Pages

Thursday 27 September 2012

ગીત લખતો જાઉં!



તુ કહે તો જીવનભર હું ગીત લખતો જાઉં,
મનમાં કવિતા રચતો જાઉં,
મારા દિલની ખુશીથી,
તારા દિલને ભંિજવતો જાઉં,
દુઃખ દર્દ મટાડતો જાઉં.
હું કલમ બનું, તું કાગળ છે,
આપે છે સહારો મુજને
હું વિચાર, તુ વિદ્યા છે,
જેવુ તું લખાવે મુજને
તારા સુંદર અક્ષરોના, શબ્દો બનાવતો જાઉં,
આકાશમાં ચઢતો જાઉં.
શબ્દોમાં તુજ તું છે,
હું સમજુ તું જાણે! હા જાણે!
છે ગાથા આપણી,
હું ગીત લખું પ્રણયના
સપના જગાડતો જાઉં! હા જાઉં!
તુ કહે તો જીવનભર, હું ગીત લખતો જાઉં,
મનમાં કવિતા રચતો જાઉં
રૂષિ કાગળવાળા
(વાંદરા-મુંબઈ)

જોજે જરા



મજાક તારી ખુદ મજાક બની જાય જોજે જરા,
સંબંધ આપણો એક સવાલ બની જાય જોજે જરા.
ધૂઘવતો લહેરાતો લાગણીનો સમંદર,
સૂકાઈને સાવ સહારા બની જાય જોજે જરા.
તાકીને તારી સામે ઊભો છું ખીણની ધારે,
જાણે-અજાણે ધક્કો લાગી જાય જોજે જરા.
વિશ્વ્વાસ જાગ્યો છે વર્ષો પછી વ્હાલથી,
આયનો અચાનક તૂટી જાય જોજે જરા.
મૂરત મનોહર વસી છે મનમંદિરમા,
પ્રતિમા સહેજે ખંડિત થાય જોજે જરા.
પાગલકરી છે પ્રાણપ્રતિષ્ઠા તારી પ્રેમથી,
આરાઘ્ય ઇશ્વ્વર ક્યાંક ઊડી જાય જોજે જરા.
ડો. પ્રણવ ઠાકરપાગલ’ (વઢવાણ)

સંગાથ



એક તમારી યાદોથી ફુરસદ ક્યાં!
હવે તો, આખી-આખી રાત જાગે છે
જાણે, પ્રેમ થયો હોય એવું લાગે છે.
ખોવાયેલા છે બસ તમારા વિચારોમાં
જીનુંક્યાં પોતાનું ઘ્યાન રાખે છે
જાણે, પ્રેમ થયો હોય એવું લાગે છે.
મન તમને મળવાને અધીરું
પડછાયો બની તમ પાછળ ભાગે છે
જાણે, પ્રેમ થયો હોય એવું લાગે છે.
આજ તમે આવો શક્ય નથી
તો પછી, કેમ ઝાંઝર વાગે છે
જાણે, પ્રેમ થયો હોય એવું લાગે છે
કાલ સુધી રહી એકલવાયી જંિદગી
જીનુંઆજ તમારો સંગાથ માગે છે
જાણે, પ્રેમ થયો હોય એવું લાગે છે.
જીતેન્દ્ર કુમારજીનું’ (માંડોત્રી-પાટણ)

જીવનસાથી



કલરવની દુનિયામાં
રંગ માંગુ છું
સાગરની દુનિયામાં મોતી
માંગુ છું
મોતીની મોંઘેરી કંિમત
માંગુ છું
સ્નેહના સંબંધોમાં કડવાશની બાદબાકી માંગુ છું.
સાથ રહ્યો જો કશ્તીનો
સાગરના કિનારા સુધી
તો અણમોલ જંિદગી માંગુ છું
જંિદગીના સાગરને તરવા
જીવનસાથી માંગુ છું
જંિદગીની સફરને યાદગાર બનાવવા
કંઈક મીઠી યાદો માંગુ છું
મારી યાદોમાં પહેરો છે આપનો
પણ, તમારી યાદ નહીં
હકીકતમાં તમારો સાથ માંગુ છું.
અંજલિ સુનેજા મુ. . કાંસા તા. વિસનગર
લાગ્યા કરે છે
જાણે હમણા તમો વાત કરતા
મારી સાથે ઊભા છો
નથી છતાં એવું લાગ્યા કરે છે
સંબંધ નથી થવાનો મારી સાથે તમારો
તેમ વિચારુ છતાં પરભવનો કોઈ
અનામ સંબંધ હોય તમારી સાથે
એવું લાગ્યા કરે છે
કહ્યું છે કે જેના નસીબમાં જે હોય
તેજ મળે છે તેને, નથી છતાં મારા
નસીબમાં તમે હોય એવું લાગ્યા કરે છે...
જાણું છું જુદી છે જંિદગી મારાથી તમારી
છતાં મારી જંિદગીમાં તમેજ સામિલ હોય
એવું લાગ્યા કરે છે...
આમ જીવનના અંત સુધી તો
‘‘બોગસ હૃદય’’ ઘડક્યા કરવાનું
પરંતુ તમારી સામે આવતા જાણે
ધડકન રુકી જાય છે એવું લાગ્યા કરે છે.
રતન વાઘેલા ‘‘બોગસ’’ (કલોલ)