ છે જૂઠ નાં વ્યવહારની ,
કોઈ ને સત્ય ક્યાં છે તે હવે ખોલવું નથી,
પ્રભુ ! જિંદગી માં ફક્ત આટલું જ કરો ,
નિર્ણય કરો! કે! કોઈ નું દિલ તોડવું નથી .

જાવું જ હોય તો જાજો

જાવું જ હોય તો જાજો !! જરા ધીરે રહી ને જાજો
પાછું વળીને એક નજર !! આશા પૂરી કરી ને જાજો

આવવાનું ક્યાં કહું છું!! થોડાં સ્મરણ દઈ ને જાજો
જોઈ શકું જીવનભર !! એવાં દ્રશ્યો દઈ ને જાજો

રહેવાનું ક્યાં કહું છું!! એકવાર ખખડાવી ને જાજો
દ્વારે તમે ઉભાં છો, એવો આભાસ કરાવી ને જાજો

મારા અગોચર મન માંહી એક ઝાંખી કરી ને જાજો
પ્રેમના નિશબ્દ એકરારને થોડો સાંભળી ને જાજો

તમે માર્ગ એવો પકડજો જ્યાં પગલાં પડી શકે
પામી લઉં પગલાંમાં એવી દિશા ચીંધી ને જાજો .
..જનક

તારી "આવજો"

આવજો તમે, મારે હૈયે વસવા આવજો,
પ્રેમ દેવા નહિ તો પ્રેમ માણવા આવજો

અટકળ બદલવા હું વિનંતી નહિ કરું
નામ બદલવા નહિ, નામ દેવા આવજો

અજાણ્યા ધુમ્મસ માં હું ખોવાઈ ગયો છું
અસ્તિત્વ બની, ઓળખાણ આપવા આપજો

સુકાની બની આવો, હું તારી ના પણ શકું
પ્રેમનો સાગર છું હું, તમે ડૂબવા આવજો

વિશ્વાસ એટલો આપી શકું, હું જરૂરથી
હું તમારો થયેલ જ છું, મારા થવા આવજો 
... જનક દેસાઈ

Monday 7 May 2012

ખોવાયેલ ખુશી"

અરમાનો સેવ્યા હતાં એ નગર ક્યાં છે?
કોઇ કહો, ચાલ્યા તમે એ ડગર ક્યાં છે?
.
.
ખોખલી ખુશીઓનો સાથ હમેંશા છે સાથે,
ખુશીઓમાં પણ દુ:ખોની કસર ક્યાં છે?
.
.
વહે છે જીંદગી મૃત જરણાં માફક, આમ જ,
મજા જીંદગીની તમારા વગર ક્યાં છે?
.
.
ધડકે છે દિલ ધડકનનાં સહારે અમસ્તું જ,
છો શ્વાસ તમે, એવી એને ખબર ક્યાં છે?
.
.
હસે છે દુનિયા જોઇને તને "અશોક", પણ
તમારી મુશ્કાન જેવી એમાં અસર ક્યાં છે?

-અશોકસિંહ વાળા

Saturday 5 May 2012

તને હું શું નામ આપું ?

·      મારી વેદનાના વિખરાયેલા શબ્દોને,
ગુંથીને ગઝલ બનાવનાર ગજગામિની
તને હું શું નામ આપું ?

મારી વેરાન ભૂમિને પ્રેમરસથી સિંચીને,
ઉપવન જેવી બનાવનાર,
ફુલો જેવી નાજુક નાર,
તને હું શું નામ આપું ?

મારી બંધ્ આંખોમાં
સપનાના વાવેતર કરનાર,
મારા સપનાની રાણી,
તને હું શું નામ આપું?

મારા અંહકારી અસ્તિત્વને એક પલમાં,
તારા પગ પાસે ઝુકાવનાર,
ગુલાબી પેનીની માલિકણ,
તને હું શુ નામ આપું ?

મારા તોરીલા મિજાજને ,
એક પલમાં નિખાલસ બનાવનાર,
તોરલ જેવી સતી ,
તને હું શું નામ આપું ?

એક વાર તો બોલ
તને હું શું નામ આપું ?

(
નરેશ કે.ડૉડીયા)

વિયોગ


હતી કદી કલ્પના કે રસ્તામાં મળીશુ અજનબીની જેમ,
તારા ઢળેલા નયનોમાં હશે પશ્ચાતાપનો ગૂઢ સંદેશ,
રહી તારી ચાલમાં પહેલા જેવી લચક,
ફેલાઈ હવામાં ચમેલીની પરિચિત મહેક,
હવામાં ઉડતા તારા વાળને સ્પર્શ કરવાનો નથી મને કોઈ હક
રહ્યો છે આપણને હવે દંભી સમાજનો ડર
તારા કંપતા અધરોની સમજી શકુ ંછું હું મૂક વાણી
તારા ઊંડા નિશ્વ્વાસ અને આહની ગહરી ઉદાસી
રહી તારી આંખોમાં પહેલા જેવી ચમક અને મસ્તી
કોણ સંભાળશે આપણી દર્દભરી દાસ્તાન જંિદગીની
કરુ છું દુઃઆ આવતા જન્મમાં થાય આપણો સુખદ મિલાપ,
હોય જંિદગીમાં કોઈ કરુણતા કે વિયોગનો વિલાપ
શ્રીમતી ફિઝ્ઝા એમ આરસીવાલા
(મુંબઈ)

પાગલ દિવાનો


તમારી રાહ જોયા કરું છું
આમ તેમ ગોત્યા કરું છું
ચાંદ બની આકાશે જઈ બેઠા
આભમાં તમને ગોત્યા કરુ છું
ફુલ છો તમે, જાણ્યુ છે જ્યારથી
માળી બની ભટક્યા કરું છું
રાતે સપનામાં આવો છો તમે
એથી તો વિચારોમાં ભટક્યા કરું છું
પરીમળે ના તું
પાગલ દિવાનો બની શોઘ્યા કરુ છું.
રાજન