Pages

Monday, 25 June 2012

ચાહત પરમ હશે


*
વિરહાગ્નિમાં
તપીને પ્રીત બની
સ્મરણ-મૂર્તિ!
*
તારા હૃદયમાં ઊઠતી કોઈ કસક હશે,
મારા યે દિલમાં સાચવી મેં એ સરસ હશે.
ફૂટ્યું નથી અમસ્તુ આ ઝરણું ગઝલ તણું,
કાગળ હૃદય ને લાગણી થઈ ગઈ કલમ હશે.
 
તારા ગયા પછી પણ મહેંકી રહ્યું છે મન,
વાતાવરણમાં તારી રહી ગઈ અસર હશે.
એવું વિચારી જઈ રહી છું હું અજાણ્યે પથ,
રસ્તામાં જે પડ્યા છે એ તારા કદમ હશે.
 
તું કર નહીં અનાદર નખરાળી પ્રીતનો,
ફરિયાદી હોઠમાં રહી ચાહત પરમ હશે.
મારો નથી, છતાંયે મને કેટલી મમત !
‘તું મારો છે’- નો પાળ્યો મેં કોઈ ભરમ હશે…
તારા નયન સખા, હવે બહેકી રહ્યા છે કેમ?
બુદ્ધિને લાગણીતણી લાગી લગન હશે ?
  
તૂટે હજારવાર તો યે શિકવા ના કરે,
ઉર-ઊર્મિનો રહ્યો ભલા કેવો ધરમ હશે ?!
-’ઊર્મિ’

No comments:

Post a Comment