કલરવની દુનિયામાં
રંગ માંગુ છું
સાગરની દુનિયામાં મોતી
માંગુ છું
એ મોતીની મોંઘેરી કંિમત
માંગુ છું
સ્નેહના સંબંધોમાં કડવાશની બાદબાકી માંગુ છું.
સાથ રહ્યો જો કશ્તીનો
સાગરના કિનારા સુધી
તો અણમોલ જંિદગી માંગુ છું
જંિદગીના સાગરને તરવા
જીવનસાથી માંગુ છું
જંિદગીની સફરને યાદગાર બનાવવા
કંઈક મીઠી યાદો માંગુ છું
મારી યાદોમાં પહેરો છે આપનો
પણ, તમારી યાદ નહીં
હકીકતમાં તમારો સાથ માંગુ છું.
અંજલિ સુનેજા મુ. પ. કાંસા તા. વિસનગર
લાગ્યા કરે છે
જાણે હમણા જ તમો વાત કરતા
મારી સાથે ઊભા છો
નથી છતાં એવું લાગ્યા કરે છે
સંબંધ નથી થવાનો મારી સાથે તમારો
તેમ વિચારુ છતાં પરભવનો કોઈ
અનામ સંબંધ હોય તમારી સાથે
એવું લાગ્યા કરે છે
કહ્યું છે કે જેના નસીબમાં જે હોય
તેજ મળે છે તેને, નથી છતાં મારા
નસીબમાં તમે જ હોય એવું લાગ્યા કરે છે...
જાણું છું જુદી છે જંિદગી મારાથી તમારી
છતાં મારી જંિદગીમાં તમેજ સામિલ હોય
એવું લાગ્યા કરે છે...
આમ જીવનના અંત સુધી તો આ
‘‘બોગસ હૃદય’’ ઘડક્યા જ કરવાનું
પરંતુ તમારી સામે આવતા જાણે
ધડકન રુકી જાય છે એવું લાગ્યા કરે છે.
રતન વાઘેલા ‘‘બોગસ’’ (કલોલ)
No comments:
Post a Comment