Pages

Monday, 25 June 2012

જાત તરબોળી તમે


સંબંધ ભગ્ન,
હૈયું દુ:ખમગ્ન - ને
ઊર્મિ સંલગ્ન…!
*
લાગણી દિલમાં સતત ઘોળી તમે,
પણ તમન્નાની કરી હોળી તમે.
ભૂલવાનાં વેણને જૂટલાવવા,
મોકલાવી યાદની ટોળી તમે.
‘લાગણી ભરપૂર છે’ દાવો કરી,
ત્રાજવે વ્યવહારનાં તોળી તમે.
ભૂલવા જેવી ને જે મુફલિસ હતી,
વાત શાને આમ વંટોળી તમે?
દમ હશે, કળ પણ હશે એમાં જરૂર,
અંતરે મુજ જાત તરબોળી તમે.
જિન્દગીભર જાગરણ કરશે હૃદય,
કેમ સૂતી ઊર્મિ ઢંઢોળી તમે?
-’ઊર્મિ’
*
મુફલિસ = મામૂલી

No comments:

Post a Comment