Pages

Tuesday, 5 June 2012

અર્થ નથી...

હવે તને જોવાનો કોઈ અર્થ નથી,
મને સમજી શકે એવું તારૂ દિલ નથી.
તું તરછોડ્યા કરે અને હું ચાહ્યા કરૂં,
એ હવે મને મંજુર નથી.
ભલે હું હાર્યો અને તું જીતી પણ,
મારી હાર જેવો દમ તારી જીતમાં નથી.
નસીબદાર છે એ કે જેને તું મળી,
પણ એમાં હું શું કરી શકું?
તને પામી શકું એવી એકેય રેખા,
મારા હાથમાં નથી.
હું જોઉં તને, તું જુએ કોઈ બીજાને,
તેથી જ તને જોવાનો કોઈ અર્થ નથી.
હું લખું અને તું વાંચી ના શકે,
અને કદાચ વાંચે તો સમજી ના શકે,
એવી મારી આ ગઝલનો કોઈ અર્થ નથી.
નીરજ (સાવર કુંડલા)

1 comment:

  1. Very very very like this
    ગજ્બ ની ગજલ છે હો....

    ReplyDelete