Pages

Tuesday, 19 June 2012

અપરિચિત

લખ્યું તો હતું ‘સ્વહસ્તાક્ષરે’
મારા દિલ પર પોતાનું નામ,
પણ કોણ જાણે કેમ
આજે તે પોતાના જ અક્ષરો ઓળખવાની ના પાડે છે...
‘અપરિચિતને’ પરિચય આપવાથી
તે પરિચયમાં આવે છે
ભૂલ્યાને પંથ બતાવવાથી તે
સાચા માર્ગે આવે છે.
પણ કોણ જાણે કેમ
આ તો ઓળખવાની જ ના પાડે છે...
મારું બાળપણ તેની યાદમાં ખોવાયું
વર્ષો સુધી હું તેનાં પ્રેમમાં ઝૂરતો રહ્યો
અચાનક જ એક દિ મળ્યાં
પણ કોણ જાણે કેમ આજે તે
ઓળખવાની જ ના પાડે છે...
દિલના ‘ઘા’ અશ્રુ સહીના શકી
અને અશ્રુની ધારા અવિરત વહી પડી,
એની યાદમાં અમે ખૂબ રડ્યા
આંખોના આંસુ પણ ખૂટી પડ્યા,
પણ કોણ જાણે કેમ આજે તે
આ ‘પ્રદીપ’ને
ઓળખવાની જ ના પાડે છે...
પ્રદીપિસંહ એસ. વાઘેલા
(ગતરાડ)

No comments:

Post a Comment