Pages

Tuesday 26 June 2012

મઝધારમાં

જઈને જશે ક્યાં હવે એ મદભરી બહારમાં
ગૂંથી લીધા છે મેં એમને મારાજ વિચારમાં
અવસર તો ઘણા મળ્યા છે એમની ઓળખાણના,
પણ ગુમાવી દીધો છે મેં સમય એના પ્રચારમાં
ફક્ત તારા ગણી રાત વિતાવી નથી મેં
જીવન આખું વીતી ગયું તારા ઇંતઝાર માં.
તૂટ્યા છે સપના મારા એનો ગમ નથી મને,
થઈ ગઈ છે નફરત હવે પ્યાર કેરા બજારમાં
રાખે પ્રણયની લાજ હવે તો એ સારું.
અમે તો છેતરાઈ ગયા સૂના મઝધારમાં.
સંજય ગોંડલિયા (સેતાલુસ)

ચાહું છું તમને

હર પલ તમને યાદ કરી પલ પલ તમારો
વિચાર કરી હું ચાહું છું તમને,
દિલમાં તડપ ભરી તમારો દિદાર કરવાની
આશ કરી હું ચાહું છું તમને,
હોઠો પર તમારું નામ ધરી આંખોને
વરસતી કરી હું ચાહું છું તમને,
ખુદને ગમગીન કરી તમારી યાદોમાં
કેદ થઈ હું ચાહું છું તમને,
ક્યારેક દુનિયાને ભૂલાવી તો ક્યારેક અસ્તિત્વથી
અલગ થઈ હું ચાહું છું તમને,
જ્યારે આવે છે તમારી યાદ ત્યારે ફક્ત
તમને જોવાની આશ કરી હું ચાહું છું તમને,
બસ હવે તો શું કહું તમને?
તમારા પ્રેમમાં વિજયની આશા કરી
આ મનની મનિષાને દિલની વાત કહેવા
આ કવિતાનું સર્જન કરી હું ચાહું છું તમને...!
હર પલ તમને યાદ કરી પલ પલ તમારો
વિચાર કરી હું ચાહું છું તમને...!
વિજય રોહિત
(ખંભાત)

ગઝલ

મારે મન તો બસ ચારે વેદ છે ગઝલ,
એ મારા અંતરની ઉમેદ છે ગઝલ.
અરે! આ રહી મુક્ત કહે છે કોણ,
કે કોઈ કમલમાં કેદ છે ગઝલ.
ગઝલ શું? છે તેં હજી કોઈને નથી ખ્યાલ,
દોસ્તો! વણઉકેલ્યો જ ભેદ છે ગઝલ.
રાજલ રાત જેવી કાળી ડિબાંગ નહીં.
દેખો દૂધ સમી સફેદ છે ગઝલ.
રાજાભાઈ દાફડા
(અમરેલી)

ક્યારે મળીશું

આ જીવનના મેળામા ખોવાઈ ગયા
આપણે બન્ને ફરી ક્યારે મળીશું
સંજોગો એવા થયા કે આપણે બન્ને
મળી ન શક્યા ફરી ક્યારે મળીશું
દિવસોના દિવસ વીતી ગયા તારો
ચહેરો જોઈએ આ ચહેરો
જોવા ફરી ક્યારે મળીશું.
આ ભવ નહીં તો આવતો
ભવ મળીશું
આવો ભવ ફરી ક્યારે
જોવા મળીશું.તારા અને મારા
દિલનો મેળાપ ન થઈ શક્યો.
આ મેળાપ મેળવવા ફરી ક્યારે મળીશું.
જીવી લો આ જંિદગી હર્ષદ કહે છે,
ફરી ફરી આવા ટાણા જોવા ક્યારે મળીશું.
હર્ષદકાન્તિલાલ વણકર
(કડાછલા)

આવજો ફરીવાર

કરવું નહતું જે કામ તે કામ કરીને બેઠો,
ભૂલવા તમારી યાદને સર્જક બની બેઠો.
રસ્તે ઊભો છું બસ તમારી યાદમાં
રાહને તમારી યાદમાં ફુલોથી સજાવીને બેઠો છું.
આપી હતી જે યાદ તમે યાદ તે
સાચવીને બેઠો છું.
જોયું છતું જે મેં સપનું સાથે મળીને
તમારા આ સ્વપ્નને સાકાર કરવા ભાન ભૂલાવીને બેઠો છું.
ખુશ્બુ તમારા પ્રેમની દિલમાં
ભરીને બેઠો છું.
તમારી યાદમાં પાગલ બનીને
બેઠો છું.
આવશો ફરી વાર તમે આ વેરાન જીવનમાં બસ એજ
આશામાં રાહુલ શ્વાસ રોકી બેઠો છે.
આર. એ. ડાભી
(ઇડર)

અરમાન

જંિદગી જીવવાનો અહેસાસ બનાવી ગયા ક્યાં તમે,
હજારો અરમાન દિલના તોડી ગયા
ક્યાં તમે.
કેટલી સુંદર હતી જંિદગી
તારી સાથેની,
આમ અધવચ્ચે સાથ છોડી
ગયા ક્યાં તમે.
સદા સમજાવ્યા હતાં
હસતાં સપનાં
તમારા જ,
આમ આ હસતા સ્વપ્ન રડાવી ગયા હતા તમે
મિલનમાંના સ્મરણ સંઘરી રાખ્યા સદા હૈયે.
આમ અચાનક વિરહની યાદ દઈ ગયા ક્યાં તમે.
સદા ખીલતા હતા ફૂલો પણ સ્પર્શથી તમારા.
ખીલતા ફુલો ને મુરજાતા મૂકી ગયા ક્યાં તમે.
એક દિવસની જંિદગી લાલા સાથેની જીવી,
જન્મોની ચિર વિરહની વેદના આપી ગયા ક્યાં તમે.
હજુ દિલ રાધા, રાધા, રાધા એમ ઝંખે છે.
રાધા વિનાનો અઘૂરો લાલો કરી ગયા ક્યાં તમે.
રાઠોડ નિતિન એમ.
(જામનગર)

પ્રસંગ રચાયો

તુજ સ્મરણનો એક રંગ છવાયો,
ઘડીભર તારી યાદનો સંગ રચાયો,
જે પ્રસંગની ખેવના હતી ઘણા વખતથી,
એના સંયોગમાં અનોખો ઉમંગ છવાયો.
હતો હું અકબંધ ભાવની સીમામાં,
આપના સૌંદર્યના સંગે નિરલ ધોવાયો.
જીવનની વિડંબનામાં ક્યાંય હતો ઘવાયો,
કવનમાં મારા, રાગ આપનો ઉતુંગ ગવાયો.
મારી અંતરની દુનિયાથી તું હજુ છો અજાણ,
સમજવા આ ભાવાનુબંધ, જાણે પ્રસંગ રચાયો.
જગમાલ રામ
(ખોરાસા-ગીર)

રડાવી જાય છે

વરસે છે મેહુલા ને
ભીંજાય છે તરસી ધરતી
એક યાદ છે તમારી,
પલમાં હસાવી
ને પછી ખૂબ રડાવી જાય છે
ઉજાસ છે એ પૂનમનો
ચાંદ બની ઊભો છે અવકાશે,
પ્રભાત જોવા સૂરજની
યુગો-યુગો વહાવી જાય છે.
કૂલ છે તું મશહૂર
ગુલાબ-એ-ગુલશનમાં
આપવા સુવાસ મુજને
જીવન ટૂંપાવી જાય છે
યાદ છે તમારી હજુ
પણ, ચહેરો નથી તમારો
જાવું ક્યારેક તમ, રસ્તે તો
એ રસ્તો રડાવી જાય છે.
હસતાં તો લાગતું એવું
મેઘ વરસતો જાણે બંિદુ
આ રંગ છે એ પૂનમ નો
જે ચાંદની લૂટાવી જાય છે.
સાથ નથી રહ્યો સફરે તમારો
કેમ કરીને મનાવું તમને,
ક્યાંક ભૂલી જશો ‘રાધે’ને એ
વિચાર રડાવી જાય છે...!
પ્રણામી અનિલ
(સાબરકાંઠા)

મારો ચાંદ ખોવાઈ ગયો

એક નાની-સૂની વાતમાં,
આ હાડકાં વિનાની જીભથી,
એક કર્કશ શબ્દ બોલાઈ ગયો,
મારો વર્ષોનો સંબંધ રેલાઈ ગયો,
જાણે, ચાંદ મારો ખોવાઈ ગયો...
માનતી નથી, જાણતી નથી,
શું કહેવા માગતો હતો હું તને,
મારા સાચા મનનાં શું શબ્દનો,
આખો મર્મ બદલાઈ ગયો,
જાણે, ચાંદ મારો ખોવાઈ ગયો...
કોશિશ કરી ઘણી તને મનાવવાની.
હાથ જોડી,
મારું મન તુંજ ચરણે મૂકી,
આ દિલની સાચી હકીકત કહેવાની,
મારો યાર મુજથી રીસાઈ ગયો.
જાણે, ચાંદ મારો ખોવાઈ ગયો.
- ભરત કાપડિયા
(કલાપીનગર)

