જતાવે કે હું બહુ કામઢી,
હોય સાવ નવરી
ફેસબુક-ફોને સમય પસાર કરતી
સુડોકુ ચોકઠાં ભરતી
રસોડે જાઉં એમ મોટા ઉપાડે કહેતી
આવડતી ના કોઈ વાનગી
તોયે ભાઈ પર પ્રયોગો કરતી
ભાઈ ને ભલે આવે માંદગી
પતિ માટે પાકી થઇ જાય વાનગી
નાના મોટા યુદ્ધો કરતી
ભાઈ નો માર ખાતી
પાછી સંધિનો ધ્વઝ લહેરાવતી
હજી ઘણી કરવી’તી મસ્તી , પણ એટલું બસ રાખી
આતો લાડ લડાવવા કવિતા રચી
બાકી ભાઈના દુ:ખે દુ:ખી થતી, ઓછુ ના આવવા દેતી
રક્ષા કાજે રાખડી બાંધતી
ભાઈ ને બેન ખુબ વહાલી
ઈશ્વરીય પ્રેમ વરસાવવા જન્મી.
===પારસ હેમાણી=== તા. ૦૪/૦૫/૨૦૧૨
No comments:
Post a Comment