Pages

Thursday, 21 June 2012

કોઇ પણ છેડેથી કાપી જો મને

લાવ, તારો હાથ આપી જો મને
તું હૃદયમાં ક્યાંક સ્થાપી જો મને.
પ્રેમ જેનું મૂળ છે એ વૃક્ષ છું
લે, ઉખેડી કે ઉથાપી જો મને.
તું નસેનસમાં વહે છે રક્તવત
કોઇ પણ છેડેથી કાપી જો મને.
આભને પણ હું નયનમાં સંઘરું
જો ઉઠાવી આંખ માપી જો મને.
આમ તો હું કોઇની જડતો નથી
મન કરીને સ્થિર જાપી જો મને.
-  ત્રિલોક મહેતા

No comments:

Post a Comment