યાદ

જ્યારે આંબાવાડીમાં કૂક સંભળાઈ કોયલની
ત્યારે યાદ આવી મને તારા મંજુલ સ્વરની
જ્યારે ઉપવનમાં જોઈ અર્ધખીલી ફૂલોની પાંખડી,
ત્યારે યાદ આવી મને મારા
કંપતા અદ્યરોની મૂકવાણી
ઉષાની લાલિમા હતી તારા ચહેરામાં,
વીજળીની ચમક હતી તારા નયનોમાં,
ઘનઘોર વાદળોનો અંધકાર છુપાયો હતો
તારા શ્યામ કેશકલાપમાં,
પવન કરતા પણ અધિક વેગ હતો
તારી ચાલની રફતારમાં,
જંિદગીની વીણામાં મને સંભળાતી હતી સરગમ,
તારા ઝાંઝરની ઝણકાર સાથે તાલ દેતી હતી
તારા દિલની ધડકન,
પ્રિયે, શોધું છું હું તને હર ગામ અને શહેરમાં,
પળભર માટે પણ ઝલક બનાવી જા મારા સ્વપ્નમાં.
ફિઝ્‌ઝા એમ. આરસીવાલા
(મુંબઈ)

તારા રૂપ વિશે

દૂર ભલે એ રહ્યા સંબંધ નજીકના હતા
માનો ના માનો એમની
મહોબ્બતના અમે દિવાના હતા.
અનિમેષ જોયા કરું એના નિતરના રૂપને,
બનાવીદે પાગલ એવા રૂપાળા હતા.
સ્વર્ગની પરી છે એ, એ ખોટું તો નથી.
અરિસામાં જોયા ના કરો,
લાગે ખુદ નજર એવા હતા.
‘‘પરી’’ હવે રહ્યો નથી દિલ પર કાબુ,
તું આપે સાથ તો ચાલે એવા હાલાત હતા.
પ્રણામી રજનીકાન્ત
(બામણવાડ)

Monday 25 June 2012

પહેલી પસંદગી છો

સામે રહો નહીં તો સપનામાં આવશો
નક્કી નહીં કે કેવી ઘટનામાં આવશો

જળનું ટીપું હશો તો ઝરણામાં આવશો
ને જો નદી થશો તો દરિયામાં આવશો

ચારે તરફ તમોને જોયા કરું છતાં
ક્યારે કહી દો મારી દુનિયામાં આવશો

ચીતરેલાં ક્યાંય એમાં હોતાં નથી જ ઘર
અફસોસ કે નગરના નકશામાં આવશો

પહેલી પસંદગી છો તો એ મુજબ રહો
બહુ દુ:ખ થશે તમે જો અથવામાં આવશો.

– ભરત વિંઝુડા

કસોટી હજી બાકી છે

ખરી કસોટી હજી પણ થવાની બાકી છે.
હજી વધારે તને ચાહવાની બાકી છે

સતત સ્મરણમાં તને રાખવાની બાકી છે
ને એ રીતે જ ઘડી ભૂલવાની બાકી છે.

ગયા પછી તું ફરી આવવાની બાકી છે
હજી ઘણીયે ક્ષણો જીવવાની બાકી છે.

વધારે એથી સરસ કોઈ હિંચકો ક્યાં છે ?
તું મારા હાથ ઉપર ઝૂલવાની બાકી છે.

અનંત આપણા વચ્ચેની વારતા ચાલી
અને એ કારણે સંભારવાની બાકી છે.

સમાઈ જાઉં છું તારી જ બેઉ આંખોમાં
નહીં તો જાતને દફનાવવાની બાકી છે.

- ભરત વિંઝુડા

જાત તરબોળી તમે


સંબંધ ભગ્ન,
હૈયું દુ:ખમગ્ન - ને
ઊર્મિ સંલગ્ન…!
*
લાગણી દિલમાં સતત ઘોળી તમે,
પણ તમન્નાની કરી હોળી તમે.
ભૂલવાનાં વેણને જૂટલાવવા,
મોકલાવી યાદની ટોળી તમે.
‘લાગણી ભરપૂર છે’ દાવો કરી,
ત્રાજવે વ્યવહારનાં તોળી તમે.
ભૂલવા જેવી ને જે મુફલિસ હતી,
વાત શાને આમ વંટોળી તમે?
દમ હશે, કળ પણ હશે એમાં જરૂર,
અંતરે મુજ જાત તરબોળી તમે.
જિન્દગીભર જાગરણ કરશે હૃદય,
કેમ સૂતી ઊર્મિ ઢંઢોળી તમે?
-’ઊર્મિ’
*
મુફલિસ = મામૂલી

એ પ્રેમ છે


*
‘પ્રેમ છે’ કહ્યા
વિના જ ચાહુ તને…
પૂરતું નથી?
 *
શબ્દથી હું કહું તને કે ‘પ્રેમ છે’, એ પ્રેમ છે?
લાગણી મઢવાને શબ્દો કમ પડે, એ પ્રેમ છે.
સાથનો અહેસાસ દૂરીમાં રહે એ પ્રેમ છે,
ને મિલનની પ્યાસ મળવામાં રહે એ પ્રેમ છે.
દે ભલેને, દુ:ખ વિરહનું કાળજે નાસૂર થઇ,
સ્મિત થઇને અશ્રુમાં આવી ભળે એ પ્રેમ છે.
જો વલોવે તું નિરંતર એષણાની છાસને,
ભાવનાનું જે પછી ગોરસ બચે એ પ્રેમ છે.
હું નથી કંઇ, તું નથી કંઇ, સાથનું અસ્તિત્વ છે,
ક્યાંકથી એવી સમજ આવી ચડે એ પ્રેમ છે.
જો ચણે, હર પળ સમયની… આ અતીતનાં ખંડહરો,
કો’ક પળ આવી ફરી ચણતર કરે એ પ્રેમ છે.
ઓટ જો આવે કદી મુજ ઊર્મિનાં સાગર મહીં,
તું બની પૂનમ ફરી ભરતી ભરે એ પ્રેમ છે.
-’ઊર્મિ’

યાદમાં અટવાય છે કારણ વગર


કેમ મારું મન અધીરું થાય છે કારણ વગર ?
લાગે છે, તું યાદમાં અટવાય છે કારણ વગર.
તું હૃદયમાં એમ ફરકી જાય છે કારણ વગર,
જેમ નભમાં વીજળી ચમકાય છે કારણ વગર.
એમ તો, શોધ્યો મળે નહીં ક્યાંય તું આયાસથી,
ને કદી કણકણમાં તું દેખાય છે કારણ વગર.
કેટલી કોશિશ કરું- તું યાદ નહીં આવે મને !
…પણ છતાંયે ધ્યાન લાગી જાય છે કારણ વગર.
મેં તને પૂર્યો કવનનાં શબ્દમાં મોઘમ, સખા !
તોયે આવી ટેરવે ટકરાય છે કારણ વગર.
-’ઊર્મિ’ (જાન્યુ. 2008)

અંતરંગ સખાને…


*
શબ્દોની વચ્ચે
છોડેલી ખાલી જગ્યા…
વાંચી શકીશ?
*
આટલું જાણ્યું સખા ! એ પ્રીત પણ પ્યારી નથી,
સંગ એની એક-બે જો વેદના પાળી નથી.
જો પ્રણયની રાહ તેં આંસુથી શણગારી નથી,
છો સફરમાં હોય તું, પણ એ સફર તારી નથી.
વાંસળીની જેમ વાગી ના શકે તો જાણજે,
છે હજી પણ કૈંક અંદર… સાવ તું ખાલી નથી !
વ્હાલનાં વરસાદમાં પણ સાવ કોરો રહી જશે,
તું નહીં પલળે કદી, જો છતને ઓગાળી નથી.
પ્રેમને ઈશ્વર સમજ ને ભાગ્ય કર તું વ્હાલકુ,
ફર્ક શો છે હાથની રેખા જો હૂંફાળી નથી?!
હોમતી રહે છે મને કાયમ વિરહની અગ્નિમાં,
તોયે તારી યાદને મેં તો કદી ટાળી નથી.
પ્રીત, ઊર્મિ, બેબસી ને દર્દથી સજતી રહી,
જિંદગીને મેં સખા ! કંઈ ખાસ કંડારી નથી.
-’ઊર્મિ’ (સપ્ટેમ્બર 26, 2008)

મારા હોવાનું સખા, કારણ છે તું !


