Pages

Tuesday, 19 June 2012

તાકાત ગુલાબની

મશહૂર છે જગતમાં, નઝાકત ગુલાબની,
તેથી જ છે ચમનમાં ઇઝઝત ગુલાબની.
ફૂલો તો સેંકડો છે. ચમનમાં અહીં તહીં.
તોયે છે કેમ, અમને મોહબ્બત ગુલાબની?
માટીમાં જે સુગંધ છે, કંટકમાં એ નથી.
બન્નેને આમ તો છે, સોબત ગુલાબની.
પરવરદિગાર આપજે, એ જંિદગી મને,
મારી કથાએ હોય, હકીકત ગુલાબ નહીં.
દુઃખ દર્દમાં એ હું પણ હસ્તા શીખી ગયો.
જોઈને કંટકોમાં હાલત ગુલાબની.
કંઈના બની શકું તો, કંટક બનાવજે.
કરતો રહું સદાએ, હિફાઝત ગુલાબની.
દુન્યાને ‘સૈફ’ પ્રેમથી, જીતી શકો તમે.
તલવારથી વઘુ છે, તાકત ગુલાબની.
ડો. સૈફુદીન એસ. ટૂંકીવાલા (મુંબઈ)

No comments:

Post a Comment