જીવનમાં કોઈ સાથે વીતાવેલ એ પળની યાદ
હું શોઘું છું...
હમેશાં વફાદારીની રાહ પર ચાલે એ દોસ્ત હું શોઘું છું...
ઉભો છું, મધદરીયે મરજીવો બની કિનારો હું શોઘું છું...
બાગમાં ખીલતાં ફુલો ની જેમ
ખીલતો રહે એ ચહેરો હું શોઘું છું...
આ દુનિયાં માં ચહેરાં તો ઘણાં મળ્યા પણ આ
દિલને સમજી શકે એ વિશ્વાસ શોઘુ છું...
કોઈનાં જીવનની દુઃખની એ મજબૂરી હું શોઘું છું...
શું હતી મારી એ ભુલ જેનાં લીધે મારું નસીબ છીનવાયું...
એ ભુલ હું શોઘું છું...
દુનિયાની ભીડમાં આમ તો છું. એકલો પણ જીંદગી ભર
સાથ આપે એ હાથ શોઘું છું...
આ ‘‘કેતન’’નાં દિલ ને જીંદગીભર ધબકતું રાખે એ શ્વાસ
હું શોઘું છું...
કેતન મુછડીયા ‘‘કેમુ’’ (જામનગર)
No comments:
Post a Comment