 *
તારું સ્પર્શન…
સૂક્કાસટ રણમાં
આર્દ્ર ટહુકો !
*
એકધારી હોય ના કોઈ ભાવના,
તું સદા ભરતીની આશા રાખ મા.
મારા હોવાનું સખા, કારણ છે તું !
તારા હોવાની છું હું સંભાવના.
પાનખર તો છે વસંતી ખાતરી,
-ને ફરીથી મ્હોરવાની કામના.
હા, ઘણા સ્વપ્નો ફળ્યાં છે આંખને,
તું નથી એમાં તો એ શું કામનાં?!
એમ નહીં તાગી શકે એનું ઊંડાણ,
‘ઊર્મિ’ને બુદ્ધિ વડે તું માપ ના !
-’ઊર્મિ’ (માર્ચ ૨૦૦૯)

ચાહત પરમ હશે


*
વિરહાગ્નિમાં
તપીને પ્રીત બની
સ્મરણ-મૂર્તિ!
*
તારા હૃદયમાં ઊઠતી કોઈ કસક હશે,
મારા યે દિલમાં સાચવી મેં એ સરસ હશે.
ફૂટ્યું નથી અમસ્તુ આ ઝરણું ગઝલ તણું,
કાગળ હૃદય ને લાગણી થઈ ગઈ કલમ હશે.
 
તારા ગયા પછી પણ મહેંકી રહ્યું છે મન,
વાતાવરણમાં તારી રહી ગઈ અસર હશે.
એવું વિચારી જઈ રહી છું હું અજાણ્યે પથ,
રસ્તામાં જે પડ્યા છે એ તારા કદમ હશે.
 
તું કર નહીં અનાદર નખરાળી પ્રીતનો,
ફરિયાદી હોઠમાં રહી ચાહત પરમ હશે.
મારો નથી, છતાંયે મને કેટલી મમત !
‘તું મારો છે’- નો પાળ્યો મેં કોઈ ભરમ હશે…
તારા નયન સખા, હવે બહેકી રહ્યા છે કેમ?
બુદ્ધિને લાગણીતણી લાગી લગન હશે ?
  
તૂટે હજારવાર તો યે શિકવા ના કરે,
ઉર-ઊર્મિનો રહ્યો ભલા કેવો ધરમ હશે ?!
-’ઊર્મિ’

ભૂલી નથી


ભૂલવાનું એ
વચન, કેમ કરી
ભૂલું સજન ?!
*
એક વેળા મેં તને ચાહ્યો હતો- એ વાતને ભૂલી નથી,
પણ, પછી એ કોયડો ઉકલ્યો હતો- એ વાતને ભૂલી નથી.
આપણે બંજર-ગિરિ ખોડ્યો હતો- એ વાતને ભૂલી નથી,
પત્થરોમાં પ્રાણ પણ પૂર્યો હતો- એ વાતને ભૂલી નથી.
 આપણે આકાશ ફાડી ઝરમર્યાં, વરસ્યા હતા કૈં ધોધમાર,
આપણામાં મેઘ ખુદ ન્હાયો હતો- એ વાતને ભૂલી નથી.
શ્વાસનાં થઈ જઈ હલેસાં આપણે નીકળ્યા અને ભૂલા પડ્યા…
ને પરસ્પર માંહ્યલો ખેડ્યો હતો- એ વાતને ભૂલી નથી.
રે સખા ! એક દિલ્લગી મેં તો કરી’તી સાવ અમસ્તી…
ને ઉભયનાં માર્ગને મોડ્યો હતો- એ વાતને ભૂલી નથી.
તું મને ભૂલી જતે કે રાવ કરતે- એ હતો અધિકાર તારો,
પણ બધું ભૂલીને તું નિખર્યો હતો- એ વાતને ભૂલી નથી.
-’ઊર્મિ’

કૈંક તો કારણ હશે…


જીન્દગીની ધારણાનું કૈંક તો કારણ હશે,
આપણા હોવાપણાનું કૈંક તો કારણ હશે.
ચાર દિવાલો ચણી માન્યું, સુરક્ષિત થઈ ગયા…
આંગણા ને બારણાનું કૈંક તો કારણ હશે.

રણને તરવા માત્ર ઇચ્છા કે ચરણ પૂરતાં હશે?
ઝાંઝવાનાં ભ્રમપણાનું કૈંક તો કારણ હશે…

પાછા ફરવાનું વચન એણે કદી પાળ્યું નહીં,
કૃષ્ણની વિટંબણાનું કૈંક તો કારણ હશે.

“આપણી વચ્ચે બધુ હોવા છતાંયે કૈં નથી”-
તારી આ વિચારણાનું કૈંક તો કારણ હશે.

એમ તો પકડાય ના શબ્દો અને અર્થો કદી,
આ ગઝલની સ્ફુરણાનું કૈંક તો કારણ હશે.

કાશ, જડ બનતે હૃદય કે થાય ના કોઈ વ્યથા !
પણ સખા, ‘ઊર્મિ’પણાનું કૈંક તો કારણ હશે…
- ઊર્મિ (2/27/2012)

ન પૂછો શું હાલત થઈ કાળજાની…


જુઓ, માંગણી એ કરે છે મજાની…
“કરું તો કરું માંગણી હું ગજાની!”
થયો છે ગુન્હો જ્યારથી એક સુંદર,
કરે છે પ્રતિક્ષા એ સુંદર સજાની…
તરજ વેણુએ છેડી’તી કૈંક એવી,
ન પૂછો શું હાલત થઈ કાળજાની…
શરીરે નહીં, ક્રાંતિ થઈ ગઈ સમજમાં
ને કાયાપલટ થૈ ગઈ કુબજાની…
આ શેની અસર છે નિરંતર ગઝલમાં
પડી ટેવ ‘ઊર્મિ’ને પણ આવજાની…?
- ઊર્મિ (4/30/2012)

Friday 22 June 2012

ચાંદની !

કેટલી મદહોશ લાગે ચાંદની,
પ્રેમનો આગોશ લાગે ચાંદની.

દાગ આ કાળા તને ક્યાંથી થયા?
બેવફાનો દોષ લાગે;…….ચાંદની !

હો જખમ તો તું તરત મરહમ થતી,
મુજને તો, પાડોશ લાગે ચાંદની.

હું સફરમાં કોક દી’ થાકી જતો,
તું નવો કો’ જોશ લાગે ચાંદની.

કો’ અષાઢી સાંજે તું દીશે નહીં,
તારો મુજને સોસ લાગે ચાંદની.

સીરમીટી જંગલે હું રીબતો!
લીલા પાને ઓશ લાગે ચાંદની..

- ચેતન ફ્રેમવાલા

શું થવાનું ?

ઝીંકો જો ઘાવ જળમાં તો જળ ને શું થવાનું ?
તડકા ની આવ-જા થી વાદળને શું થવાનું ?

ભીના પતંગિયા કે ઈચ્છા નું હો સરોવર …
સઘળું લખી જવાથી કાગળને શું થવાનું ?

આંખો માં જઈ અચાનક પળ માં વળે જે પાછા..
સપના ઉગાડવાથી કાજળ ને શું થવાનું ?

કંઈ કેટલાં મુકામે પહાડ-ખીણ-કોતર..
નદીમાં આવવાથી ખળખળ ને શું થવાનું ?

વંટોળીયા સામે પડે કે તોફાન સૂસવે
સૂર્યના વલયને ઝળહળ ને શું થવાનું ?

– દીપક ત્રિવેદી

Thursday 21 June 2012

કોઇ પણ છેડેથી કાપી જો મને

લાવ, તારો હાથ આપી જો મને
તું હૃદયમાં ક્યાંક સ્થાપી જો મને.
પ્રેમ જેનું મૂળ છે એ વૃક્ષ છું
લે, ઉખેડી કે ઉથાપી જો મને.
તું નસેનસમાં વહે છે રક્તવત
કોઇ પણ છેડેથી કાપી જો મને.
આભને પણ હું નયનમાં સંઘરું
જો ઉઠાવી આંખ માપી જો મને.
આમ તો હું કોઇની જડતો નથી
મન કરીને સ્થિર જાપી જો મને.
-  ત્રિલોક મહેતા

