‘‘કાશ...
જીવનરાહના એક વળાંક પર
આપણે એકબીજાને ખોઈ દીધા ના હોત...
તો મારી આંખોમાં કદી અંધારી રાત ના હોત.
સવાર પડતા હું વ્યર્થ
ભટકું છું
વીતેલી ક્ષણોની શોધમાં...
ખીલેલી વસંતના
એકાદ વૃક્ષ તળે
આપણા પ્રતિબંિબો હજુય ‘આહ’ ભરી રહ્યા છે.
આપણા નયનો અપલક તાકી રહ્યા છે.
તારા દેહની સોડમ હજુય આ લહેરખીમાં શોઘું છું
રાતના રોમાંચક સ્પર્શથી હજુય જાગી ઉઠું છું
ત્યારે...
વાસ્તવિક ક્ષણો મને ટપારે છે અને
ક્ષિતિજ ને પેલે પાર ઉભેલા આપણે
અચાનક અપરિચિત બની ખોવાઈ જઈએ છીએ
પરંતુ...
આપણા સ્પર્શનું મખમલી સંગીત આજેય
આપણા અબોલ ચાર હોઠો પર ઘુ્રજતું હશે...!!!’’
વિઠ્ઠલાણી પ્રવિણ સી. (‘‘મીત’’)
ભાવનગર (ગુજરાત)
જીવનરાહના એક વળાંક પર
આપણે એકબીજાને ખોઈ દીધા ના હોત...
તો મારી આંખોમાં કદી અંધારી રાત ના હોત.
સવાર પડતા હું વ્યર્થ
ભટકું છું
વીતેલી ક્ષણોની શોધમાં...
ખીલેલી વસંતના
એકાદ વૃક્ષ તળે
આપણા પ્રતિબંિબો હજુય ‘આહ’ ભરી રહ્યા છે.
આપણા નયનો અપલક તાકી રહ્યા છે.
તારા દેહની સોડમ હજુય આ લહેરખીમાં શોઘું છું
રાતના રોમાંચક સ્પર્શથી હજુય જાગી ઉઠું છું
ત્યારે...
વાસ્તવિક ક્ષણો મને ટપારે છે અને
ક્ષિતિજ ને પેલે પાર ઉભેલા આપણે
અચાનક અપરિચિત બની ખોવાઈ જઈએ છીએ
પરંતુ...
આપણા સ્પર્શનું મખમલી સંગીત આજેય
આપણા અબોલ ચાર હોઠો પર ઘુ્રજતું હશે...!!!’’
વિઠ્ઠલાણી પ્રવિણ સી. (‘‘મીત’’)
ભાવનગર (ગુજરાત)
No comments:
Post a Comment