Pages

Tuesday, 5 June 2012

રાતરાણી

આરઝૂ છે એક સાથે જીવવાની,
જંિદગીમાં પાસ પાસે રહેવાની.
શ્રાવણી વરસે છતાંયે પાંપણ આ,
સાવ કોરી આંખ આજે રહેવાની.
આંખથી વરસાદ વરસે મસમોટો,
આંસુમાં ડુબેલ આંખ જાણે રહેવાની.
શબ્દ ખોલી આવરણ બોલે કવિતા,
આ ઘડીની વાટ તારે રહેવાની.
બે’ક ક્ષણ મારી ગણું છું તને ને,
ૠતુ આવી સામ સામે રહેવાની.
રાતરાણી બાગમાં મ્હેંકી ઊઠી,
ને સખી સુગંધી મારે રહેવાની.
‘‘સખી’’ દર્શિતા બાબુભાઈ શાહ
(અમદાવાદ)

No comments:

Post a Comment