આંખોમાં દરિયો થઇ

આંખોમાં દરિયો થઇ છલકાવું હોય
અને સહરાની જેમ પછી બળવું પડે
પીળાપચ પરબીડિયે ખાલીપો હોય
અને સરનામું તારું ત્યાં કરવું પડે
પછી મારાથી મારે પણ ડરવું પડે
ડાળી છોડીને પાન ઊડે ને એમ ઊડે
તુંય મારી વૃક્ષીલી ડાળથી
ઊડેલું પાન ફરી વળગે નંઇ વૃક્ષે
ને તોય તારી વાટ જોઉં ઢાળથી
આમ તો કદીય છૂટા પડીએ નંઇ તોયે
તને ‘કેમ છે?’ કહીને રોજ મળવું પડે
અને સહરાની જેમ વળી બળવું પડે
પછી મારાથી મારે પણ ડરવું પડે
ખોબામાં હોઉં ભીના સૂરજની જેમ
અને પળમાં તું ફંગોળે આભમાં
મારા હોવાનું ફરી અવકાશે હોય
અને તારા હોવાનું ‘શુભ લાભ’માં
તારો ઉજાસ તને પાછો મળે ને
એથી બપ્પોરે મારે આથમવું પડે
અને સહરાની જેમ ફરી બળવું પડે
પછી મારાથી મારે પણ ડરવું પડે

રવીન્દ્ર પારેખ

Wednesday 20 June 2012

ફૂલો પર

રડી રડીને વિખેરાઈ રાત ફૂલો પર,
આ ઓસ છે કે છે મારી જ જાત ફૂલો પર.
તમે કહો છો ભલે બુંદ પણ અમે કહીશું:
તરી રહી છે સકળ કાયનાત ફૂલો પર.
પવનને કાન મરોડીને કોઈ સમજાવો,
ન ખુલ્લેઆમ કરે પક્ષપાત ફૂલો પર.
બચી ગયો છે શું એથી હસી રહ્યો છે તું ?
તૂટ્યો જો હોત તો આવું હસાત ફૂલો પર ?
ભલા ! નડ્યા નથી શું કંટકો કદીય તને ?
ફરી ફરીને તું લાવે છે વાત ફૂલો પર….
સમયસર આવી ચડી બાગમાં તું, સારું થયું;
નકર તો શુંનું શું આજે લખાત ફૂલો પર !
-વિવેક મનહર ટેલર
(૨૬-૦૯-૨૦૦૮)

અડધી રમતથી... (એક ઝલક)

અડધી રમત થી ઊઠવાની છૂટ છે તને,
તારી શરત થી જીતવાની છૂટ છે તને.
વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને.
ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.
મરજીથી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.
નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મમાં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.
આ આંગળીનાં શ્વાસમાં થઈ શબ્દની હવા,
આશ્રિત ને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.
- ડૉ. વિવેક મનહર ટેલર

અંજામ લઈને આવ મા

વાત માંડી છે હજુ, અંજામ લઈને આવ મા,
જીતવા તો દે મને, ઈનામ લઈને આવ મા;
ક્યાંય સુકાયા નથી કોઈ આંખના દરિયા હજુ,
હોઠ પર “શ્રી રામ” કે “ઈસ્લામ” લઈને આવ મા;
આ નગરની હર ગલી શોખીન સન્નાટાની છે,
શબ્દને તું આમ ખુલ્લેઆમ લઈને આવ મા;
જીન્દગી આખી વીતાવી ભૂલવામાં જેમને,
એમની તસ્વીર, એનું નામ લઈને આવ મા;
હું હળાહળ ઝેરને પીવા મથું છું ક્યારનો,
દોસ્ત, અત્યારે છલકતો જામ લઈને આવ મા.
- પ્રા. હિમલ પંડ્યા “પાર્થ”

વિશ્વાસ

વિશ્વાસ !, બસ એ જ મારો શ્વાસ છે 

વિશ્વાસ વિના બીજો શું અહેસાસ છે ! 

વિશ્વાસ હોય બસ, પ્રેમ તો ઉભો છે દ્વારે 

વહેમી મન માં પ્રેમ પણ આભાસ છે
________________________________
જનક દેસાઈ
૦૨-૧૧-૨૦૧૨

૧૮ થી ૮૧



સ્વપ્નું આવ્યું
થયું સાકાર
લીધા આકાર
ઘણું પામ્યું,
મન થી માણ્યું
ને આવ્યો વિચાર !,
થયું સાકાર?
તે કેવો વિચાર !
પ્રેમ ! શું છે !!!!?
નાં જાણ્યું જે, જાણ્યું હવે.
ઉમર નો છે સહકાર
ઉમર ને છે અધિકાર
આશા ના રહે પ્રેમ નિ હવે,
દીધા માં વસે ઘરબાર
------------------------------------------
જનક દેસાઈ
૦૮/૧૩/૨૦૧૧

Facebook Like

એક ચહેરા 'ને એક ચોપડી નો પ્રેમ થયો છે
ફેસબુકમાં  મૈત્રી હોવાનો મને વ્હેમ થયો છે

ક્યારેક લાઇકથી મારી લાઇફને પ્રેમ થયો છે
તો વળી લાઇકથી મારી વાઇફ ને વ્હેમ થયો છે
ક્યારેક ગમે, ક્યારેક ના પણ, લાઇકનું એ ચક્કર
જ્યારે અડધું ગમે 'ને બાકી નહીં, કેમ લેવી ટક્કર
આતો હાલું હાચા પ્રેમ જેવું, ના જીવાય કે જીરવાય
આંખે થી વરસે વ્હાલ 'ને હોઠેથી અગ્નિ  વહ્યો છે
જનક

પ્રકૃતિ ની રીત

વૃક્ષ વૃક્ષ પર ડાળ ડાળ પર પાન લીલા લહેરાય
ઋતુ આવે ઋતુ જાવે ત્યારે સહુ બેરંગી થઇ જાય 

પ્રકૃતિની રીત અનોખી, નિત્ય નવા પાન સર્જાય
માનવને મન ફરતી ઋતુઓ, માનવ થી બદલાય 

એકજ ઋતુ ના માલિક આપણ, એકજ ઋતુક્રાંતિ
વસંત કે વાવાઝોડાનું વર્તન, મનોવૃત્તિમાં થાય 

નિર્મિત બે છેડાની વચ્ચે, નિત્ય નવા રંગ ઉભરાય
પાણી સમ રાખીને મનડું રંગ મેળવણીથી થાય

સંગી સાથી આપણ સહુ તોય નિર્મિત્ર મન મુંઝાય
દિલડામાં નિર્મળતા વ્યાપે તો નિત્યાનંદ ફેલાય ….. જનક 

રાધા કૃષ્ણ પ્રેમ

રાધાનું રૂપ અતિ નીરાળું, કાનો લેશ ના છટકે 

કામણગારી નજર નિહાળી કાનાનું હૈયું ધડકે 

રાધાનું મન વટકે જ્યારે બેડલું એનું પટકે
રાધાનું મન મટકે જ્યારે, કાનો એને ઝટકે

હૈયાના આવેશનું માર્યું કાનાનું મન ભટકે
રાધા ના દેખાણી જ્યારે, વેરણ વાંસળી ફટકે 

રાધારાધા નામ પોકારે, વૃંદાવનની ગલીયો ભટકે 
બેડલું માથે નજર પડે ત્યાં મધુર મિલન ને તરસે ... જનક

શબ્દોની ખેતી

શબ્દોની ખેતી કરી પાડું હું ચાસ ;
બનાવવા ગીત, બેસાડું હું પ્રાસ ,

નાખું બીજ જોઇને આસપાસ ; 
પાક લણું જયારે જયારે થાય અહેસાસ ,

વધી છે જયારે જયારે લખવાની પ્યાસ ; 
મદદગાર થયો છે ત્યારે ત્યારે ઈશ્વર તારો વાસ ,

અભિલાષા મારી કે ના આપું કોઈને ત્રાસ ; 
શબ્દોની ગોઠવણે ગોઠવણે થઇ જાય હાશ ,

સરસ ગીતો લખવાની તારી આ આશ ;
‘ પારસ ‘ થાય ના ટસ-મસ એટલું બસ.
===પારસ હેમાણી=== તા.૦૬/૦૫/૨૦૧૨.

બેન મારી વ્હાલી

જતાવે કે હું બહુ કામઢી,
હોય સાવ નવરી
ફેસબુક-ફોને સમય પસાર કરતી
સુડોકુ ચોકઠાં ભરતી
રસોડે જાઉં એમ મોટા ઉપાડે કહેતી
આવડતી ના કોઈ વાનગી
તોયે ભાઈ  પર પ્રયોગો કરતી
ભાઈ ને ભલે આવે માંદગી
પતિ માટે પાકી થઇ જાય વાનગી
નાના મોટા યુદ્ધો કરતી
ભાઈ નો માર ખાતી
પાછી સંધિનો ધ્વઝ લહેરાવતી
હજી ઘણી કરવી’તી  મસ્તી , પણ  એટલું બસ રાખી
આતો લાડ લડાવવા કવિતા રચી
બાકી ભાઈના દુ:ખે દુ:ખી થતી, ઓછુ ના આવવા દેતી
રક્ષા કાજે રાખડી બાંધતી
ભાઈ ને  બેન ખુબ વહાલી
ઈશ્વરીય પ્રેમ વરસાવવા જન્મી.
===પારસ હેમાણી=== તા. ૦૪/૦૫/૨૦૧૨

જીર્ણોધાર

 જીર્ણોધારે કર્યો મને હાફળો ફાફળો
વ્યથા મારી સૌ સાંભળો
ઠેકેદાર મારો ઢીલો પોચો
કામ  કરાવે કીડી વેગો
૧૫ દિ ના ૨ મહિના લગાડતો
વચ્ચે  વચ્ચે  વાયરમેન ને બોલાવતો
 જીર્ણોધારે કાઢ્યો ગાભો છોતરો
 આવી ગયો વરસાદ ધુકળો
તોય  કામ નો કોઈ  ના આરો
પાછો આવ્યો  મિસ્ત્રીનો વારો
હજી તો બાકી છે તેનો નખરો
 જીર્ણોધારે કાઢ્યો ગાભો છોતરો
 અરે રે રંગારાને કાં ભૂલ્યો ?
કેવા કેવા હશે તેના રંગો ?
બજેટથી વધુ ખર્ચો
ક્યાં પોચશે મારો વાલીડો
 જીર્ણોધારે  કર્યો મને હાફળો ફાફળો
ઠેકેદારે કરી નાખ્યો ગોટાળો
વ્યથા મારી સૌ સાંભળો .
     ===પારસ હેમાણી===તા.૨૧/૦૫/૨૦૧૨
જીર્ણોધારે =Renovation
ઠેકેદાર=Contractor
રંગારો =Painter

જુદાઈ


ગાવા ગીત મિલનના , શાને ગાવી જુદાઈ
ખેલા એવા કરું શબ્દોના , દુર રહેશે જુદાઈ
દોડવું ઘોડા કલ્પનાના, કોષો દુર જુદાઈ
શમણા જોવ ઐક્યતાના, પછી ક્યાં જુદાઈ
પ્રેમના ફૂલ લાલ રંગી, પીળી પડે જુદાઈ
આપશે સંભારણા પિયરના , કેવી લાગી’તી જુદાઈ
શમણાને ક્યાં રોક ક્ષિતિજના , ક્યાં રર્હેશે જુદાઈ
વહેશે વાણા સમયના , માણી લે અવસર જુદાઈ.
===પારસ હેમાણી=== તા. ૦૩/૦૬/૨૦૧૨

વાવાઝોડું નફરતનું

તાજેતરમાં એક મિત્રને થયેલા અનુભવથી આ રચના
નું સર્જન કર્યું છે.

હૃદયમાં ઉઠ્યું વાવાઝોડું નફરતનું,
સમજાવ્યું ના સમજે આ જીદ્દીલું

ઘરમાંજ  ઘાતકી માણસ મળતું ,
કેમ સમજાવું મનને, રહે તું દોહલું

ના રહેવાતું ,ના સહેવાતું
અપમાન  ક્યાં કોઈ  ગમતીલું ?

મન અશ્રુ વરસાદ ના રોકી શકતું
જીવન કોયડો કેમ ઉકેલું ?

યુદ્ધ મન-હૃદય નું મને મુંઝવતું
મન દંડ ને હૃદય માફી દેવા ઘેલું,

અંતે એ જ માણસને કરગરતું
હવે ’પારસ’ આગળ શું બોલું ?

===પારસ હેમાણી===
તા.૦૩/૦૬/૨૦૧૨

Tuesday 19 June 2012

અપરિચિત

લખ્યું તો હતું ‘સ્વહસ્તાક્ષરે’
મારા દિલ પર પોતાનું નામ,
પણ કોણ જાણે કેમ
આજે તે પોતાના જ અક્ષરો ઓળખવાની ના પાડે છે...
‘અપરિચિતને’ પરિચય આપવાથી
તે પરિચયમાં આવે છે
ભૂલ્યાને પંથ બતાવવાથી તે
સાચા માર્ગે આવે છે.
પણ કોણ જાણે કેમ
આ તો ઓળખવાની જ ના પાડે છે...
મારું બાળપણ તેની યાદમાં ખોવાયું
વર્ષો સુધી હું તેનાં પ્રેમમાં ઝૂરતો રહ્યો
અચાનક જ એક દિ મળ્યાં
પણ કોણ જાણે કેમ આજે તે
ઓળખવાની જ ના પાડે છે...
દિલના ‘ઘા’ અશ્રુ સહીના શકી
અને અશ્રુની ધારા અવિરત વહી પડી,
એની યાદમાં અમે ખૂબ રડ્યા
આંખોના આંસુ પણ ખૂટી પડ્યા,
પણ કોણ જાણે કેમ આજે તે
આ ‘પ્રદીપ’ને
ઓળખવાની જ ના પાડે છે...
પ્રદીપિસંહ એસ. વાઘેલા
(ગતરાડ)

ક્યાં ગયું....

એ બપોરી વેળાનું મળવું હવે ક્યાં ગયું?
બેઉનું અણખૂટ વાતે વળવું હવે ક્યાં ગયું?
હાથ તારો હાથમાં લઈ આપણે કેવું ફર્યાં?
એ હસ્તરેખાઓનું ભળવું હવે ક્યાં ગયું?
તે કહ્યું હતું જો સૂરજ પૃથ્વીના ખોળે ઢળે,
તારા ખોળે મારું યે ઢળવું હવે ક્યાં ગયું?
સાચા હૃદયનો પ્રેમ ફળતો હોય છે, તો પછી
એ પ્રેમનું વૃક્ષ બની ફળવું હવે ક્યાં ગયું?
હું નદીની જેમ તને મળવા દોડું તો પણ
સમંદરની માફક તારું ખળભળવું હવે ક્યાં ગયું?
- નીરજ (સાવરકુંડલા)

આમ કેમ?

જો અંધારું કરવું હતું
તો પ્રેમનો પ્રકાશ કેમ બતાવ્યો?
મહેફિલની એકલતા બતાવવી હતી
તો સફરમાં સાથ કેમ નીભાવ્યો?
જો સપનાં અઘૂરાં રાખવા હતાં
તો દિલની નજીક કેમ થયાં?
પલકોમાં રહી રડાવ્યાં
તો જુદાઈમાં ખુદ કેમ રડતાં ગયાં?
જો તોડવો હતો વાયદો
તો શીખવાડ્યો કેમ પ્રેમનો કાયદો?
દિલ નથી માગતો
દિલનાં ટુકડા તો આપી દો!
જતાં જતાં આમ કરવાનું
કારણ પણ બતાવી દો!
સ્વપ્નિલ ગૌરાંગ કોન્ટ્રાક્ટર (વડોદરા)

તાકાત ગુલાબની

મશહૂર છે જગતમાં, નઝાકત ગુલાબની,
તેથી જ છે ચમનમાં ઇઝઝત ગુલાબની.
ફૂલો તો સેંકડો છે. ચમનમાં અહીં તહીં.
તોયે છે કેમ, અમને મોહબ્બત ગુલાબની?
માટીમાં જે સુગંધ છે, કંટકમાં એ નથી.
બન્નેને આમ તો છે, સોબત ગુલાબની.
પરવરદિગાર આપજે, એ જંિદગી મને,
મારી કથાએ હોય, હકીકત ગુલાબ નહીં.
દુઃખ દર્દમાં એ હું પણ હસ્તા શીખી ગયો.
જોઈને કંટકોમાં હાલત ગુલાબની.
કંઈના બની શકું તો, કંટક બનાવજે.
કરતો રહું સદાએ, હિફાઝત ગુલાબની.
દુન્યાને ‘સૈફ’ પ્રેમથી, જીતી શકો તમે.
તલવારથી વઘુ છે, તાકત ગુલાબની.
ડો. સૈફુદીન એસ. ટૂંકીવાલા (મુંબઈ)

તું આમ જ

તું આમજ સામે બેઠી રહે
હું તને નીત અપલક નિહાળ્યા કરું,
તું આમજ પ્રેમભરી વાતો કરતી રહે
હું તને જંિદગીભર સાંભળ્યા કરું,
તું આમ જ સજીને આવતી રહે
હું તને દિલમાં કંડાર્યા કરું,
તું આમજ નારાજ થતી રહે
હું તને પ્રેમથી ચૂમ્યાં કરું,
તું આમજ મળવાનાં બહાના કરતી રહે
હું તને મળવા માટે મનાવ્યા કરું,
તું આમ જ બેહદ પ્રેમ કરતી રહે
હું તારા પ્રેમના પ્રાંગણમાં જીવ્યા કરું...
વારસંકિયા મીત એન. (જામજોધપુર)

અભાવ છે તારો

નજરથી નજર મળી એ પળથી
હરપળ મુજ પર પ્રભાવ છે તારો,
ખૂબ જ નિકટથી જોઈ છે તને,
તેથી આ હૃદયને લગાવ છે તારો,
તું મને પસંદ છે હંમેશથી,
સૌથી અનોખો સ્વભાવ છે તારો,
તારી સામે તો ફૂલ પણ શરમાઈ છે,
કેવો સુંદર દેખાવ છે તારો,
આમ તો છે બઘું જ મારી પાસે,
છતાં માત્ર અને માત્ર અભાવ છે તારો.
પ્રિયંક કે. લંિબાચીયા (પાટણ)

ને... એ...

હું વરસાદને મારી પ્રિત સમો ગણાવું
ને એ કાદવ-કીચડની વાતો કર્યા કરે...
ગરમ-ગરમ ભજીયાંની લહેજત માણું,
ને એ બ્લડ પ્રેશરની વાતો કર્યા કરે...
છત્રી ફેંકીને ચાલ ભીંજાઈ જઈએ આજે ને એ શરદી-ખાંસીની વાતો કર્યા કરે...
ભીના-ભીના વાળમાંથી નીતરે છે યૌવન
ને એ આજનાં છાપાની વાતો કર્યા કરે...
એક રાત, એક ચાદરને એક થઈ જઈએ.
ને એ લગ્ન પહેલાંની વાતો કર્યા કરે...
ડો. પંકિત આલોક પાંચાલ (અમેરિકા)

તું મળી જા મને...

‘‘બોલ્યો છું કડવા વેણ વીણી વીણીને,
વીણે લોક કડવા જેમ કારેલાં,
આવી છે ખટાશ આપણા સંબંધમાં,
ના આવે ઉપયોગમાં બગડેલાં જેમ લીંબુડા.’’
નહોતો ચાહતો પણ બોલી ગયો છું,
આવેલ ગુસ્સામાં કંઈક કહી ગયો છું,
લાગ્યું છે તને દુઃખ મન-અંતરનું,
એવાં ડામ હું ભૂલથી દઈ ગયો છું,
દાઝ્‌યો છું એ ડામથી હું ને સળગ્યું છે કાળજું મારું,
હું રોજ નવી રાતે વગર આંસુએ રડી રહ્યો છું,
થાય છે તેને તકલીફ તો થાય છે દુઃખ મને,
એ દુઃખ મારું તને હું ગુસ્સારૂપે રજૂ કરી ગયો છું,
છે પ્રેમ મારો એમાં એ તું સમજી હતી કંઈક,
હું તો એવું પણ ગાંડપણ કરી ગયો છું,
ગઈ છે તું દૂર મારાથી તન અને મનથી,
હું તો તારી નજરોથી ઉતરી ગયો છું,
નથી સૂતો રાતભર તારી દુઃખ યાદમાં હું.
હું તો શરીરથી જળપાન હણી ગયો છું,
કરી છે કોશીશ ઘણી મનાવવાની તને,
તારી એક મુલાકાત માટે ભગવાનની બંદગી કરી રહ્યો છું,
નથી આપતી એક મોકો મને છે તું ગુસ્સામાં,
નથી મળતો મને એ પલ જેને હું,
તારા મનનો તારો બની મારાં ખોવાયેલ ચાંદની શોધ કરી રહ્યો છું...
ભરત કાપડિયા (કલાપીનગર)

મજા છે

એની સાથે જીવવામાં મજા છે,
હું યાદ કરું ને એ હિચકી ખાય એમાં મજા છે.
જીવનભર સંગાથ છે એનો પણ...
પ્રેમની બે ક્ષણ વહેંચવામાં મજા છે.
ધોમધખતા તડકામાં એ ફરીને લાલધૂમ થાય છે,
એને રંગીન જોવામાં પણ મજા છે.
એના હૃદયમાં હું જ છું છતાં,
એની સાથે ઝઘડવાની પણ મજા છે.
પ્રેમ એક ઘટના છે જીવનની,
પણ ક્યારેક એની નફરત જોવામાં પણ મજા છે
આમ તો... હવાનો દરેક જથ્થો એની યાદ અપાવે છે,
પણ એની યાદમાં તડપવાની પણ મજા છે.
હવે તો હું શું કહું ‘‘શાયર’’
એની તો દરેક વાતમાં જ મજા છે.
વિનય બી. પ્રજાપતિ (બીલીમોરા)

પ્રથમ મુલાકાત

મને તો પ્રથમ મુલાકાત યાદ છે
થઈ હતી આપની ઓળખાણ યાદ છે
સાગર કાંઠે મળ્યા હતા પ્રથમવાર
મને હજુ એ વાતાવરણ યાદ છે
નજર જ્યારે ગઈ હતી મળીને
આપણે એકબીજાની તરફ આકર્ષાયા
એ દિવસ વેલેન્ટાઇન દિન યાદ છે
જુદા પડતા ઊંચાહાથથી આવજો કહી
આપની ઝંખના આપી એ યાદ છે
હવે મળશે ના સમય ફરી એ
ફરી-ફરી ને એવો સંગાથ યાદ છે.
રાજેશ બારૈયા (ભાવનગર)

Saturday 16 June 2012

… કે તું આવી હશે

એ જ ભણકારા રહે હરપળ કે તું આવી હશે,
દૂર સુધી શ્હેર આ ઝળહળ કે તું આવી હશે.
ઠેઠ પાતાળેથી પ્રગટ્યાં જળ કે તું આવી હશે,
સાવ નોખાં લાગતાં હર સ્થળ કે તું આવી હશે.
હા હતી સાબરમતી પણ નામની કેવળ નદી,
બેઉ કાંઠે એય છે ખળખળ કે તું આવી હશે.
શ્વાસ-આંખો-ઉંબરો-આંગણ ને રસ્તાઓ બધા,
રોજ કરતાં છે વધું વિહ્વળ કે તું આવી હશે.
ક્યાં હવે સજ્જડ કોઇ કારણ રહ્યું છે તે છતાં,
ટેવવશ થઇ જાય છે અટકળ કે તું આવી હશે.

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

‘હું જીવી રહ્યો છું’ ના જાહેર ચોકમાં….

કોઇ કોઇ વખત તને ભૂલી જવાય છે
દુનિયામાં કાંઇ પણ હવે માની શકાય છે
આકાશના એ રંગ તને યાદ તો હશે
રંગીન એટલું જ એ તારા વિનાય છે
હું ચાલતો રહ્યો છું અને ચાલ્યો જાઉં છું
જીવીજીવીને જાણે સમય થઇ જવાય છે
અય દોસ્ત ગઇ નથી હજી ગુંજાશ સ્મિતની
રોવાનાં કારણો તો મને પણ ઘણાંય છે
અહીં ‘હું જીવી રહ્યો છું’ ના જાહેર ચોકમાં
ક્યારેક ‘તું નથી’ ની હવા સંભળાય છે

– જવાહર બક્ષી

તો બેધડક તું મારી પાસે આવજે

કૈં હૃદયમાં રણઝણે તો બેધડક તું મારી પાસે આવજે,
ને કદી જો દિલ રડે તો બેધડક તું મારી પાસે આવજે.
હું તને બોલાવું ને તું આવે, એવા આગમનમાં શું મજા ?!
થાય જો ઈચ્છા તને તો બેધડક તું મારી પાસે આવજે.
તું મને સમજે કે ના સમજે- એ વાતો પણ બધી ભૂલી જઈશ,
કોઈ ના સમજે તને તો બેધડક તું મારી પાસે આવજે.
પ્રેમમાં જો કરગરું હું તો પ્રણયનો માર્ગ આ લાજે સખા,
માન એનું સાચવે તો બેધડક તું મારી પાસે આવજે.
જો ભરોસો હોય ના મુજ પ્રેમ પર તો આવતો હરગીઝ નહીં,
પણ કદી શ્રદ્ધા ઝરે તો બેધડક તું મારી પાસે આવજે.
આમ છો લાગે સભર તારું નગર વ્હાલમ, ન મળશે વાંસળી…
આંગળી જો સળવળે તો બેધડક તું મારી પાસે આવજે.
-’ઊર્મિ’

Friday 15 June 2012

તારા વિનાનું મારું પહેલું ચોમાસું – એષા દાદાવાળા

બીજું તો કંઈ નહીં ખાસ
મારે તને આટલું જ કહેવાનું
તારા વિનાનું મારું પહેલું ચોમાસું…!
વરસાદી ટીપાં એમ સ્પર્શતા મને
જાણે તારી આંગળીઓનો જાદુ
ધોધમાર વરસાદ ને છત્રી જો એક
એક છત્રીમાં બેઉ કેમ માશું?
વાછટના સ્પર્શે એમ થાતું મને કે હવે આવીને અડકે છે તું…..!
અંદરથી ઉકળાટ થાતો મને
ને તોય આંખથી વરસે ના પાણી
તારા વિના આ વરસાદે પલળુમ
તો લાગું રાજા વિનાની કોઈ રાણી
આવી તું જાય તો ભીનાશ ઉકેલતાં એકમેકને સમજાશું….!
સૂની પથારી, બે-ચાર તમરાં ને
કાળું આકાશ બિવડાવે…
બ્હારથી રાખે મને સાવ કોરી
ને ભીતરે આખી પલળાવે
જલ્દી તું આવે એ આશાએ મેં તો ઊંધું મૂક્યું છે પવાલું…!
- એષા દાદાવાળા

''ઝાંઝર''


લાખ છુપાય ભલે, તું પડદાઓની પાછળ,
પણ, તારું સરનામું આપી જ દે છે મને,
તારી ઝાંઝર...

મારા ખામોશી ભર્યા જીવન માં,
સરગમ નાં સુર છેડે છે,
તારી ઝાંઝર...

મારી દરેક કવિતાઓ માં, સ્નેહ નાં રણકાર કરે છે,
તારી ઝાંઝર...

રાધાજી ઝૂમી ઉઠતાં હતા,
ક્રિષ્ના ની વાંસળી નાં સુર પર,
પણ....,

હું તો ઘેલો થાવ છું, તારી ઝાંઝર નાં ઝણકાર પર,

તારી જ લાગણીઓ, તારા થી પણ,
વધારે વ્યક્ત કરે છે,
તારી ઝાંઝર....''
પ્રિયંકા ગજ્જર (પંછી)

ક્યારેક

''ક્યારેક કવિતા લખતા, શબ્દો ખૂટે છે,
ક્યારેક જીવન જીવતા, શ્વાસ ખૂટે છે...

ક્યારેક આંખ ખુલતાં સ્વપ્ન તૂટે છે,
ક્યારેક સમય ની રેખાઓ બદલાય છે...

ક્યારેક કોઈ ની યાદ માં આંસુઓ સરે છે,
ક્યારેક મુઠ્ઠી ખોલતા રેંત સરકે છે...

ક્યારેક થોડી ગેરસમજ થી સબંધ રૂઠે છે,
ક્યારેક થોડાં વિશ્વાસ થી દુનિયા જીતાય છે..."
-પ્રિયંકા ગજ્જર (પંછી)

''હું આવીશ,

''કાલે આવ્યો 'તો, મારાં આંગણા માં મેહુલો,
અને, આવી ને મનભરી ને વરસ્યો મેહુલો,

મારાં બાગ-બગીચા ને ખુબ ભીંજવ્યા,
સાથે સાથે મને પણ ખુબ ભીંજવી ,

વિદાય વખતે પૂછ્યું મેં મેહુલા ને ..?,
હવે ફરી ક્યારે આવીશ.? ..ને,

જવાબ આપતાં મેહુલા એ કહ્યું : ''હું આવીશ,
જયારે તારે, તારા આંસુઓ ને ફરી,
મારાં બુંદ માં છુપાવવા હોય ત્યારે..."
-પ્રિયંકા ગજ્જર (પંછી)

ગમે છે....''

''ફુલ ને મહેકવું ગમે છે,
વાયરા ને ઘુમવું ગમે છે,

સુરજ ને ખીલવું ગમે છે,
ચાંદ ને રોશન થવું ગમે છે,

સાગર ને ઉછળવું ગમે છે,
નદી ને વહેવું ગમે છે,

લહેર ને લહેરાવું ગમે છે,
મોતી ને છીપ માં છુપાવું ગમે છે,

મોસમ ને બદલવું ગમે છે,
અને...

'પંછી' ને આશા મહીં પંખ થી,
દુર નીલ-ગગન માં ઉડવું ગમે છે....''
-પ્રિયંકા ગજ્જર (પંછી)

''કહેવું છે મારે ઘણું બધું,

''કહેવું છે મારે ઘણું બધું, પણ,
શબ્દો નાં સથવારા નથી મળતાં,

વ્યક્ત કરવું છે મારે ઘણું, પણ,
સુંદર એ સંજોગ નથી મળતાં,

તરવું છે મારે દરિયા માં નાવ સમ, પણ,
એ દરિયા નાં કિનારા નથી મળતાં,

ઉડવું છે મારે દૂર નીલ-ગગન માં, પણ,
ઉડી શકુ તેવી પાંખો નથી મળતી,

કરવી છે, મારે મિત્રતા તકદીર સાથે, પણ,
તકદીર નાં સંગાથ નથી મળતાં,

જીવન જીવવું છે મારે કોઈની યાદો નાં સહારે,પણ,
એ યાદો નાં પડઘા નથી મળતાં...''
-પ્રિયંકા ગજ્જર (પંછી)

Tuesday 12 June 2012

ઐ સનમ

હાથમાં લઈ હાથ મારો ચૂમતી,
મારી ખુશીમાં ખુશ થઈને ઝૂમતી.
ક્યાંક જો આંખો મારી નમ થાય તો,
સ્મિત મારા હોઠમાં તું પૂરતી.
છે તું જ મારો શ્વાસ મારી જંિદગી,
તું નહીં હોયે તો મારું શું થશે?
આ નશીલા જામ તો કાલેય હશે,
સૌને મારું કામ તો કાલેય હશે.
મારી હાલત કોણ મુજને પૂછશે?
હું રહું તો કોણ આંસુ લૂછશે?
‘‘નામ મારું ઈશ્વરની જેમ પૂજનારો’’અય સનમ,
તુ નહીં હોયે તો મારું શું થશે?
મિલન ચૌહાણ

તને ભૂલાવી રહ્યો છું

હું જાતને મારી જલાવી રહ્યો છું,
આજથી તને સનમ ભૂલાવી રહ્યો છું.
તારી યાદોએ સાથ છોડવો પડશે મારો,
બસ છેલ્લીવાર આંસુ વહાવી રહ્યો છું.
બેઠો છું બસ તાપીનાં શાંત કિનારે,
પાણીની આડશમાં આંસુ છુપાવી રહ્યો છું.
હવે કોઈ ઈચ્છાઓ-અપેક્ષાઓ નથી હૃદયમાં,
જે કંઈ હતો પૂજાપો અહીં વધાવી રહ્યો છું.
પીઠ પર જાણે આકાશનો બોજો લાગે મને,
છાતીએ ધરાનો ભાર ઉઠાવી રહ્યો છું.
ખંખેરી આજે જઈશ અહીં આ કાયાને,
સદા તને પામવા હું મોત બોલાવી રહ્યો છું.
રાકેશ એચ.વાઘેલા ‘રાહી’
વાંસકુઈ (અડાજણ-સુરત)

તારી યાદ આવે

સમયના વહેણમાં સરું ને તારી યાદ આવે,
વિયોગમાં પ્રત્યેક પળને ટકોરું ને તારી યાદ આવે.
તને મળવાની ઝંખનાએ સ્વરૂપ લીઘું છે ઊર્મિઓનું,
ઊર્મિઓને ગઝલમાં કંડારું ને તારી યાદ આવે.
તારી યાદ માત્ર કોરી ખાય છે મારા હૃદયને,
ખંડિત હૃદયની કલ્પના કરુંને તારી યાદ આવે.
કાજલની કાલિમા મીટાવવા મથું અશ્રુ બંિદુથી,
પાંપણોને ભીનાશમાં ઢબૂરું ને તારી યાદ આવે.
ચૌહાણ રાજેશ બી (ભાવનગર)

આરઝૂ

ટહુકતી કોયલનાં ટહુકારથી,
ચાલ હવે, વગડાંને સજાવીએ.
હેમંતની ભરતીના લયથી,
ચાલ હવે, આમ્રકૂંજને સજાવીએ.
વસંતના મ્હેંકતા શૃંગારથી,
ચાલ હવે, હૈયાની વેલને સજાવીએ.
રંગ-બેરંગી ફૂલોની છાબથી,
ચાલ હવે, ઉપવનને સજાવીએ.
ગમતાં ગીતનાં સૂર-લયથી,
ચાલ હવે, મહેફિલને સજાવીએ.
શબ્દના નાજૂક ડગરથી,
ચાલ હવે, સફરને સજાવીએ.
બંધન-મુક્તિનાં આભાસથી,
ચાલ હવે, સહિયરને સજાવીએ.
વહી જાય સમય સહજતાથી,
ચાલ હવે, જંિદગીને સજાવીએ.
ચૌધરી નારસંિગ આર (માંડવી-સુરત)

વહી ગયેલો સમય

ગજબ નો હતો સમય,
લાગ્યો ત્યારે પ્રસ્તૃત.
નિહાળ્યું મ્હારા નયને,
લાગ્યું બઘું બે ફિકર.
ગજબ નો ખીલ્યો
ઉપવન,
લાગ્યું અહો વાતાવરણે.
જંિદગીની એ પળ મ્હેંકી,
એ પગલાં નાં પ્રસ્તૃતે.
હતો મઝાનો સમય,
આજ બન્યો ભૂતકાળ.
ક્યાં દોષ દેવો છે મ્હારે,
એ સમયને જ હતી જવાની ઉતાવળ.
મુકેશ મહેતા (નિસર્ગ)
(બામણિયા-સુરત)

ભટકું છું

મજનું બનીને દિવાનો,
ગલીઓ માં ભટકું છું.
નજર જોવા તમારી,
મોતથી પણ છટકું છું.
જગત નથી અમારું,
સાથ છે તમારો.
પાર કરવા સાગર તમારી,
નાવ બનીને ફરકું છું.
બદનશીબ છે જીવન,
અમને મળ્યા છે પત્થર.
બસ સાથ છે તમારો,
વિચારી મનમાં મલકું છું.
આ પ્રેમ છે કેવો,
કોણ જાણે અહંિ.
ચરણ ધોવા એમના,
ઝાકળ ‘‘બંિદુ’’ થઈ ફરકું છું.
ફુલ છે તું,
જાણ્યું છે જ્યારથી.
શોધવા તુજને ‘‘રાધે’’
વસંત બનીને ભટકું છું....!
પ્રણાલી અનિલ ‘‘રાધે’’ (મોડાસા, સાબરકાંઠા)

જતાં જતાં સાંભળ જરા...

ઘડીક ન ચાલતું તારે, હવે આટલું કેમ ચાલશે,
મિલનની તરસ હતી ત્યાં વિરહની વેદના કેમ ઝીલાશે.
એક એક પળ આકરી લાગે ત્યાં જીંદગીની ડગર કેમ કપાશે,
હવે આ કોરા કાગળના લખાણ કેમ વંચાશે,
તારા વગર મારા જ ઘા મારાથી કેમ ટંકાશે.
કોઈ સાંભળનાર નથી, હવે આ આંસુઓ કેમ રોકાશે,
તારા હાથના સાથ, બીજાનાં હાથમાં કેમ જોવાશે.
તમે ભુલી ગયા, પણ આ હૃદયના ઉમંગો કેમ લહેરાશે,
વહાલી મીઠા તારા શબ્દો, ખાલી હૈયે કેમ પીવાશે.
તારા દિધેલા ઘા, મારાથી કેમ ઝીલાશે,
મારા જ પ્રસંગો ને તારી હાજરી વગર કેમ ચાલશે.
ભરી હતી હૈયામાં તારી યાદો, એ સંસ્મરણો કેમ સચવાશે,
લો હવે એ સ્વપ્નો ખીલીને ખાલી, નીંદર હવે કેમ આવશે.
લો પછી ફરીથી કલમ હાથમાં આવી ગઈ,
પણ શબ્દો તારા વગર કેમ રેલાશે.
બસ, જતાં જતાં સાંભળ જરા બે શબ્દો આ પ્રેમના,
તારા વગર આ રસ્તે, ગલીએ,
હવે મારા પડછાયા દેખાશે કેમનાં.
ભગવત રથવી ‘ભવ’
(પાટડી)

અગમ આવ્યાં

નીંદરડી આવી નથી ને..
શમણાં ઉમટી પડ્યાં....
વાદળી ચડી નથી.. ને..
મોરલાં ઊછળી પડ્યાં....
તમને મળ્યા નથી ને..
પ્રિત-ઝરણાં નીકળી પડ્યાં....
હજુ વન વસ્યાં નથી ને..
મૃગલાં તો ઊછળી પડ્યાં....
તમારું નામ લીઘું નથી ને..
હૃદય અમારાં ઉઘડી પડ્યાં....
જસમીનભાઈ જે.દેસાઈ
(રાજકોટ)

એક યાદ છું

રણમાં ભૂલી પડેલ એક રાહદાર છું,
તમારા પ્યારની એક બુંદ માટે તલસી રહેલ પ્યાસ છું.
હવાની લેહરખી ના મળે તેવી પાનખર છું,
પામ્યા પછી મુલ્ય ના રહે તેવું જર્ણજળ છું.
ખરી જાય રાહતના પાન જ્યાં એવી એક પળ છું.
ના તલાશો મારી આ નિરસ જીંદગીને,
કોઈ ભર ચોમાસે અટકાયેલ અનાવૃષ્ટિ છું.
ના કોઈ આવશો મારી આ ખાલી દુનિયાની ભીતર,
દિલાસાનો આધાર લઈ જીવવાનો એક આત્મા છું.
પાગલ મને શોધવા આમ-તેમ ફાંફાં ના મારશો,
તમારા દિલમાં જડી રહેલ એક યાદ છું.
મીના પરમાર
(ઠુમરાલ-નડિયાદ)

જીગરજાન દોસ્ત

આસું હોય મારી આંખમાં તો એ રડી પડે છે,
મારી એક ખુશી માટે એ બધાં સાથે લડી પડે છે.
મંઝીલનાં એક-એક મુકામે જ્યારે પણ
એની જરૂર પડે છે.
સાથ આપવા મારો એ હંમેશા તૈયાર રહે છે,
ઘણી વાતો આ મન બધાંથી છુપાવવા ઈચ્છે છે.
એ એક છે જે મારી આંખોથી બઘું વાંચી લે છે,
મારી પસંદ, ના પસંદ એનાથી વધારે કોણ જાણે છે?
અવનવા ઉપાયોથી હંમેશા મને ખુશ રાખે છે.
હું હોઉં ખુશમિજાજ માં તો એ પણ મહેંકી ઊઠે છે,
મારી એક હસીમાં પોતાનાં સેંકડો ગમ છુપાવી દે છે.
કેવી છે આ ગાંઠ પ્રીતની જે સાથે ન રહેવા છતાં
પણ બાંધી રાખે છે.
હા.....એજ એની દોસ્તી જે બધાંથી પ્યારી લાગે છે.
જ્યોતિ ઐલેષ ગાંધી
(મોરબી)

એમ પૂછીને થાય નહીં પ્રેમ.

દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું;
આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?
ચાહે તે નામ તેને દઇ દો તમે રે ભાઇ અંતે તો હેમનું હેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;
મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ એનું સરનામું, સામી અગાશી.
મનગમતો મોગરો મળશે, વટાવશો વાંધાની વાડ જેમજેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ. 
- તુષાર શુક્લા

શોધતો રહ્યો

શોધતો હતો ફૂલ ને ફોરમ શોધતી હતી, મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.
કયાંક રે આંબો ટહુકયો, એની વનમાં મહેકી વાત,
કમળ જેવો ખીલતો દિવસ, પોયણા જેવી રાત.
શોધતો રહ્યો ચાંદ ને રહી ચાંદની શોધી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.
આંખ મીંચું ત્યાં, જૂઈનું ગાલે અડતું ઝાકળફૂલ,
મનમાં હળુક લ્હેરવા લાગે
વ્યોમની કિરણ-ઝૂલ.
શોધતો જેવી પગલી એનો મારગ શોધે મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.

-ચંદ્રકાંત શેઠ

અમે કરીશું પ્રેમ..

રાત દિવસનો રસ્તો વ્હાલમ, નહીંતો ખૂટે કેમ?
તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ
તમે રેતી કે હથેળી ઉપર લખો તમારું નામ,
અમે એટલાં ઘેલાં ઘાયલ નહીં નામ કે ઠામ.
તમને તો કોઈ કારણ અમને નહીં
બ્હાના નહીં વ્હેમ,અમે કરીશું પ્રેમ..
તમને વાદળ ધુમ્મસ વ્હાલાં,
અમને ઉજળી રાત;
અમે તમારાં ચરણ ચૂમશું થઈને પારીજાત.
કહો આંખથી ગંગા જમના વહે એમ ને એમ,
અમે કરીશું પ્રેમ..
-સુરેશ દલાલ

... તો પ્રેમ કરો

દર્દ ઝીલવાની તાકાત હોય, તો પ્રેમ કરો,
નવા મોતે મરવાની આદત હોય, તો પ્રેમ કરો.
મહેફીલો પણ વેરાન વગડા જેવી લાગશે,
વિરહ જોડે તમારે સંગત હોય, તો પ્રેમ કરો.
મૃગજળને પામવા જતાં અંતે મરણ થશે,
આંખોને આંસુ સાથે ચાહત હોય,
તો પ્રેમ કરો.
હૃદય પર ખંજર ભોંકાશે યાદોની હરપળ,
રડવા માટે જગા એકાંત હોય, તો પ્રેમ કરો.
‘‘સખી’’ને સમજાઈ ગઈ છે પ્રેમની પરિભાષા,
દુઃખોથી બચવા કોઈ રીત હોય, તો પ્રેમ કરો.

પંિકલકુમાર જે.પરમાર ‘‘સખી’’
(મેનપુરા-બાલાશિનોર)